લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ છે ત્રિફલા ચૂર્ણ, વાંચો એના ફાયદા

Posted by

આંબલી, બહેડા અને હરડ ના મિશ્રણ ને ત્રિફલા કહેવામાં આવે છે આર્યુવેદીક માં ત્રિફલા ને ખૂબ અસરકારક માનવામાં આવ્યું છે અને આનું ચૂર્ણ ખાવાથી ઘણા પ્રકાર ના રોગો થઈ છુટકારો મળે છે ત્રિફલા ચૂર્ણ ના ફાયદા ક્યાં ક્યાં છે અને એને કેવી રીતે ખાવામાં આવે છે એની જાણકારી આ પ્રકારે છે.

ત્રિફલા ચૂર્ણ ના ફાયદા

કમજોરી દૂર કરે

શરીરમાં કમજોરીની સમસ્યા થવા પર તમે ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરો. અને એને ખાવાથી શરીર ને શક્તિ મળે છે અને શરીર આસાનીથી થાકતું નથી તમે એક ચમચી ચૂર્ણ લઇને ઘી કે સુગર અથવા મધ મેળવીને એનું સેવન કરો. રોજ આનું સેવન કરવાથી શરીર માં શક્તિ આવી જશે તમે ઇચ્છો તો પાણી સાથે પણ લઈ શકો છો.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

 

ત્રિફલા ચૂર્ણ ખાવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને શરીર ને ઘણી બીમારીઓથી લડવાની શક્તિ આપે છે. આને ખાવાથી સરદી તાવ જેવું બીમારીઓ જલ્દીથી નથી થતી. માટે જેમને સરદી કે તાવ આવે એ લોકો એ આ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઇએ.

હાઈ બ્લડ પ્રેશરથી મળે રાહત

બ્લડ પ્રેશરની સમસ્યા આજે ઘણા લોકોમાં જોવા મળે છે વધારે બ્લડ પેશર થવા પર ત્રિફલાનું સેવન કરો. આને ખાવાથી બ્લડ પ્રેશર ઠીક થઈ જશે. જે લોકો બ્લડ પ્રેશરથી પરેશાન છે એ લોકો રાત્રે સુતા સમયે દૂધ સાથે લો એક વિક સુધી ત્રિફલા ખાવાથી બ્લડ પેશર દૂર થઈ જશે.

કબજિયાત થી રાહત મળે.

ત્રિફલા ચૂર્ણ ખાવાથી કબજિયાતની બીમારી પણ દૂર થઈ શકે છે જે લોકો કબજિયાતથી પરેશાન છે એ લોકો ગરમ પાણી સાથે ત્રિફલા નો ઉપયોગ કરે, આને ખાવાથી તમારા પેટ સાફ થઇ જશે.

આંખો ના રોગ દૂર કરે

ત્રિફલા ચૂર્ણ ખાવાથી આંખોના ના પણ ઘણા રોગો દૂર થઈ શકે છે જે લોકો ને આંખો માં જલન થાય છે એ લોકો આ ચૂર્ણ ને ઠંડા પાણીમાં મિલાવી ને એ પાણીથી આંખો ને ધોઈ લો, એના ઉપરાંત મોતિયા અને આંખોની રોશની ઓછી હોવાની સમસ્યા પર તમે આ ચૂર્ણમાં એક ચમચી ગાયનું ઘી અને મધ મેળવીને આ મિશ્રણનું સેવન કરો એનાથી આંખો પર સારી અસર પડશે.

માથા નો દુખાવો દૂર કરે

માથાનો દુખાવો થવા પર તમે ત્રિફલા ચૂર્ણમાં, હળદર અને ગિલોઈ ને મેળવી ને એક મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણની સેવન કરો. આનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જશે.

મોટાપો દૂર કરે

મોટાપાથી પરેશાન લોકો ત્રિફલા ચૂર્ણનું સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મોટાપાની સમસ્યા દૂર થઈ જશે. મોટાપાથી પરેશાન લોકો રોજ સવારે મધની સાથે ત્રિફલાનું સેવન કરો અને અને પછી ગરમ પાણી પી લો. એક મહિના સુધી સેવન કરવાથી મોટાપો દૂર થઈ જશે.

દુર્ગંધ દૂર કરે

મો ના દુર્ગંધથી પરેશાન લોકો ત્રિફલા ચૂર્ણ નું મંજન કરો.ત્રિફલાનું મંજન કરવાથી મો દુર્ગંધ દૂર થઈ જશે એના ઉપરાંત એના કોગળા કરવાથી પણ મો ની દુર્ગંધ દૂર કરી શકાય છે તમે આનું દિવસ માં બે વાર એના કોગળા કરો.

શરીરના જહેરીલા પદાર્થ બહાર કાઢે

ત્રિફલા ચૂર્ણ ખાવાથી લોહી સુદ્ધ થાય છે અને શરીરમાંથી જહેરીલા પદાર્થ બહાર કાઢે છે.લોહી સુદ્ધ થવાથી મુહસાની સમસ્યા નથી થતી અને સરીર માં પીલિયા અને બ્રોકાઇટીશથી સરીર ને રક્ષણ મળે છે

ત્વચા માટે ફાયદાકારક

ત્રિફલા ના ફાયદા ત્વચાથી પણ જોડાયેલા છે આ ચૂર્ણ ના પાણીથી જો ચહેરો સાફ કરવામાં આવે તો ત્વચા મુલાયમ થઈ જાય છે અને જો જલન થાય તો આ પાણીને લગાવો જલન દૂર થઈ જશે. તમે બે ચમચી ત્રિફલાના ચૂર્ણ નું એને ઠંડા પાણીમાં મિલાવી લો અને એ પાણી થી ત્વચા ને ધોઈ લો દિવસ માં બે વાર ઉપયોગ કરવાથી ત્વચા સાફ થઇ જશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી

ત્રિફલા ચૂર્ણ ખાવાથી ડાયાબીટીસ નિયત્રણ માં રહે છે અને એને લગતા રોગોથી બચી શકાય છે ડાયાબીટીસ દર્દીઓ રોજ ત્રિફલાનો ચૂર્ણ પાણી સાથે લો એવું કરવાથી લોહીમાં શુગરનું સ્તર વધશે નહિ. ત્રિફલા પર કરેલા એક સંશોધનમાં આ વાત સાબિત કરવામાં આવી છે કે આવું સેવન કરવું ડાયાબિટીસના ના દર્દીઓ માટે ઉત્તમ છે અને એને ખાવાથી ડાયાબિટીસ કાબુ માં રહે છે.

ત્રિફલા ચૂર્ણના ખાવાના ફાયદા બીજા પણ છે અને એ ચૂર્ણને ખાવાથી ગેસ, પાચન ક્રિયા, પેટ ને લગતી બીમારી નથી થતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *