ઉહ, આહ, સેક્સ દરમિયાન આ પ્રકારના અવાજો કાઢવાની શું જરૂર છે? શું તમને લાગે છે કે માત્ર પોર્ન ફિલ્મોમાં સેક્શુઅલ એક્ટ દરમિયાન અવાજ કાઢવામાં આવે છે અને રિયલ લાઈફમાં પણ લોકો આવું નથી કરતા? શું સેક્સ દરમિયાન અવાજ કાઢવાથી ઓર્ગેઝમ મેળવવામાં મદદ મળે છે અને પ્લેઝર વધે છે?
જો તમારા મનમાં પણ આવા કોઈ સવાલ છે તો જાણી લો આવા બધા જ પ્રશ્નનો જવાબ… સેક્સ દરમિયાન કેમ નીકળે છે અવાજો? એ વાતની સંભાવના વધારે છે કે તમે સેક્સ દરમિયાન એન્જોઈ કરી રહી છે કે કરી રહ્યા છો અને તેના આ કારણથી નેચરલી અવાજ નીકળે છે. જ્યારે પણ તમને પ્લેઝરનો અનુભવ થાય છે તો તમારો શરીર પર કંટ્રોલ રહેતો નથી. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે.
આ દરમિયાન જે અવાજ નીકળે છે તેના પર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. તેની બીજી સાઈડ ઈફેક્ટ પણ છે. બની શકે છે તમે ફેક સેક્સ એટલે કે બનાવટી સેક્સની કોશિશ કરો છો એટલા માટે વધારે અવાજ નીકળે છે. ઘણી વખત મેલ પાર્ટનરના ઈગો સેટિસ્ફાઈ કરવા માટે ફીમેલ પાર્ટનર અવાજ કાઢે છે.
તો સેક્સ દરમિયાન અવાજ કાઢવનો અર્થ શું? ટેક્નિકલી જોવામાં આવે તો moaning એટલે કે અવાજો કાઢવાનો અર્થ છે કે પાર્ટનર જે કરી રહ્યા છે તે તેનાથી તમને ફીલ ગુડ થઈ રહ્યું છે. અવાજ કાઢવો આ વાતનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યું છે તે તમને પસંદ છે. પરંતુ સાયલન્સ અને ચૂપ રહેવું તેનો અર્થ છે કે તમને એક્ટ પસંદ આવી રહ્યો નથી. જોકે દરેક વધારે અવાજથી સહજ અનુભવતું નથી.
એટલા માટે પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું નથી. શું અવાજ કાઢવાથી એક્ટ વધારે હોટ બને છે? Moaning એટલે કે સેક્સ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સેક્સી માનવામાં આવે છે અને મુખ્ય રીતે તેને પોઝિટિવ એક્સપીરિયંસ તરીકે જોવામાં આવે છે. બેડ પર તમારું પરફોર્મન્સ સારું છે કે નહીં, જો તેનું કન્ફર્મેશન તમને પાર્ટનરથી મળી જાય તો તેનાથી વધારે સારું શું હોય.
શીઘ્ર સ્ખલન રોકવા શું કરવું?
સવાલ: મારી ઉંમર 54 વર્ષ છે જ્યારે મારી વાઇફની ઉંમર 46 વર્ષ છે. અમારે બે બાળકો છે. હું ડાયાબિટિક છું અને મેં એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. મારું બીપી અને સુગર કન્ટ્રોલમાં છે અને હું છેલ્લાં બે વર્ષથી દવાઓ પર છું. છેલ્લા એક વર્ષથી હું ઇરેક્શન મેળવી શકતો નથી અને ઇન્ટરકોર્સ કરવાની ઇચ્છા ગુમાવી દીધી છે. આના માટેનું કારણ શું હોય શકે છે? જવાબ: એ કારણ કહેવું મુશ્કેલ છે. તમારે કારણ જાણવા માટે કોઈ સેક્સપર્ટને મળવું પડે.
સવાલ: હું 32 વર્ષનો છું. રિસન્ટલી કામને લઈને મેં ખૂબ જ સ્ટ્રેસનો સામનો કર્યો હતો અને મને હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થયું હતું. મને જે દવાઓ આપવામાં આવી છે એના લીધે હું એક મિનિટમાં જ ઇજેક્યુલેટ થઈ જાવ છું. આ પહેલાં એ સમયગાળો લગભગ 12 મિનિટ રહેતો હતો. હું ખૂબ જ ડિપ્રેસ્ડ છું. જો હું xylocain 2 percent જેલનો ઉપયોગ કરું એ યોગ્ય રહેશે? જવાબ: તમે તમારા પેનિસના ગ્લાન્સ પર એને એપ્લાય કરો અને 15 મિનિટ પછી એને વોશ કરો. વળી, તમારા ફિઝિશિયન પાસેથી ચેક કરાવો કે તમારી બ્લડ પ્રેશરની ટેબ્લેટ્સની કોઈ સાઇડ ઇફેક્ટસ થઈ છે કે નહીં.
સવાલ: હું 18 વર્ષની છું. મારા પીરિયડ્સ પૂરા થયા પછી મેં મારા પાર્ટનર સાથે સેક્સ કર્યું હતું. મેં ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધી હતી. કેમ કે અમે કોન્ડોમનો ઉપયોગ નહોતો કર્યો. જોકે, એક અઠવાડિયામાં મારા પીરિયડ્સ ફરી શરૂ થઈ ગયા. શું આ નેચરલ છે? જવાબ: આ નેચરલ નથી, પરંતુ તમે જે પિલ લીધી છે એની આ સાઇડ ઇફેક્ટ હોય શકે છે. પિલ એવોઇડ કરો અને તમારો પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ કરે એવો હંમેશા આગ્રહ રાખો.