લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વજનને કંટ્રોલ કરવામાં રામબાણ આ જ્યૂસ,દરરોજ પીવાથી આંખોની રોશનીમાં થશે વધારો….

Posted by

અનિયમિત દિનચર્યા અને વ્યસ્ત જીવનશૈલીના કારણે માણસ ઘણી બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે, પરંતુ પ્રકૃતિના ખોળામાં દરેક બીમારીઓનો ઈલાજ જરૂરી છે. આપણા ઘરની રસોઈમાં પણ ઘણી એવી વસ્તુઓ હાજર છે, જે ઘણી બિમારીઓમાં રામબાણ દવાનું કામ કરે છે. જેમાં એક વસ્તુ છે ગાજર. ગાજર ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે, કારણ કે, તેમાં વિટામિન A, C, K, B8, તાંબુ અને લોહતત્વ જેવા ઘણા ખનીજ વિટામિન મળી આવે છે. તો મોડુ કર્યા વગર જાણો ગાજરથી થતા ફાયદાઓ વિશે.

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરે.

ગાજરનું જ્યુસ બીટા-કેરોટિન, અલ્ફા કેરોટિન અને લ્યૂટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. જેના કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે. જો તમે કોઈપણ પ્રકારની દવા વગર કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માગો છો તો, ગાજરના જ્યૂસનું સેવન શરૂ કરી દો. જો કે, દવા બંધ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

વજનને નિયંત્રિત કરે.

ઘણા રીસર્ચ બાદ તે વાત સાબિત થઈ છે કે, બાઈસના વધારે પડતા સ્ત્રાવથી મેટાબોલિજ્મમાં સુધારો થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વજન ઓછો થાય છે. ગાજરના જ્યૂસમાં કેલેરીના માત્રા ખૂબ જ વધારે હોય છે, અને આ જ્યૂસ શરીરમાં બાઈલ રિલીઝ કરવામાં પ્રોત્સાહન આપે છે.

મેમોરી વધારવામાં.

બીટા કેરોટિનના ગુણોથી ભરપૂર ગાજરનું જ્યુસ શરીરમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવામાં મદદ કરે છે. તેવામાં આ જ્યૂસ ડિમેશિયા, મેમોરી લોસ, અલ્જાઈમરના જોખમને ઓછુ કરવામાં સહાયક છે. આ જ્યૂસના સેવનથી મેમોરીમાં વધારો થાય છે.

આંખોની રોશની માટે.

ગાજરના જ્યૂસમાં મળી આવતા રોડોપ્સિન પ્રોટીનનું એક ઘટક છે, જે રેટિનાને પ્રકાશને અવશોષિત કરવામા મદદ કરે છે. તે સિવાય ગાજરમાં વિટામિન A અને બીટા કેરોટિન ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે. જેમ કે પહેલા જણાવવામાં આવ્યું છે કે, વિટામિન A તમારી આંખોને હેલ્દી બનાવવામાં મદદ કરે છે.

વિટામિન એ ગાજરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરનો રસ પીવાથી ત્વચા અને આંખની સમસ્યામાં રાહત મળે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરનો રસ પીવાથી ચયાપચયની ક્રિયામાં સુધાર કરે છે. ઉપરાંત, તે ફાઇન લાઇન્સ, ત્વચાની વૃદ્ધત્વ, કરચલીઓ પણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.ગાજર ખુબ જ ગુણકારી છે, ગાજર માં જીવનદાયિની શક્તિ છે, ગાજરમાં દૂધ જેવા ગુણ રહેલા છે અને ગાજરનો રસ દુધથી ઉત્તમ છે. ગાજરમાં માતાના દૂધ જેવા ખનીજ તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી આપણું આરોગ્ય ખુબ સારી રહી શકે છે. ગાજરનો ઉપયોગ તેનો રસ કાઢીને કે શાક બનાવીને કરી શકાય છે.

ગાજરનું જ્યુસ નિયમિત પીવાથી આપણી આંખોના નાના નાના રોગ તથા મોતિયાબિંદ જેવા રોગ થતા નથી. ગાજરના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાના કેન્સરથી બચી શકાય છે અને આ રોગ થઇ જાય તો તેના સેવન થી ખુબ જલ્દી રીકવરી થાય છે. લીવર, પેટના આતરડા અને દાંતો-પેઢા ના રોગોમાં પણ ખુબ લાભદાયક છે. ગાજરનું જ્યુસ

મેટાબોલિઝ્મ સુધરે છે, ગાજરના જ્યુસમાં ઓછી કેલેરી હોય છે. સોડા અને બીજા ડ્રિંક્સની જગ્યાએ જો તમે ગાજરનો જ્યુસ પીસો તો તમારું વજન ક્યારેય પણ વધશે નહીં. ગાજરનો જ્યુસ બાઇલ રિલીઝ પણ વધારે છે જેનાથી મેટાબોલ્ઝિમમાં પણ સુધારો થાય છે. બાઇલ જ્યુસથી ફેટને તોડવામાં મદદ મળે છે. કેન્સર વિરુદ્ધ સુરક્ષા, કેન્સર ત્યારે થાય છે જ્યારે શરીરની કોશિકાઓ અનિયમિત તરીકે વૃદ્ધિ કરવા લાગે છે. કારણ કે એન્ટીઓક્સિડેન્ટ કોશિકાઓના ડેમેજને રોકી શકે છે. એટલા માટે ગાજરનો જ્યુસ ઘણા પ્રકારના કેન્સર વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે.

પ્રેગનેન્સીમા ફાયદાકારક, પ્રેગનેન્સીમાં ગાજરનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને વિટામીન એ નો પણ સારો સ્ત્રોત છે. કેલ્શિયમ બાળકના વિકાસમાં જરૂરી છે. જ્યારે ફોલેટ કોઇ પ્રકારના બર્થ ડિફેક્ટથી રોકે છે. ગાજરમાં મળી આવતું બીટા કેરોટીન સંજ્ઞાનાત્મક ક્ષમતાને પણ સુધારે છે. મેમરીથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *