લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ત્વચા પર ના દાગ ઘબ્બાથી લઈને બીમારીઓ મિનિટમાં દૂર કરે છે ફટકડી – જાણી લો તેના ફાયદા વિશે

Posted by

ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને તેની મદદથી રોગો અને બીમારી દૂર કરી શકાય છે. બજારમાં બે પ્રકારની ફટકડી મળે છે.જેમાં એક ફટકડીનો રંગ લાલ હોય છે. અને એક નો સફેદ, આયુર્વેર્દીકમા ફટકડી ને લાભદાયક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા જ નહિ પણ ચેહરો પણ સારો થાય છે. તો આવો જાણીએ ફટકડી ના ફાયદા.

ફટકડી સાથે જોડાયેલા છે આ ફાયદા.

દાગ દૂર થાય છે.

ચેહરા પર દાગ હોય તો ફટકડી લગાવી શકો છે. ફટકડી લાગવાથી દાગ દૂર થાય છે. દાગ હોય તો ચેહરા પર ફટકડીની માલિશ કરો અને પછી પાણીથી ચેહરો સાફ કરો. એવું કરવાથી તમારો ચેહરો ખીલી જશે.

દાંત નું દર્દ દૂર થશે.

જો તમને દાંત નો દુખાવો થાય છે, તો ફટકડી નાખીને પાવડર બનાવો અને આ પાવડર તમારા દાંત પર લગાવો. આ પાવડરને દાંત પર 15 મિનિટ માટે રહેવા દો અને 15 મિનિટ પછી તમે કોગળા કરો. આ પ્રક્રિયા દિવસમાં બે વાર કરો. દાંતના દુખાવાથી તમને તત્કાળ રાહત મળશે.

પરસેવાના ગંધથી રાહત.

જેમને વધારે પરસેવો આવે છે તેઓએ ફટકડીના પાણીથી સ્નાન કરવું જોઈએ. ફટકડીથી નહાવાથી પરસેવાની થતી મુશ્કેલીમાં રાહત મળશે. તમે નહાવાના પાણીની અંદર થોડી ફટકડી મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો.

ઈજાથી રાહત મળે છે.

ઇજાના કિસ્સામાં, ફટકડીનો ઉપયોગ કરો અને ઘા થયો હોય તેના પર ફટકડી ને લગાવો. આ કરવાથી, ઘા માંથી લોહી નીકળશે નહીં. જો તમને ઈજા થાય છે,તો પાણીમાં ફટકડી નાખો અને પછી આ પાણીથી ઘા ને સારી રીતે ધોઈ લો. પણ તમે ઘા પર ફટકડી ઘસી શકો છો.

ખાંસી અને કફથી રાહત મળે.

ખાંસી અને કફ સમસ્યાથી પીડિત લોકોએ ફટકડી લેવી જોઈએ. ફટકડી ખાવાથી આ બંને સમસ્યાઓથી રાહત મળે છે. તમે થોડું ફટકડી લો અને પીસી લો. ત્યારબાદ તેમાં મધ નાખો અને તેનું મિશ્રણ લો. આ મિશ્રણ ખાવાથી તમે ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મેળવશો.

જુ ને મારે છે.

જ્યારે તમારા માથામાં જૂ હોય, તો તમારા વાળને ફટકડીના પાણીથી ધોઈ લો.ફટકડીના ઉપયોગથી જૂઓ મરી જશે. તમે ખાલી વાળ ધોવાના પાણીની અંદર ફટકડી મૂકી અને પછી આ પાણીથી તમારા વાળ ધોઈ લો. ખરેખર, ફટકડીની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે જૂને મારી નાખે છે અને માથાની ત્વચા પણ સાફ થઈ જાય છે.

આ વાતોનું ધ્યાન રાખો.

ફટકડી નો ઉપાયો વધાર પડતો નહિ કરવો. જો વધારે સેવન કરવાથી તમને ઊલટી અસર પડે અને છે. અને નાના છોકરાને ફટકડી ના ખાવી તે તેમના માટે હાનિકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *