લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. તાજેતરમાં જ એક એવો કેસ સામે આવ્યો છે, જ્યાં પતિએ એક મોટું પગલું ભર્યું કારણ કે આખા પરિવારને સમસ્યા થઈ રહી છે.
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કરી લીધો હતો. વીડિયોમાં તેણે તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિ સામે સજા અપાવવા માટે કહ્યું છે. સાથે જ તેમાં તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેમ જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૃતકના વીડિયોના આધારે પાંચેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત કરનાર ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો ગોમતીપુરની એક ચાલીમાં રહી ગારમેન્ટની ફેક્ટરીમાં સિલાઈ કામ કરતા ડાહ્યાભાઈ નીતિનના દસ વર્ષ પહેલા અમરાઈવાડીની યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેને એક સંતાન છે અને તે ધોરણ-8માં અભ્યાસ કરે છે. જ્યારે તેની પત્ની અજીત મિલ ચાર રસ્તા નજીક ગારમેન્ટની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ત્રણેક દિવસ પહેલા પિયર જતી રહી છે.
મરતા પહેલા તેણે તેની બહેનને વીડિયો મોકલ્યો પત્ની પિયર જતા રહેતા ગઈકાલે તેણે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે, આ પહેલા તેણે સુસાઈડ વીડિયો બનાવ્યો હતો. જેને તેના મોત પહેલા તેની બહેનને મોકલી દીધો હતો.
માનસિક ત્રાસથી કંટાળી ગયો છું, પત્નીએ એવું કર્યું છે કે, મારા જીવવાની પથારી ફરી ઘઈ છે. તેના પિતા, માતા અને તેને તથા નોકરી કરે છે ત્યાં તેનો બોસ તથા બીજો એક યુવક છે. આમ આ પાંચ વ્યક્તિએ મને એટલો માનસિક ત્રાસ આપ્યો છે કે મારે નાછૂટકે આ પગલું ભરવું પડી રહ્યું છે. મારા મોત બાદ આ લોકોને સખતમાં સખત સજા અપાવજો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના નારણપુરામાં રહેતા એક વ્યક્તિએ પ્રમોશન માટે તેની પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો કીસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ તેને બોસ પાસે અન્ય છોકરીઓ પહોંચાડવા માટે પણ મજબૂર કરતો હતો.
આમ કરવાની ના પાડતા તેના પતિએ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું.મહિલાનું કહેવું છે કે, તેના પતિ અને સસરાએ તેના દાગીના પણ વેચી દીધા છે. ક્યારેક તો તેનો પતિ તમામ હદો વટાવી દેતો અને બળજબરીપૂર્વક દારૂ તથા સિગારેટ પણ પીવડાવતો. હાલ આ સમગ્ર મામલે નારણપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મહિલાના પતિ અને સસરા પર સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાના શોખીન છે. આ માટે તેમણે મહિલાના દાગીના પણ વેચી માર્યાં તેવો મહિલાનો આક્ષેપ છે. પતિ તેની પત્નીને જબરદસ્તીથી દારૂ અને સિગરેટ પીવડાવતો અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો. મહિલાના પતિ સુમિતે મહિલાને જે જગ્યા પર તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા પણ કહ્યું હતું.
મહિલાના પતિ સુમિતએ નોકરીમાં પ્રમોશન માટે મહિલાને બોસ સાથે એક રાત શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. આ માટે જો કે મહિલા તૈયાર થઈ નહોતી, જેને પગલે મહિલાને તેના સાસુ-સસરા નાની નાની બાબતે મ્હેણા અને ટોણા મારી માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. સસરા અને પતિએ કાયાને માર મારતા કંટાળી તેણીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.