વાળને કાળા કરશે ઘરે બનાવેલું આ તેલ, બમણી ઝડપે થશે લાંબા અને ભરાવદાર,જાણી લો આ ઉપાય…

Posted by

વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. આજકાલ તો ઓછી ઉંમરમાં પણ લોકોએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો સમય રહેતા તેનો ઉકેલ ન લાવવામાં આવે તો આગળ જતા વાળ સફેદ થઇ શકે છે. લોકો ખાસ કરીને સફેદ વાળને છુપાવવા માટે હેર ડાઇ અને કલરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળમાં અન્ય સમસ્યાઓ થઇ શકે છે.સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.વાળમાં ડાઇ લગાવવાની જગ્યાએ જો તમે ઘરે જ કોઇ પ્રાકૃતિક સામગ્રીઓથી તેલ બનાવીને લગાવો તો તમને થોડાક અઠવાડિયામાં પરિણામ મળી જશે. આજે અમે તમને એક એવા તેલ અંગે જણાવીશું જે વાળને ન માત્ર કાળા કરશે પરંતુ ભરાવદાર અને લાંબા પણ બનાવશે. આ તેલમાં ઉપયોગ કરવામાં આવતી દરેક સામગ્રીને સહેલાઇથી ઘરે મળી જશે તો આવો તેને બનાવવાની રીત અંગે જાણીએ.

1 નંગ એલોવેરા, 1 કપ – નારિયેળ તેલ, 2 ચમચી – કેસ્ટર ઓઇલ, 8-10 નંગ કાળામરી, 2 ચમચી કલોંજી, 1 નંગ  આંબળા, 1 ચમચી  મેથી દાણા, 15-20  લીમડાના પાન, આ રીતે બનાવો ઘરે તેલ, સૌથી પહેલા એલોવેરા લો અને તેને છોલીને તેની જેલ નીકાળી લો.હવે ગેસ પર એક વાસણ રાખો અને તેમા નારિયેળ તેલ, કેસ્ટર ઓઇલ, કલોંજી, એલોવેરા જેલ અને બાકીની દરેક વસ્તુઓ મિક્સ કરી દો.આ મિશ્રણને 5-6 મિનિટ માટે ગરમ કરો ધ્યાન રહે કે તેલને સતત હલાવતા રહો નહીં તેલ બળી જશે.

ગેસ બંધ કરીદો અને મિશ્રણ ઠંડુ થાય ત્યા સુધી રાખી મુકો.તમારું તેલ તૈયાર છે. આ તેલને ગાળીને એક કાચની શીશીમાં ભરીને રાખી લો.ક્યારે અને કેવી રીતે લગાવવું તેલ,વાળને કાળા કરવા માટે આ તેલનો અઠવાડિયામાં બે વખત સ્નાન કરવાના 30 મિનિટ પહેલા લગાવો, આ તેલને લગાવતા પહેલા નવશેકુ ગરમ કરી લો અને પછી રૂની મદદથી વાળના મૂળમાં લગાવો, માથામાં 10 મિનિટ બરાબર માલિશ કરી લો અને પછી વાળને બાંધીને રાખી મૂકો તમે ઇચ્છો તો આ તેલને રાતે સૂતા પહેલા પણ લગાવી શકો છો.

આ સિવાય તમે અન્ય પણ ઉપાય કરી શકો છો.બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો, દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે.આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.

આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.

નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે. કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનમાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *