મા મોગલ ધામથી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે
જે લોકો એકવાર માં મોગલની શરણે આવી ગયા પછી તેમના પર કોઈ મુસીબત આવતી નથી. થોડા સમય પહેલા એક યુવક હાથમાં 51000 રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો.તેને જણાવ્યું કે તેને ઘણા સમયથી એક લોનની જરૂર હતી અને તે લેન લેવા માટે બેન્કના ધક્કા ખાઈને ખાઈને ખુબજ કંટાળી ગયો હતો.
કોઈને કોઈ મુશિબત આવી જતી હતી અને તેને લોન મળતી નહતી અને તેના લીધે યુવકનું કામ પણ અટકી જતું હતું.તો યુવકે આખરે થાકીને માં મોગલની યાદ કર્યા કે હે માં મોગલ પાંચ દિવસમાં મને લોન માળી જાય તો હું તારા કબરાઉ ધામ આવીને તારા ચરણોમાં ૫૧૦૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવી જઈશ.
માનતા માન્યાના માત્ર 3 જ દિવસ જોઈતી લોન મળી ગઈ હતી તેથી તે ખુબજ ખુશ થઇ ગયો હતો અને માં મોગલનો ખુબજ આભાર માન્યો હતો. યુવકની માનતા 5 દિવસની જગ્યાએ 3 દિવસમાં જ પુરી થઇ જતા તે તરત જ માં મોગલની માનતા પુરી કરવા માટે કબરાઉ પહોંચી ગયો હતો.
તેને મણિધર બાપુને 51000 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ પૈસા માં મોગલ ના ચરણો મા અર્પણ કરીને હું મારી માનતા પૂરી કરું છું. તો મણિધર બાપુએ કહ્યું માં મોગલે તારી 100 ગણી માનતા સ્વીકારી આ રૂપિયા તારી બેન ભાણેજને આપી દેજે.