સવાલ.અમારાં લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી મારી પત્નીનું માસિક ખૂબ જ અનિયમિત થઈ ગયું છે. ચાર-પાંચ મહિને એકાદ વાર આવે છે અને એને કારણે તેને સં@ભોગમાં પણ રસ નથી રહ્યો.
હું ખૂબ કહું તો તે તૈયાર થાય છે, પણ ખૂબ જ પીડા થાય છે. સમાગમ પછી બળતરા થાય છે અને ચામડી ઘસાવાને કારણે લોહી નીકળે છે.
એને કારણે હવે અમે સમા-ગમ કરવાનું ટાળીએ છીએ. મારી પત્ની મને મુખ-મૈથુનથી સંતોષ આપે છે, પણ તેને સંતોષ મળતો નથી એ તેને નથી ગમતું. પત્નીના પ્રાઇવેટ પાર્ટની ત્વચા ખૂબ જ પાતળી થઈ ગઈ છે એટલે હાથના ઘર્ષણથી પણ બળતરા થાય છે.
જવાબ.માસિકમાં અનિયમિતતાનો મતલબ એ કે તેને મેનોપૉઝની શરૂઆત થઈ ચૂકી છે. રજાનિવૃત્તિને કારણે સ્ત્રી પ્રજનનક્ષમતામાંથી નિવૃત્ત થાય છે, સેક્સ માણવાની ક્ષમતામાંથી નહીં.
સ્ત્રીઓ મેનોપૉઝ પછી પણ સેક્સ કરી શકે છે અને માણી પણ શકે છે. તમે ખોટી માન્યતાનો ભોગ બન્યા છો કે માસિક બંધ થયા પછી સમાગમ ન કરી શકાય. મેનોપૉઝ દરમ્યાન એસ્ટ્રોજન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. એને કારણે સ્ત્રીઓમાં ત્વચા પાતળી થવા લાગે છે.
માત્ર પ્રાઇવેટ પાર્ટની જ નહીં, ઓવરઑલ એ અસર થઈ શકે છે. જોકે એની સાથે યોનિમાર્ગમાં લુબ્રિકેશનનું પ્રમાણ પણ ઘટી જાય છે. પાતળી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી ઘસરકા થાય અને લોહી પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે.
તમે પહેલાંની જેમ ઝટપટ ફોર-પ્લેમાંથી સીધા સમાગમ તરફ જતા હો તો એને કારણે યોનિમાર્ગ ઇન્દ્રિયપ્રવેશ માટે તૈયાર નથી હોતો. એટલે જ કદાચ તમે જ્યારે પણ પ્રયત્ન કર્યો ત્યારે પત્નીને પીડા થઈ હશે. ચીકાશ ન હોવાથી ઘર્ષણને કારણે કોમળ ત્વચા ઘસાતાં એ પછી બળતરા પણ થાય છે. એટલે તમે પહેલાં કરતાં ફોર-પ્લેમાં થોડોક વધુ સમય ગાળો.
ત્યાર બાદ શુદ્ધ કોપરેલ તેલથી એ ભાગમાં ચીકાશ વાપરી શકો છો. આંગળીથી ચેક કરી લો કે ચીકણો સ્રાવ થયો છે કે નહીં. ચીકાશ થયા પછી આંગળી ફેરવશો કે યોનિપ્રવેશ કરશો તો ઘર્ષણ અને ઘસરકાનું પ્રમાણ ઘટશે અને આનંદ વધશે.
સવાલ.જ્યારે પહેલી વખત સે@ક્સ બાદ મહિલાઓની યોનિમાંથી લોહી નીકળે છે તો શું આ રક્તસ્ત્રાવને રોકવા માટે કોઇ દવા લેવાની જરૂર હોય છે કે પછી તે તેની રીતે બંધ થઇ જાય છે.
જવાબ.સામાન્ય રીતે લોહી નીકળવા પર કોઇ દવાની જરૂરત હોતી નથી રક્તસ્ત્રાવ અલ્પકાલિક એટલે કે થોડીક વાર માટે હોય છે. જો તે રોકાઇ રહ્યું નથી તો તેના માટે તમે સ્ત્રી રોગ નિષ્ણાંતની સલાહ લો.
જાતે ઇલાજ કરવો યોગ્ય નહીં રહે. કેટલીક વખત પાર્ટનરને વધારે ઉત્તેજના થવાના કારણે તે સે@ક્સ કરવા લાગે છે. પરંતુ કેટલીક એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સવાલ.હું 18 વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.
જવાબ.પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે.
ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
સવાલ.મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.તમને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે.
આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.
સવાલ.હું 27 વર્ષની પરિણીત મહિલા છું. મને વારંવાર સે@ક્સના વિચારો આવે છે. જ્યારે પણ હું કોઈ આકર્ષક માણસને જોઉં છું, ત્યારે મારું શરીર હલાવવા લાગે છે અને હું ખૂબ જ ઉત્સાહિત થઈ જાઉં છું.
મને એ વ્યક્તિ સાથે વળગી રહેવાનું અને પ્રેમમાં પડવાનું મન થાય છે. સે@ક્સ હૃદય પર હાવી થઈ જાય છે. વાસ્તવમાં, લગ્ન પછી, પતિ ક્યારેય જાતીય સંતોષ મેળવી શક્યો નહીં. શું હું અસામાન્ય છું? કૃપા કરીને યોગ્ય સલાહ આપો.
જવાબ.તમે જરાય અસામાન્ય નથી. તમે તમારા શરીરમાં બનતી અસામાન્ય વસ્તુઓ પર ધ્યાન આપી રહ્યા છો, આનાથી તે યોગ્ય થવાની શક્યતા વધી જાય છે.
તમારી સમસ્યા એક રોગ છે, તેને આદત પણ ગણી શકાય. મેડિકલની ભાષામાં તેને નિમ્ફોમેનિયા કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં ક્લિટોરિસનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે આવી સ્થિતિ થવા લાગે છે.
ક્યારેક હોર્મોન્સ વધવા પર પણ ક્લિટોરિસનું કદ મોટું થઈ જાય છે. આ વધુ જાતીય ઉત્તેજના તરફ દોરી જાય છે. આ માટે કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ અવશ્ય લો. જો કે ઓર્ગેનમ દવા લઈ શકાય છે, પરંતુ ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવાની સલાહ આપવામાં આવે છે.