ગુજરાત ની ધરતીએ ઘણાબધા ગુજરાતી ફિલ્મો મા સુપરસ્ટાર આપ્યા છે.જેમ કે વિક્રમ ઠાકોર, હિતેન કુમાર, મનિરાજ બારોટ, હિતુ કનોડિયા, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, એવા ઘણાબધા કલાકારો છે.
જમણે ગુજરાતી ફિલ્મો મા પોતાની એક અલગ ઓળખ બનાવી છે તેમના મિત્રો હિતેન કુમાર ગુજરાતી ફિલ્મોના એક લોકપ્રિય અભિનેતા તો છે.
પરંતુ સાથે તેઓ એક સંગીત કાર પણ છે તો મિત્રો આવો જાણીએ હિતેન કુમાર ના અંગત જીવન વિશે.ગુજરાતી સિનેમાની સામાન્ય રીતે ઢોલીવુડ કે ગોલીવુડ તરીકે ઓળખાય છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હવે ઘણો બદલાવ આવી ગયો છે.
આજે લોકો હિન્દી ટીવી સિરિયલની સાથે ગુજરાતી ધારાવાહિક જોવાનું પણ વધુ પસંદ કરવા લાગ્યાં છે, ત્યારે હવે ગુજરાતી સિરિયલ પણ અનેક વિષય પર બની રહી છે.
હિતેનકુમારે ગુજરાતી ફિલ્મોમાં આજ સુધી યોગદાન આપી રહ્યા છે,હિતેન કુમારની ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 70 થી વધુ નાટકો અને 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ આપણે આ મહાન અભિનેતાના જીવન વિશે કશું જાણતા નથી.
આજે આપણે તેમના જીવનની કેટલીક વાતો જાણીશું.ગુજરાતી ફિલ્મોમાં હિતેનકુમારે એક પછી એક હિટ ફિલ્મો આપી છે તેથી તેને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.
ગુજરાતી ફિલ્મના જાદુગર હિતેન કુમારનું વતન સુરત નજીક ગણદેવી પાસેનું તોરણ ગામ છે, પરંતુ તેઓ હાલમાં તેમની પત્ની સાથે મુંબઈમાં રહે છે.
હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા, મુંબઈના મલાડની દાલમિયા કૉલેજમાંથી ડબલ ગ્રેજ્યુએટ, નોકરી કરતા હતા અને તેમના પરિવારમાં કોઈને અભિનય વિશે કંઈ ખબર નહોતી. પરંતુ હિતેન કુમારને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો.
તેથી તેના શોખ અને આવડતને કારણે તે ઘણો આગળ નીકળી ગયો.હિતેન કુમારના અંગત જીવનની વાત કરીએ તો તેણે 30 નવેમ્બર 1989ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા પોતે ડિઝાઇનર અને જ્યોતિષ છે.
હિતેન કુમાર જે ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા છે પરંતુ તે હિન્દી ફિલ્મ જગતના અભિનેતા અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ અને વિદ્યા બાલન અને વહીદા રહેમાનના ચાહક છે.
હિતેનકુમારને પક્ષીઓ અને પ્રાણીઓનો ખૂબ જ શોખ છે, તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જો હું એક્ટર ન હોત તો હું જાનવરો નો ડૉકટર બની ગયો હોત.
હિતેન કુમારને નવરું બેસવું બિલકુલ પસંદ નથી, તે પોતાનો ખાલી સમય વાંચવામાં અથવા સારી ફિલ્મો જોવામાં વિતાવે છે. તેમણે ગુજરાતીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
તો 8 થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ જીતનાર હિતેન કુમારને કુલ 50 થી વધુ એવોર્ડ મળ્યા છે. અને હિતેન કુમારે તેની કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવીને તેના ચાહકોને પ્રેરણા આપી છે.
હિતેન કુમાર હાલ બની રહેલી અર્બન ગુજરાતી ફિલ્મો પ્રત્યે અવાર નવાર પોતાનો અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે અર્બન ગુજરાતી ફિલ્મ એ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ શબ્દ છે.
વિશ્વમાં ક્યાંય ફિલ્મો, નાટક કે સાહિત્ય માટે રૂરલ કે અર્બન હોતું નથી. અમુક ફિલ્મોને બાદ કરતાં બીજી ફિલ્મો પીટાઈ ગઈ છે. આનો દોર લાંબો ચાલવાનો નથી.
અભિલાષા સીરિયલથી ટીવીમાં ડેબ્યુ.નાટકો અને ફિલ્મો બાદ હવે હિતેન કુમારે નાના પડદે ચમક્યા છે. તેઓએ ગુજરાતી ટીવી સીરિયલ અભિલાષા માં ડેબ્યૂ કર્યું છે.હિતેન કુમારે તેની કારકીર્દીમાં અનેક પ્રકારના રોલ કર્યા છે.