લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રતાનો સંબંધ પણ ગહેરો હોય છે પણ આમાં પણ આવી શકે છે દરાર, રાખો તેનું ધ્યાન

Posted by

લોહીના સંબંધોથી પણ વધારે ઘણા સંબંધો હૃદયની ખૂબ નજીક હોય છે. આ સંબંધ મિત્રતાનો છે. એક વ્યક્તિ ના જીવન માં પ્રેમ આવે કે ન આવે પણ એક સાચો મિત્ર હોવો ખૂબ જરૂરી છે એક મિત્ર માં તમને માં જેવો પ્રેમ મળે છે અને પિતા જેવી શક્તિ હોય છે. એક મિત્ર તમારા માટે ભાઈ અને બહેન પણ હોય છે. અને તમે તમારા મિત્રને તમારા તૂટેલા હૃદય અને પ્રેમની વાતો પણ કહી શકો છો.

આમ તો મિત્રો સાથે સારી વાત તો એ છે કે એ જલ્દી ખોટું નથી લગાડતા, તો પણ થોડી એવી વાતો એવી હોય છે જેનાથી તમારા અને તમારા મિત્ર માં દરાર પડી શકે છે એવા માં થોડી વાતો નું ધ્યાન રાખો જેનાથી તમારી મિત્રતા સારી રહે.

પૈસા ના આવે વચમાં

ઘણી વાર સંબધોમાં સૌથી મોટી દરારનું કારણ પૈસા હોય છે આર્થિક મુદ્દા હંમેશાં મિત્રોમાં મૂંઝવણ પેદા કરે છે. મિત્રોમાં પૈસાની લેવડદેવડ થતી હોય છે આ ખોટું પણ નથી પણ તમે તમારા મિત્રો પાસેથી પૈસા લો તો એને પાછા પણ આપો જો તમારો મિત્ર તમારા પૈસા પરત નથી કરતો તો તમે પૈસા વિશે એને વાત કરો. હા પણ એ વાતનું ધ્યાન રાખો કે પૈસા ને લઈને મન એવો ન હોવો જોઇએ જેનાથી તમારી મિત્રતા ના બગડે. નાણાકીય બાબતો અંગે ખુલીને વાત કરો હંમેશા હિસાબ રાખો અને કોઈ ગેરસમજ ન રાખો.

મિત્રતા અને પ્રોફેસન અલગ અલગ

મિત્રતાનો સૌથી મુશ્કેલ સમય એ છે કે જ્યારે બે મિત્રો એક જ વ્યવસાયમાં સાથે કામ કરે છે. આમ તો એ મજેદાર પણ હોય છે પરંતુ ક્યાંક આગળ વધવાની રેસમાં દોસ્તીનો સંબંધ પાછળ જવા લાગે છે એક જ જગ્યા એ કામ કરવા પર એક સમય એવો હોય છે જ્યારે તમે તમારી જાતને એક બીજા કરતા વધારે સારી બતાવવા ઈચ્છતા હોય છે એવા માં ઘણીવાર મિત્ર ની કમયાબી પર ઈર્ષા થવા લાગે છે. થઈ શકે ત્યાં સુધી એક સાથે કામ ના કરો. અને જો સાથે કામ કરી રહ્યા હોય તો કામની જગ્યા એ મિત્રતા ન બતાવો.

વધારે નિર્ભર રહેવું

મિત્રો એક બીજા ની જાન હોય છે,ઘણી મિત્રતા એટલી ગહેરી હોય છે કે તે લોહીના સંબંધો કરતાં પણ વધારે હોય છે. જો કે, મિત્રતાના સંબંધોમાં ક્યારેય ભાર ન બનાવવો જોઈએ જો તમારું કોઈ કામ મિત્રો વગર થઈ શકે છે તો એને કરી લો દરેક સમયે પોતાના મિત્ર પર કોઈ પણ કામ માટે નિર્ભર ન રહો. મિત્રતા પર નિર્ભર રહેવાની પણ એક મર્યાદા હોય છે. જો તમે જરૂરથી વધારે તમારા પર નિર્ભર રહેશો તો એ તમારાથી દુર રહેવાનું પસંદ કરશે.

મિત્રો ની વાતો ને જાહેર ના કરો

તમારા સૌથી વધારે સિક્રેટ કોઈ ની પાસે સેફ રહે છે તો એ છે તમારો મિત્ર. અને તમારો મિત્ર તમારા પર સૌથી વધારે ભરોસો કરીને પોતાના સિક્રેટ તમારી પાસે સેર કરતા હોય છે. કયારેય પણ મસ્તીમાં અથવા ભૂલીને પોતાના મિત્રોના સિક્રેટ કોઇ બીજા જોડે સેર ના કરો એમની ઘણી એવી વાતો હોય છે જેને એ તમારા સુધી સીમિત રાખતા હોય છે. જો તમે એના સિક્રેટ બીજા કોઈ ને કહો છો તો તમે એનો ભરોસો તોડો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *