લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સતત સેક્સના વિચારો આવતા હોય તો શું કરવું?

Posted by

સવાલ: મારી ઉંમર 18 વર્ષ છે. મારા બ્રેસ્ટ્સ ખૂબ જ લાર્જ છે અને આટલું અધૂરું હોય એમ એક બ્રેસ્ટ બીજા કરતાં મોટું છે. એના લીધે મને ખૂબ જ શરમ આવે છે. આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન છે? જવાબ: પ્લીઝ કોસ્મેટિક સર્જનને મળો. તેઓ કદાચ તમને એડ્વાઇસ આપી શકશે. મારું સજેશન છે કે આ ઉંમરે જો તમે સેલ્ફ કોન્ફિડન્સ સતત ગુમાવતા રહેતા હોય તો જ તમારે તમારા બોડી સાથે ઇન્ટરફીઅર કરવું જોઈએ.

સવાલ: મારી ઉંમર 42 વર્ષ છે. મારી વાઇફ અને હું અલગ થયા છીએ, પરંતુ મને સેક્સની ખૂબ ઇચ્છા થાય છે. હું જાણવા માગું છું કે માર્કેટમાં મળતી સેક્સ ડોલ્સનો ઉપયોગ સેફ રહેશે? શું એનાથી મારી સેક્સ્યુઅલ હેલ્થ પર અસર થશે? જવાબ: તમે જ્યારે રિયલનો ટેસ્ટ કર્યો છે ત્યારે શા માટે આર્ટિફિશિયલ ઓપ્શન પસંદ કરવો જોઈએ? સેક્સ ડોલ્સની તમારી સેક્સ્યુઅલ હેલ્થ પર નહિ પણ કદાચ વેલ્થ પર અસર થઈ શકે છે.

સવાલ: હું 25 વર્ષનો અનમેરિડ યુવક છું. મને સેક્સનું ખૂબ જ અબ્સેશન છે. જોકે, હું વર્જિન છું. હું મારી ઇચ્છાઓ સંતોષવા માટે સેક્સ વર્કર પાસે જવા માગું છું, પણ મેરેજ થાય ત્યાં સુધી હું વર્જિન રહેવા માગતો હોવાથી મને ખૂબ ડર લાગે છે. હંમેશા મારા દિમાગમાં સેક્સના જ વિચારો રહે છે. મારે શું કરવું જોઈએ? હું ખરેખર ખૂબ મુશ્કેલીમાં છું.

જવાબ: તમે જે કંઈ અનુભવી રહ્યા છો એમાં કશું જ અસામાન્ય નથી. અનેક યંગસ્ટર્સ તમારા જેવી જ લાગણીઓ અનુભવતા હોય છે. સેક્સ વર્કર પાસે જવાનું એવોઇડ કરો અને એના બદલે માસ્ટરબેશનથી તમારી ઇચ્છાઓ સંતોષો. વધારે જાણવા માટે ‘ઇટ્સ નોર્મલ’ બુક વાચો.

સવાલ: જે ક્ષણે મારી ગર્લફ્રેન્ડ સાથે ક્લોઝ ફિઝિકલ કોન્ટેક્ટ થાય છે કે તરત હું ઇજેક્યુલેટ થઈ જાવ છું. મને સ્ટિમ્યુલેશનની જરૂર પડતી નથી. શા માટે આમ થાય છે? જવાબ: આ ખૂબ જ સામાન્ય છે. તમે તમારા સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટને કન્ટ્રોલ કરી શકતા નથી. આ મામલે કશું જ અસામાન્ય નથી. દરરોજ સવારે તમે તમારા પાર્ટનરનો વિચાર કરીને સેક્સી ફોટોગ્રાફ તરફ જોવાની અને તમારા ઓવર એક્સાઇટમેન્ટને કન્ટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો. કદાચ કોઈ સેક્સપર્ટ તમને થોડી ટિપ્સ આપી શકે છે.

સવાલ: હું 25 વર્ષની યુવતી છું. હું વર્જિન છું. મારા એન્ગેજમેન્ટ થયા છે. મને મારા પાર્ટનર સાથે સેક્સ કરવાનો ખૂબ ડર લાગે છે. હું તેમને નિરાશ તો નહિ કરું ને એવો મને ડર લાગે છે. મારે શું કરવું જોઈએ?
જવાબ: તમારે કોઈ સેક્સપર્ટ કે ગાઇનેકોલોજિસ્ટને મળવું જોઈએ કે જેઓ તમારો ડર દૂર કરવામાં તમને મદદ કરશે.

સવાલ: હું 20 વર્ષનો યુવક છું. માસ્ટરબેટિંગ પછી મને ખૂબ થાક લાગે છે, ખાસ કરીને રાત્રે. મને માથામાં ખૂબ જ દુખાવો થાય છે અને એ પછી હું સુઈ શકતો નથી. આ વર્ષની શરૂઆતમાં મને હાઈ બીપી હોવાનું નિદાન થયું છે. શું આ આફ્ટર ઇફેક્ટ્સ માટેનું આ કારણ છે? જો હું માસ્ટરબેટિંગ કરવાનું બંધ કરું તો એ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે.
જવાબ: બેસ્ટ વિકલ્પ તો એ જ છે કે તમે તમારા ફિઝિશિયન પાસે જાવ કે જે તમારું બ્લડ પ્રેશર સ્ટેબિલાઇઝ કરે.

સવાલ: હું 18 વર્ષની છું. મારા પીરિયડ્સ પૂરા થયા પછી મેં મારા પાર્ટનર સાથે સેક્સ કર્યું હતું. મેં ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ લીધી હતી. કેમ કે અમે કોન્ડોમનો ઉપયોગ નહોતો કર્યો. જોકે, એક અઠવાડિયામાં મારા પીરિયડ્સ ફરી શરૂ થઈ ગયા. શું આ નેચરલ છે? જવાબ: આ નેચરલ નથી, પરંતુ તમે જે પિલ લીધી છે એની આ સાઇડ ઇફેક્ટ હોય શકે છે. પિલ એવોઇડ કરો અને તમારો પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ કરે એવો હંમેશા આગ્રહ રાખો.

સવાલ: હું 32 વર્ષનો છું. રિસન્ટલી કામને લઈને મેં ખૂબ જ સ્ટ્રેસનો સામનો કર્યો હતો અને મને હાઈ બ્લડ પ્રેશર હોવાનું નિદાન થયું હતું. મને જે દવાઓ આપવામાં આવી છે એના લીધે હું એક મિનિટમાં જ ઇજેક્યુલેટ થઈ જાવ છું. આ પહેલાં એ સમયગાળો લગભગ 12 મિનિટ રહેતો હતો. હું ખૂબ જ ડિપ્રેસ્ડ છું. જો હું xylocain 2 percent જેલનો ઉપયોગ કરું એ યોગ્ય રહેશે? જવાબ: તમે તમારા પેનિસના ગ્લાન્સ પર એને એપ્લાય કરો અને 15 મિનિટ પછી એને વોશ કરો. વળી, તમારા ફિઝિશિયન પાસેથી ચેક કરાવો કે તમારી બ્લડ પ્રેશરની ટેબ્લેટ્સની કોઈ સાઇડ ઇફેક્ટસ થઈ છે કે નહીં.

સવાલ: મારી ઉંમર 28 વર્ષ છે. હું સેક્સ વિશે વાત કરવામાં સંકોચ અને ખચકાટ અનુભવું છું. એના લીધે મારી ફ્યુચર વાઇફ અને મારી વચ્ચે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે. મારે શું કરવું જોઈએ? જવાબ: તમારે તેમની સાથે એ વિશે વાતચીત કરવી જોઈએ કે તમારા મેરેજ પછી તમે તેમને કેવી રીતે ખુશ રાખશો. વાતચીત દરમિયાન સેક્સ્યુઅલ બાબતો વિશે થોડી ઘણી વાત તો થવાની જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *