લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શુ તમે ઉધરસ થી પરેશાન છો તો અજમાવો આ એક જ ઉપાય અને અઠવાડિયા માં રાહત મેળવો.

Posted by

મિત્રો સૂકી ઉધરસ કોઈપણ રૂતુ માં થઈ શકે છે, જેનું પ્રમાણ ઠંડી માં વધારે હોય છે. ઉધરસ એ એક દુઃખદાયક બીમારી પણ છે. ઘણીવાર શરદી તો દૂર થઈ જાય છે પરંતુ ઉધરસ ઘણા દિવસો સુધી ચાલતી રહે છે. કોઈ પણ રૂતુ ના બદલાવ સાથે એની અસર સૌથી પહેલાં આપણા શરીર પર દેખાય છે. જેથી લોકો ખાંસી અને શરદી ના શિકાર થઈ જઈએ છીએ. શરદી માં ગળું બંધ થવા થી લઈ ને નાક વેહવા સુધી ની સમસ્યા રહે છે. શરદી તો સારી થઈ જાય છે પણ ખાંસી ની સમસ્યા લાંબા સમય સુધી તમને હેરાન કરી શકે છે.

સૌથી વધારે દુખાવા વાળી ખાંસી એ વગર કફ વગર ની સૂકી ખાંસી હોય છે.ઉધરસ ના બે પ્રકાર હોય છે, એક સૂકી અને બીજી કફ વાળી ખાંસી. સૂકી ઉધરસ ગળા અને નાક માં જીવાણુઓ ના સંક્રમણ થી થાય છે. જેમાં સૂકી ખાંસી વધારે પીડા દાયક હોય છે કારણ કે એના થી એ અનુભવ થાય છે કે ગળા માં કંઈક ફસાયેલું છે. અને સતત ગળા માં ખટપટ થયા કરે છે. જે વધુ પડતી દુઃખદાયક હોય છે. તો આજે અમે તમને આને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારી ખાંસી મટી શકે છે.

સૂકી ઉધરસ ના આમ તો ઘણા કારણ હોય છે પણ નાક અને ગળા માં એલર્જી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઘણીવાર શ્વાસ ની બીમારી ના કારણે પણ સૂકી ઉધરસ થાઈ છે. શ્વાસ ની બીમારી માં પ્રમુખ રીતે અસ્થમા અને ટી.બી. ની બીમારી છે. શરદી, ફ્લૂ અથવા વાઇરલ ઇન્ફેક્શન થઈ જાય તો એ પણ સૂકી ઉધરસ નું કારણ હોઈ શકે છે. કેટલીક દવાઓ ના સતત ઉપયોગ થી પણ તમને સૂકી ઉધરસ ની સમસ્યા થઈ શકે છે.

લસણ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે. જે તમારી ઉધરસ ને સારી કરી શકે છે. તો મિત્રો લસણ ને ઉકાળી, શેકી કે પછી ગરમ કરી ને મધ ની સાથે ખાવા થી સૂકી ઉધરસ માં જલ્દી આરામ મળે છે.

આદું નો ઉપયોગ એ બહુ જૂનો અને સારો ઉપાય છે. ઉધરસ ને દૂર ભગાડવા માટે આદુ નો ઉકાળો એક સારો ઉપાય છે.આદુ ને પાણી માં ઉકાળી થોડુ મધ ની સાથે પીવા થી ઉધરસ માં આરામ મળે છે.

મધ ની સાથે લીંબુ ના મિશ્રણ ના સેવન થી તમને ઉધરસ અને ખીચખીચ થી રાહત મળે છે.

હળદર એક આયુર્વેદિક અને પ્રાકૃતિક સિજ છે. હળદર, તજ, કાળા મરી ને એક સાથે મિક્સ કરી ને તેનો ઉકાળો બનાવી ને પીવાથી ઉધારસ માં રાહત મળે છે.

ઉધરસ અને શરદી માટે નમક વાળા ગરમ પાણી ને સૌથી સારી દવા માનવા માં આવે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી મીઠું મેળવી ને કોગળા કરવા થી સૂકી ઉધરસ માં રાહત મળે છે. આવું કરવા થી ગળા નો દુખાવો પણ સારો થઈ જાય છે. આની સાથે જ સૂકી ઉધરસ થી પણ રાહત મળે છે.

કાળી મરી એ પોતાના પ્રાકૃતિક ઔષધીય ગુણો માટે ખૂબ જાણીતી છે. જેમાં ઉધરસ રોકવા ના આવશ્યક ગુણો પણ જોવા મળે છે. કાળા મરી ને દળી ને ત્યારબાદ એને ઘી માં સેકી ને ખાવા થી ઉધરસ થી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *