આપણામાંથી ઘણાં બધાના જીનવમાં હેડફોન એ ઘણી મહત્વની ચીજ બની ગઈ છે. જેમ 24 કલાક આપણા મોબાઈલ આપણી સાથે જ રાખીયે છે તેવી જ રીતે હેડફોન પણ સાથે ને સાથે જ હોય છે. હેડફોનનો વધુ પડતો વરરાશ ઘણો જ જોખમી છે. તો આવો જાણીયે આ હેડફોન કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.
હેડફોન લગાવવાથી કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેનાથી કાનનું કેન્સર પણ થઈ શકે છે.. હેડફોન લગાવવાથી કાનમાં ફંગલ ઈન્ફેક્શન થતું હોવાથી ઈયરફોનનો ઉપયોગ ન કરો. કાનનું ઈન્ફેક્શન સમય જતાં કેન્સરનું પણ રૂપ લઈ શકે છે.
લાંબા સમય સુધી હેડફોનનો ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી આપણા કાન સુન્ન થઈ જાય છે.
તેથી જો તમે પણ હેડફોનનો વધુ પડતો ઉપયોગ કરવા ટેવાયેલા હોય તો જેમ બને તેમ તમારી આ કુટેવને સુધારવા પ્રયત્ન કરો. વધુ પડતી મોબાઈલ પર વાત કરવાની થાય તો સ્પીકર પર વાતચીત કરી શકાય તેવી જગ્યાની પસંદગી કરો.