મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે. થોડા સમય પહેલા એક મહિલા પોતાનો સોનાનો દોરો અને 2100 રૂપિયા હાથમાં લઈને માં મોગલની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ આવી હતી.
મહિલાએ જણાવ્યું હતું કે તેને આ દોરો બેન્કમાં ગીરવે મુક્યો હતો છેલ્લા 7 વર્ષથી બેન્કમાં દોરો મુકતો હતો પણ બેન્કમાં કોઈ તકલીફમાં હોવાથી તેના અધિકારીઓ માનતા નહતા કે તે દોર તેમનો છે અને તેમને તે દોરો પાછો નહતો અપાતા.
છેલ્લા 7 વર્ષમાં તેમને ઘણા પ્રયત્નો કર્યા પણ તેમને દોરો ના મળ્યો તો તેમને માં મોગલની માનતા રાખી અને માં મોગલને કહ્યું કે હે માં મોગલ જો મારો દોરો પાછો આવી જાય તો હું સોનાનો દોરો અને 2100 રૂપિયા માં મોગલ ના ચરણોમા અર્પણ કરીશ.
તો થોડા જ દિવસમાં સામેથી બેન્કવાળાનો ફોન આવ્યો. કે તમારો દોરો લઇ જાઓ. બેન્કવાળાએ તેમને કોઈપણ વ્યાજ લીધા વિના તેમને પોતાનો દોરો પાછો આપી દીધો અને કોઈપણ પ્રકારના વ્યાજ પણ ના લીધું.
તો માં મોગલનો પરચો થતા જ ખુબજ ખુશ થઇ ગયા હતા અને માનતા પુરી કરવા માટે કાબરાઉ આવ્યા અને મણિધર બાપુએ મહિલાને કહ્યું કે આ તારા વિશ્વાસથી થયું છે કોઈ ચમત્કાર નથી.