ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે. આમ જોવા જઇએ તો એ બેક્ટેરિયલ જંતુથી ફેલાય છે. તે જંતુનું નામ સાલ્મોનેલા છે. સાલ્મોનેલા જંતુ ખાસ કરીને ચાર પ્રકારના છે જેમાં સાલ્મોનેલા ટાઇફી સૌથી વધારે ઘાતક છ
સાલ્મોનેલા બેક્ટેરિયા મોં દ્વારા આંતરડામાં પ્રવેશે છે. આંતરડા દ્વારા લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય છે. પરંતુ ક્યારેક ક્યારેક પિત્તાશયમાં પણ તે જોવા મળે છે.એવામાં હવે પ્રકાશ પર્વ દિવાળીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તહેવારોમાં જે તે ખાઈ-પીને તમે રોગોનો શિકાર ન બનો તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હાલ ડેન્ગ્યૂ પછી ટાઈફોઈડનો રોગચાળો ફેલાયો છે. ટાઈફોઈડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છે.
ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે. ખરાબ પાણી પીવાથી તેની અસર આંતરડાને થાય છે અને આંતરડાંમાં ચાંદાં પડે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ટાઇફોઇડ સ્વાસ્થ્યને લગતી એક ગંભીર સમસ્યા બની ગઇ છે.ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે.
આમ જોવા જઇએ તો એ બેક્ટેરિયલ જંતુથી ફેલાય છે. તે જંતુનું નામ સાલ્મોનેલા છે. સાલ્મોનેલા જંતુ ખાસ કરીને ચાર પ્રકારના છે જેમાં સાલ્મોનેલા ટાઇફી સૌથી વધારે ઘાતક છે. સાલ્મોનેલા બેક્ટેરિયા મોં દ્વારા આંતરડામાં પ્રવેશે છે. આંતરડા દ્વારા લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય છે. પરંતુ ક્યારેક ક્યારેક પિત્તાશયમાં પણ તે જોવા મળે છે.
જોવા મળતાં લક્ષણો ધીરે ધીરે વધતો તાવતાવ સાથે ઠંડી લાગવી પેટમાં દુખાવો થવો ઝાડા-ઊલટી થવા મગજનો તાવ ભૂખ ન લાગવી માથામાં દુખાવો થવોશરીરમાં કળતર થવું નબળાઇ લાગવી કબજિયાતની ફરિયાદ રહેવી પેટ ફૂલી જવું ધબકારા ધીમા પડી જવા.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો ડોક્ટરના સૂચન અનુસાર નિયમિત દવા લેવી જોઇએ.દર્દીએ ઢીલી ખીચડી, ભાત જેવો હલકો ખોરાક ખાવો જોઇએ.દર્દીને અલગ રૂમમાં રાખવો જોઇએ અને જે રૂમમાં રાખવામાં આવે તે સ્વચ્છ હોવો જોઇએ. ટાઇફોઇડમાં ધ્યાન આપવામાં ન આવે તો એ ફરી ઊથલો મારી શકે છે.
બેદરકારી રાખવામાં આવે તો કમળો, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, ઓસ્ટિયોમા-ઇલાઇટિસ તથા બેરાશપણાનો શિકાર બનાય છેટાઇફોઇડથી બચવા આટલું કરોજેની પર માખી બેસતી હોય એ આહાર ખાવાનું ટાળવું.ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો.
જમતા પહેલાં અને કુદરતી હજાતે ગયા બાદ સાબુથી સારી રીતે હાથ ધોવા. બહારનું જમવાનું અને પાણી પીવાનું ટાળવું જોઇએ. લગ્ન પ્રસંગે જમવું પડે તેમ હોય તો ગરમ ગરમ ખોરાક ખાવો જોઇએ. સલાડ, ચટણી વગેરે ખાવાનું ટાળવું જોઇએ.બરફના ગોળા અને બહારની પાણીપૂરી ન ખાવી જોઇએ. વાસી અને ઠંડો થઇ ગયેલો ખોરાક ન લેવો જોઇએ.
એમ.ડી. ફિઝિશિયન ડો. રાકેશ શર્મા કહે છે, ટાઇફોઇડનું ઇન્ફેક્શન થયા પછી તરત તેની અસર જોવા મળતી નથી. એટલે કે આજે પાણીપૂરી કે બરફ કે પછી કોઇ પણ ખાદ્ય પદાર્થ ખાધો હોય અને એ દ્વારા સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે એ પછી બીજા જ દિવસે તેનાં લક્ષણો દેખાતાં નથી પણ આશરે સાતથી આઠ દિવસ પછી જોવા મળે છે.
એની શરૂઆત બેચેની તથા તાવ સાથે થાય છે. ઘણા લોકોને નાકમાંથી લોહી પડે છે. તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે છે. જે ઘણા દિવસો સુધી ઊતરવાનું નામ લેતો નથી. તાવમાં વધઘટ થયા કરે છે પણ સામાન્ય થતો નથી. ઘણી વખત ઠંડી પણ લાગે છે. આ સિવાય પેટમાં દુખાવો થવો જેવી અનેક ફરિયાદ રહ્યા કરે છે.ટાઇફોઇડની અસર સાતથી ચૌદ દિવસ સુધી રહે છે. ઘણા દર્દીઓમાં તો બે બે મહિનાઓ સુધી તેનાં લક્ષણો દેખાય છે. એ પછી દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા પર આધાર રાખે છે. ટાઇફોઇડ સામાન્ય રીતે મોટા કરતાં બાળકોમાં થવાની સંભાવના વધારે છે.
ટાઇફોઇડનું નિદાન.
ટાઇફોઇડનું નિદાન ડોક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા કરી શકે છે. ટાઇફોઇડના ચોક્કસ નિદાન માટે જરૂર પડે ત્યારે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં બ્લડ ટેસ્ટ દ્વારા કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ કરવામાં આવે છે કારણ કે ઘણા દર્દીઓના વ્હાઇટ સેલ, પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઇ જાય છે. જો એવું થાય તો તેને વધારવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
પાંચથી સાત દિવસ પછી ટાઇફોઇડના જંતુનો વિકાસ થાય ત્યારબાદ તેમાં કઇ દવા ફાયદો કરે છે તે પણ ચકાસવામાં આવે છે. ટાઇફોઇડના લીધે આંતરડાં પર કે લિવર પર કેટલી અસર થઇ છે તે ચકાસવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ડોક્ટરને જરૂર જણાય તો પેટની સોનોગ્રાફી કરવામાં આવે છે જેમાં લિવરમાં સોજો અને પેટમાં પાણી છે કે કેમ તે જાણી શકાય છે.ટાઇફોઇડની સારવારમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય દર્દીને રહેતી ફરિયાદને આધારે દવા આપવામાં આવે છે.
હવે ટાઇફોઇડ માટે આધુનિક દવાઓ ઉપલબ્ધ છે તેથી તે પહેલાં જેટલો ડેન્જર રહ્યો નથી. પરંતુ દર્દી દ્વારા હલકો ખોરાક લેવામાં ન આવે તો આંતરડાંમાં પડેલાં ચાંદાં ઊંડાં પડતાં જાય છે. જો એ વધી જાય તો આંતરડાંમાં કાણું પડી શકે છે. જે કોમ્પ્લિકેશન ઊભાં કરે છે.
હવે ટાઇફોઇડની રસી ઉપલબ્ધ છે, તેથી જન્મજાત બાળકને 6થી 8 અઠવાડિયાનાં અંતરે બે ડોઝ લગાવી શકાય છે. એ પછી બાળક ત્રણ વર્ષનું થાય ત્યારે ફરી એક વખત રસી આપવી જરૂરી છે. ટાઇફોઇડમાં ધ્યાન આપવામાં ન આવે તો તે જીવલેણ સાબિતથઇ શકે છે.
ટાઇફોઇડના કુલ દર્દીઓમાં આશરે 75 ટકા દર્દીઓમાં નાનાં બાળકોનો સમાવેશ થાય છે.દુનિયાભરમાં આશરે બે લાખ જેટલા ટાઇફોઇડના દર્દીઓ મૃત્યુ પામે છે. એમાં સૌથી વધારે એટલે કે 85 ટકા લોકો સાઉથ એશિયાના છે.આટલી સાવધાની રાખોદર્દીને સખત તાવ રહેતો હોય તો તરત ડોક્ટર પાસે લઈ જઈ ઈલાજ કરાવો.100 ડિગ્રીથી વધુ તાવ રહ્યા કરે તો ડોક્ટરને તરત દેખાડવું.