લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વજન ને કંટ્રોલ કરવા માટે નિયમિત પીવો આ ડ્રિક 40 ની કમર થઈ જશે 34 જુવો આ ખાસ રીત

Posted by

મિત્રો, આપણા દેશના કોઈપણ રસોઈઘરમા તમને સંચળ સરળતાથી મળી રહે છે. તેમા સોડીયામક્લોરાઇડ નામનુ તત્વ ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ છે. તદુપરાંત તેમા આયરન સલ્ફેટ તથા હાઇડ્રો સલ્ફેટ વગેરે જેવા તત્વો પણ પુષ્કળ પ્રમાણમા સમાવિષ્ટ હોય છે. તેનો સ્વાદ એકદમ નમકીન હોય છે તથા આયર્ન સલ્ફેટના કારણે તેનો રંગ ઘેરો બને છે અને તમામ સલ્ફર ક્ષાર તેના વિશિષ્ટ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે.

 

મોટાભાગના લોકો સંચળને ચટણી, દહી, અથાણા અને સલાડ સાથે ખાય છે. આયુર્વેદમા તેને ઠંડક આપનારી વસ્તુ તરીકે માન્યતા આપવામા આવી છે. તો ચાલો જાણીએ કે તેના સેવનથી આપણા શરીરને શુ-શુ લાભ છે.

ઘરમા રહેલા સંચળનો જો તમે સારી યોગ્ય રીતે ઉપયોગ કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી બની શકે છે. તેમ તમારા રોજબરોજના જીવનમા પણ નમકની જગ્યાએ સંચળનો પ્રયોગ કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામા મદદરૂપ સાબિત થાય છે.

તેના સેવનથી કબજિયાની સમસ્યા, છાતીમા બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઝાંખું દેખાતુ હોય તેવી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ સિવાય તે આંતરડાને લગતી સમસ્યાઓના નિદાન માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેમા સમાવિષ્ટ સલ્ફર આંતરડાંને વધુ સ્ટિમ્યુલેટ કરીને વધુ ચલાવે છે.

લાંબા સમયે આંતરડા ઢીલા પડી શકે છે એટલે કે નમકની માફક કાળા નમકની પણ માત્રા ઓછી હોવી આવશ્યક છે.નવશેકા પાણીમા સંચળ ઉમેરીને સ્નાન કરવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થઇ શકે છે. વિશેષ કરીને વાઢિયા પડયા હોય, પગમા ઈજા થવી, સોજા આવી જવા વગેરે જેવી સમસ્યાઓ સંચળના પાણીથી દૂર કરી શકાય છે.

સંચળનુ નિયમિત થોડુ-થોડુ સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થાય છે. આ પાણી પીવાથી વધત વજન નિયંત્રણમા આવે છે. વજન વધતુ અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે, તેમા રહેલુ સલ્ફર ત્વચા સાફ અને મુલાયમ બનાવે છે. આ પાણીથી અક્ઝિમા અને રેશીશની સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *