લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માં મોગલે આ મહિલાને એવા આશીર્વાદ આપ્યા કે મહિલા ને હરક નો પાર ના રહ્યો,જાણો મણિધર બાપુ એ શું કહ્યુ..

Posted by

માં મોગલ કોઈ દિવસ પોતાના નામ ઉપર જ ભક્તો ને ખાલી હાથે પાછા મોકલતી નથી અને કળિયુગમાં પણ મોકલ્યા અને પરચા બતાવ્યા છે જેથી કરીને માં મોગલ હાજરા હજૂર હોય તેવા કિસ્સા આપણે અનેકવાર સાંભળ્યા છે.

કચ્છના કાબરાવુંમાં આવેલા મોગલ ધામમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે.

તેથી બધા ભક્તો માટે આ સ્થાન આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. આ જગ્યા પર ભક્તો ગણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ઘણા ભક્તો માનતાઓ પણ રાખતા હોય છે.

જ્યારે ભક્તોની માનેલી માનતાઓ પુરી થાય એટલે ભક્તો તેમની માનેલી માનતાઓ પુરી પણ કરતા હોય છે,થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા.

પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી અને થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો.

આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.આજે પણ મોગલ ધામ માં લોકો દૂર-દૂરથી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે.

માતાએ અનેક લોકોના દુઃખ દૂર કરી જીવનમાં તેમને ખૂબ જ સારો માર્ગ બતાવ્યો છે અને અનેક લોકોના દુઃખ દૂર કરી દીધા છે અને લોકો સાચી ભક્તિ તે માતાના દર્શન કરવા માટે આવે છે અને ફક્ત નામ લેવાથી તેમના તમામ કાર્ય પૂર્ણ થઈ જાય છે.

જાણો અન્ય સ્ટોરી.મોગલધામ માંથી સામે આવી હતી, જેમાં એક દંપતી પોતાના દીકરાની માનતા પુરી કરવા માટે કાબરાઉ ધામ આવ્યા હતા.દીકરાના પિતાએ મણિધર બાપુને 5100 રૂપિયા આપ્યા અને કહ્યું કે માં મોગલે અમારી માનતા પુરી કરી દીધી છે બાપુ, તો બાપુએ કહ્યું કે શું માનતા હતી. તો યુવકે કહ્યું કે અમારું સપનું છે કે દીકરો સારું ભણી ગણીને આગળ વધે.

તો તેની માટે દીકરો પરીક્ષા પાસ થાય તેની માનતા માની હતી અને માં મોગલની કૃપાથી દીકરો પરીક્ષા પાસ થઇ ગયો અને માં મોગલે અમારા દીકરાનું ભવિષ્ય સુધારી દીધું. દીકરો પરીક્ષામાં પાસ થઇ ગયો માટે અમે આજે દીકરા માટે માનેલી માનતા પુરી કરવા માટે આવ્યા છીએ.

તો મણિધર બાપુએ કહ્યું કે તારો વિશ્વાસ હતો માટે તારું કામ થયું છે.આ કોઈ ચમત્કાર નથી અને દીકરાની માતાને મણિધર બાપુએ 5100 રૂપિયા આપ્યા અને કહ્યું કે માં મોગલે તમારી માનતા પુરી કરી છે. માટે આ રૂપિયા તમે રાખો માં મોગલ તમારું ભલું કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *