લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ટ્રાફિક દંડ ની સાથે સાથે હવે આ જીવન જરૂરિયાત ની વસ્તુ, ના ભાવ માં પણ વધારો થવાનો છે – જાણો વિગતે

Posted by

હાલમજ કેન્દ્ર સરકારે ટ્રાફિકના નવા નિયમો કાઢ્યા છે. પરંતુ ટ્રાફિક ના દંડની સાથે સાથે હવે એ વસ્તુના ભાવમાં વધારો થવાનો છે જેની દરેક ભારતીયને જરૂર હોય છે,તો જાણો શુ છે એ વસ્તુઓ વિગતે. સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ ક્રૂડ ઓઈલનો

પુરવઠો ઝડપથી પુન: શરૂ કરવામાં નિષ્ફળ જશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ પાંચથી 10 ડોલરનો ઉછાળો થવાની સંભાવના છે. સાઉદી અરબ વહેલી તકે ક્રૂડનો પૂરવઠો શરૂ નહીં કરી શકે તો ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની ઊંચાઈને પણ સ્પર્શી શકે છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ ક્રૂડ ઓઈલનો પુરવઠો ઝડપથી પુન: શરૂ કરવામાં નિષ્ફળ જશે તો ભાવમાં વધારો કરી શકે છે.

સાઉદી અરબના ઓઇલ ઉદ્યોગમાં હાલમાં જ એક હુમલો થયો હતો જે માં તેમને ઘણું નુકશાન થયું હતું.સાઉદી અરબના ઓઈલ ઉદ્યોગના હાર્દ સમા બે ઉત્પાદન એકમો પર શનિવારે ડ્રોનથી થયેલા હુમલાને પગલે સાઉદી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં અડધાથી વધુ અથવા વૈશ્વિક ઉત્પાદનના પાંચ ટકા જેટલો કાપ મૂકાવાની આશંકા સેવાઈ રહી છે.

સાઉદી અરામકો પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ત્રીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશ ભારતમાં સરકારની ચિંતા વધી ગઈ છે.જો સાઉદી અરબીનો ઓઇલ કંપની વહેલી તકે નુકશાન નું ભરપાઈ નહીં થયું તો ભારત ને ચિંતા વધી શકે છે.ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે સાંકળવામાં આવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળાની સીધી અસર ભારત પર પડશે.

ભારત સરકારના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, આ એક અસાધારણ પરિસ્થિતિ છે. અમે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. સાઉદી અરબ ભારત માટે ક્રૂડ ઓઈલની આયાતનો મહત્વનો સ્રોત છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં કોઈપણ ઉછાળાની અસર ભારતની ક્રૂડની આયાતના બિલ અને વેપાર ખાધ પર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રત્યેક ડોલરના વધારાથી ભારતા આયાત બિલ પર વાર્ષિક ધોરણે રૂ. 10,700 કરોડની અસર થઈ શકે છે.

વર્ષ 2018-19માં ભારતનું ક્રૂડ ઓઈલનું ઈમ્પોર્ટ બિલ 111.9 અબજ ડોલર હતું. સાઉદી અરબમાં ક્રૂડ ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ સાઉદી અરબ ક્રૂડ ઓઈલનો પુરવઠો ઝડપથી પુન:શરૂ કરવામાં નિષ્ફળ જશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ પાંચથી 10 ડોલરનો ઉછાળો થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *