લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

અહીં કોઈ ભગવાન ની નહીં પણ ભૂત ની કરવામાં આવે છે પૂજા, શ્રી બાબરા વીર મહારાજ ના દર્શન માત્રથી ભક્તોના દુઃખો દૂર થઈ જાય છે..

Posted by

ગુજરાત સહિત દેશભરમાં આપણે દેવી દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું પણ હશે પરંતુ ભૂતનું મંદિર કે મહાત્મ્ય કયાંય સાંભળ્યું છે તો જવાબ મળે ના ગુજરાતમાં એકમાત્ર ભૂતના મંદિર અને તેના પ્રત્યેની આસ્થા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જોવા મળી રહી.

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા થી 12 કિમિ અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે મોડાસા તાલુકાના લીંભોઈ ગામની સીમમાં ખેતરમાં વર્ષો જુના વૃક્ષ નીચે આવેલું ભૂતનાથ બાબરા મહારાજનું મંદિર આવેલું છે.

૩૦૦ થી વધુ ઘરની વસ્તી ધરાવતું લીંભોઈ ગામના લોકો વર્ષોથી ભૂતનાથની પૂજા કરતા આવ્યા છે આ મંદિર બાબરા ભૂત નું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિરના મહાત્મ્ય ની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂત નો વાસો હતો આ વિસ્તારમાં થી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂત ની પૂજા અર્ચના કરી.

તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી ત્યારબાદ બાબરા ભૂતનું નાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરા વીર ને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો.

ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે બાબરા વિરને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે દિવાળી અને નવરાત્રિ ના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહે છે.

બાબરીયા વિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા આસ્થાળુઓમાં સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાઓના લોકોનો પણ સમાવેશ થાય છે બાબરીયા વિર ની બાધા માનતા નિઃસંતાન દંપતીઓ બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા લોકો રાખતા હોય છે.

અને તેઓની આ માનતા પુરી પણ થતી હોય છે પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગે ચંગે પૂર્ણ કરવા આવતા હોય છે અરવલ્લી જિલ્લામાં એકમાત્ર ભૂતનું મંદિર અરવલ્લીના લીભોઇમાં આવેલ આ ભૂતનાથ મહારાજ સર્વની મનોકામના પૂર્ણ કરે છે.

ભક્તો દ્વારા ભૂતનાથ મહારાજને સિગરેટનું નૈવીધ્ય ચડાવાય છે લોકોની આસ્થા ભૂતનાથમાં એટલી છે કે દર વર્ષે અહી પાટોત્સવની પણ અહી ઉજવણી કરવામાં આવે છે માટે જ કહ્યું છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *