લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલી છે આ સુંદર જગ્યા, ત્યાં જોવા જેવું છે ઘણું બધુ

Posted by

રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે એટલા જ ભારતીય ટૂરિસ્ટ્સ પણ આવે છે. અને કેમ નહિં? અહીં જોવા જેવી એટલી બધી જગ્યા છે કે ગમે તેટલી વાર જાવ, મન ભરાય જ નહિ. ઉદેપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન આબુ ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ છે. પરંતુ રાજસ્થાનમાં એવી પણ જગ્યાઓ છે જે યાત્રીઓમાં ઓછી જાણીતી છે પણ એટલી સુંદર છે કે ત્યાંની એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ.

ઉદય વિલાસ પેલેસઃ

ગૈબ સાગરના કિનારે ઉદય વિલાસ પેલેસ આવેલો છે. હવે તેને હોટેલમાં કન્વર્ટ કરી દેવાઈ છે. તમે આ પેલેસના કમ્પાઉન્ડમાં લટાર મારી શકો છો.

ગૈબ સાગર તળાવઃ

આ તળાવ શહેરની વચ્ચોવચ આવેલું છે. અહીં અનેક પ્રવાસીઓ આવે છે. તમને અહીં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળશે. શિયાળામાં તે માઈલો દૂરથી અહીં વસવાટ કરવા આવે છે. સાંજે સૂર્ય આથમવા માંડે ત્યારે આ તળાવની સુંદરતા અદભૂત હોય છે. ડુંગરપુર જવાનો વિચાર હોય તો આ તળાવની મુલાકાત સાંજે જ લેવી. તમને અહીં જાતજાતના પક્ષીઓ જોવા મળશે. અહીં શ્રીનાથજીનું એક મંદિર પણ છે. અહીં શિવજીનું વિજય રાજરાજેશ્વરનું સુંદર મંદિર પણ આવેલું છે. તળાવના કિનારે બાદલ મહેલ આવેલો છે.

ડુંગરપુરઃ

ડુંગરપુર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે. તમે અહીંથી આબુ, ઉદેપુર કે શ્રીનાથજી જાવ ત્યારે શામળાજીથી થોડે આગળ તમે ડુંગરપુરનું બોર્ડ ચોક્કસ જોયું જ હશે. અરવલ્લીની તળેટીમાં વસેલા આ સુંદર ગામમાં ઘણું જોવાજેવું છે. અહીં ભૂતકાળના ભવ્ય વારસાના પ્રતીક સમાન અનેક સ્થળો આવેલા છે. હવે રાજસ્થાન જવાનું થાય તો ડુંગરપુરની મુલાકાત ચોક્કસ લેજો. જાણો ડુંગરપુરમાં જોવા જેવું શું શું છે.

દેવ સોમનાથ મંદિરઃ

12 મી સદીમાં આ જગ્યા બાંધવામાં આવી હતી. સોમ નદીના તટે બનેલુ આ મંદિર ડુંગરપુરથી 70 કિ.મી દૂર છે. શિવજીને સમર્પિત મંદિર માર્બલમાંથી બનાવાયું છે. તે ગુજરાતના સોમનાથ મંદિરની પ્રતિકૃતિ છે.

જુના મહેલઃ

આ વિશાળ મહેલ 13 મી સદીમાં બાંધવામાં આવ્યો હતો. સાત માળના મહેલમાં એક પછી એક શાસકોએ વધારાનું બાંધકામ કરાયું હતું. આ મહેલની ભવ્યતા જોશો તો મુગ્ધ થઈ જશો. અહીં લીલા પથ્થર, કાંચ અને કોતરણીથી અદભૂત કારીગરી કરવામાં આવી છે. તમને પેલેસના ઉપરના રુમના બેડરુમમાં ઈરોટિક પેઈન્ટિંગ્સ પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *