લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ દેશઓ ભારત સાથે 15 મી ઓગસ્ટે કરશે ઉજવણી

Posted by

આપણે સૌ ભારત વાશીઓ જાણીએ જ છીએ કે 15 મી ઑગસ્ટ એ આપણો ભારત દેશ આઝાદ થયો હતો. આ નિમિતે આપણા દરેક ભારત વાસીઓ 15 મી ઑગસ્ટની ઉજવણી કરે છે. અને ખુબજ ઉત્સાહપૂર્વક 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરે છે. દેશવાસીઓ એક દિવસ બાદ દેશ આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઉજવશે.

સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હશે ત્યારે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયે આપણને ૭૨ વર્ષ થશે. આ અવસરે દેશમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે ૧પ ઓગસ્ટ ઉજવે છે. ચાલો જાણીએ ભારત સિવાય આ કયા દેશ છે.

તમે નથી જાણતા પરંતુ ભારત સાથે ઘણા દેશો 15 મી ઓગસ્ટની ઉજવણી કરે છે. જાણો કયાં છે તે દેશ, ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ ૧૫મી આૅગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરે છે.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા

ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ ૧૫મી ઓગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરે છે. દક્ષિણ કોરિયા ૧૫ આૅગસ્ટ ૧૯૪૫ ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે તેમનો ૭પમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. કોરિયાએ આ દિવસે યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરે છે.

બહેરીન

ભારત સિવાય બહેરીન પણ 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરે છે. અને 15 મી ઑગસ્ટ ને ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવે છે. ૧૫ આૅગસ્ટ ૧૯૭૧ ના દિને બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ ૧૯૬૦ ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ ૧૫મી આૅગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન ૧૬મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વાતંત્ર્યદિન તો ૧૫મી આૅગસ્ટ જ છે. 15 મી ઓગસ્ટ બહેરીન પણ ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવે છે. અને બહેરીન પણ આ તહેવાર ખૂબ શાંતિ પૂર્વક ઉજવે છે.

કોંગો

ભારત સાથે કોંગો પણ 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરે છે. કોંગો પર 1880 થી ફ્રાન્સ નો કબજો હતો. પરંતુ 15 મી ઑગસ્ટ 1960 ના રોજ આ દેશ આઝાદ થઈ ગયો હતો. રિપબ્લિક ઓફએ એક મધ્ય આફ્રિકન દેશ છે જેણે ૧૫ આૅગસ્ટ ૧૯૬૦ ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો ૬૦ મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ ૧૮૮૦ થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.આપણાં દેશ ની સાથે સાથે કોંગો દેશ પણ 15 મી ઑગસ્ટ ની ખુબજ સારી રીતે ઉજવણી કરે છે.

લિકટંસ્ટીન

લિકટંસ્ટીન પણ એક એવો દેશ છે જે 15 મી ઑગસ્ટ ના દિવસે આઝાદ થયો હતો. આ દેશ પણ ભારત દેશ ની જેમ 15 મી ઓગસ્ટ ની ઉજવણી કરે છે. લિકટંસ્ટીનને ૧૫ આૅગસ્ટ ૧૮૬૬ ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો માનો એક છે. આ દેશ બીજા દેશ કરતા ખુબજ નાનો છે. પરંતુ આ દેશ પણ 15 મી ઑગસ્ટ ના દિવસે જર્મનીથી આઝાદ થયો હતો. આ દેશ પણ 15 મી ઓગસ્ટ ની ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *