રાજસ્થાનનાં ભરતપુર પંથકમાં ફળોના વેપારી જિતેન્દ્ર સૈનીની હત્યાનો મામલો પોલીસે માત્ર 24 કલાકમાં જ ઉકેલી નાખ્યો છે. જિતેન્દ્રની હત્યા તેની પત્ની દીપા એ જ કરી હતી.
દીપા તેના પતિના અત્યાચારથી કંટાળી ગઈ હતી.દીપાએ પોલીસને જણાવ્યું કે, તે તેની સાથે અપ્રાકૃતિક રીતે સંબંધ બાંધતો હતો, તેથી તેણે તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે, હાલ સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી છે.
આરોપી દીપાની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી તો મૃતકના સ્વજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ.સિટી એસએ ચઓ હરલાલ મીણાએ જણાવ્યું કે, મૃતકના ભાઈ વિજેન્દ્ર સૈનીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો ભાઈ જીતેન્દ્ર નગર વિસ્તારના સિકરી રોડ પર દરગન કોલોનીમાં રહે છે. 22 માર્ચે સવારે જિતેન્દ્ર સૈનીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.
આ વાતની જાણ થતા તે પરિવાર સાથે શહેરમાં આવ્યો હતો. ત્યાં જિતેન્દ્ર ખાટલા પર મૃત હાલતમાં પડ્યો હતો. મૃતકના ભાઈ વિજે ન્દર સૈનીએ મૃતકની પત્ની દીપા (27) પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.એસએચઓ હરલાલ મીણાએ જણાવ્યું હતું કે, આ અહેવાલ પછી ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. મૃતકનો બેકગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવ્યો હતો.
મૃતક જીતેન્દ્ર અને તેની પત્નીના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના આધારે જિતેન્દ્ર 21 માર્ચની રાતથી 22 માર્ચની સવાર સુધી ક્યાંય ફરતો જોવા મળ્યો ન હતો.આના પર પોલીસે તેની પત્ની દીપાને પૂછપરછ માટે બોલાવી હતી. દીપાની પૂછપરછ દરમિયાન તે વારંવાર પોતાના નિવેદનો બદલતી રહી. આનાથી તેના પર પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.
બાદમાં જ્યારે પોલીસે દીપાની મનોવૈજ્ઞાનિક રીતે પૂછપરછ કરી તો તેણે સત્યનો ખુલાસો કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર દીપાએ કહ્યું કે, લગ્ન બાદ પતિ જિતેન્દ્ર દરરોજ દારૂ પીને તેને મારતો હતો. દીપાએ પોલીસને જણાવ્યું કે, તે પેટની બિમારીથી પીડિત છે. જેના કારણે તેની સારવાર ચાલી રહી હતી.
બીજી તરફ તે તેના પતિના અત્યાચારથી કંટાળી ગઈ હતી. તેથી તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. બાદમાં યોજનાને અંજામ આપતા તેની હત્યા કરી હતી.દીપાએ જણાવ્યું કે, 21 માર્ચની રાત્રે પણ પતિ જિતેન્દ્રએ તેની સાથે ક્રૂરતા કરી હતી.
દીપા આનાથી કંટાળી ગઈ હતી, તેથી જ્યારે જિતેન્દ્રને ભોજન પીરસ્યું ત્યારે તેણે તેના શાકમાં ઊંઘની ગોળીઓ નાખી. જમ્યા બાદ જ્યારે જીતેન્દ્ર ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હતો.તે સમયે દીપાએ કપડા વડે તેનું મોં, નાક અને ગળું ઢાંકી દીધું હતું. બાદમાં છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. દીપાએ હત્યાનો ગુનો કબૂલ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.