લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સમા-ગમ કર્યા બાદ વીર્ય યોની માંથી બહાર આવી જાય છે શુ પ્રેગ્નટ થવામાં કોઈ તફલિક થાય ખરી?.

Posted by

સવાલ.હું 26 વર્ષની યુવતી છું સગાઈ થઈ ગઈ છે લગ્નને હવે થોડોક જ સમય બાકી છે પહેલાં હું ચશ્મા પહેરતી હતી પરંતુ લગ્નની વાત શરૂ થાય તે પહેલાં જ મને કોન્ટેક્ટ લેન્સ પહેરાવી દેવાયાં.

હું ઇચ્છતી હતી કે આ વાત છોકરાના સંબંધીઓને જણાવી દેવી પરંતુ મારા ઘરના લોકોએ એની ના પાડી હવે જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો જાય છે.

તેમ તેમ મારી ચિંતા વધતી જાય છે મને થાય છે લગ્ન પછી જો તેમને આ વાતની ખબર પડશે તો તેમનો મારા પરથી વિશ્વાસ ઊઠી જશે મારે શું કરવું જોઈએ?એક યુવતી(વલસાડ)

જવાબ.તમે એકદમ સાચું વિચારો છો લગ્નની વાત નક્કી થતી વખતે કોઈપણ હકીકત છુપાવવી ન જોઈએ હવે તમે પોતે જ જ્યારે તમારા ભાવિ પતિને મળો ત્યારે આ વાત તેને જણાવી દો.

તો સારું આથી છોકરાને પણ વાતની જાણ થઈ જશે અને તમને પણ ખબર પડી જશે કે આ વાતની છોકરા પર કેવી અસર થાય છે જેથી ભવિષ્યમાં આ બાબતે તમારી વચ્ચે કોઈ વિવાદ થાય નહીં.

સવાલ.હું 25 વર્ષની વિધવા અને બે બાળકોની માતા છું બે વરસ પહેલાં જ મારા પતિનું અકાળે અવસાન થયું હતું તેમનો એલ.આઈ.સી.નો વીમો પણ હતો શરૂઆતમાં મારા સાસરિયા પક્ષે મારી સાથે સારું વર્તન કર્યું.

અને જુદા જુદા કાગળો પર સહી કરાવી વીમાની તમામ રકમ પોતાના નામ પર કરાવી લીધી હું ખૂબ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું અત્યારે હું પી.ટી.સી.નો અભ્યાસ કરી રહી છું ઘણા સમયથી મેં મારાં બાળકોને પણ નથી જોયાં. હું શું કરું?એક મહિલા(ભરૂચ)

જવાબ.તમારી સમસ્યા ખરેખર ગંભીર છે તમારા પત્ર દ્વારા એ સ્પષ્ટ નથી થતું કે તમે અત્યારે ક્યાં રહો છો તમે અભ્યાસ પૂરો કરીને નોકરી ન મળે ત્યાં સુધી તમારાં માતા-પિતા અથવા ભાઈ-ભાભી પાસે રહો એ જ વધુ યોગ્ય છે બાળકોને તમારી પાસે રાખવા માટે કાનૂની કાર્યવાહી અંગે યોગ્ય વકીલની સલાહ લો.

સવાલ.હું 24 વર્ષની અપરિણીત યુવતી છું મારા પિતાના એક પરિણીત મિત્ર જે પચાસ વર્ષના છે તે અમારા ઘરે અવારનવાર આવે છે તેમને ત્રણ પુત્રીઓ છે.

તેઓ પુત્રઝંખના માટે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે જો પુત્ર આપવામાં અસફળ થાઉં તો પણ તેઓ મને સાથે રાખશે જ હું ચિંતિત છું કે મારાં કુટુંબીજનો આ લગ્ન માટે સંમતિ આપશે?એક યુવતી(પાદરા)

જવાબ.તમારી ઉંમર આવા નિર્ણયો લેવા માટે હજી ઘણી નાની કહેવાય તમે એ પુરુષની વાતોમાં ભોળવાઈ ગયાં હો એવું લાગે છ પચાસ વર્ષના પરિણીત અને ત્રણ છોકરીના પિતા સાથે માત્ર પુત્ર મેળવવા લગ્ન કરવાનો વિચાર ગેરવાજબી છે.

તમે ભવિષ્યમાં એને મળવાનું બંધ કરો અને જો એ મળવા માટે જબરજસ્તી કરે તો ડર રાખ્યા વિના તમારાં માતાપિતાને તેની જાણ કરો.

સવાલ.અમે નવા લગ્ન કર્યા છે અમારી સે-ક્સ લાઈફ સારી ચાલી રહી છે અમને બંનેને સંપૂર્ણ સંતોષ મળે છે પરંતુ સમસ્યા એ છે કે જ્યારે અમે મારા પતિના ડિસ્ચાર્જ પછી અલગ થઈએ છીએ ત્યારે મારા પ્રાઈવેટ પાર્ટમાંથી આખું વીર્ય બહાર આવે છે શું આ કારણે બાળકને જન્મ આપવામાં કોઈ તકલીફ થશે?એક યુવતી(નવસારી)

જવાબ.તમે કહ્યું કે તમને સમાગમમાં કોઈ સમસ્યા નથી આનો અર્થ એ છે કે તમારા બંનેને કામવાસના અને ઘૂંસપેંઠની કોઈ સમસ્યા નથી તમારી સમસ્યા પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળતા વીર્યની છે.

વાસ્તવમાં તમે જે પ્રાઈવેટ પાર્ટમાંથી બહાર નીકળતા જુઓ છો તે વીર્ય નથી વીર્ય એ પ્રવાહી છે જેના પર શુક્રાણુ તરે છે એકવાર પ્રાઇવેટ પાર્ટમાં ડિસ્ચાર્જ થયા પછી શુક્રાણુ ગર્ભાધાન માટે ઇંડાને મળવા માટે અંદર ધસી જાય છે.

શુક્રાણુ ઇંડાને મળે છે અને સ્ત્રી ગર્ભવતી થાય છે તે પછી જ ગર્ભની રચના થાય છે બાકીનું પ્રવાહી બહાર આવવાથી ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા નથી.

હા સારું થયા પછી તમારા બંને ઘૂંટણને વાળીને છાતી સુધી લાવો અને 10 થી 15 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો તેનાથી સમગ્ર સીમ અંદર રહેશે આનાથી વીર્યને અંદર સુધી પહોંચવામાં પણ સરળતા રહેશે.

સવાલ.હું 23 વર્ષનો યુવાન છું છેલ્લાં ચાર વર્ષથી હું ગાંજો પીઉં છું મેં સારું એવું જાતીય જીવન માણ્યું છે છતાં છેલ્લાં કેટલાક સમયથી હું શિશ્નની ઉત્તેજનાને લગતી સમસ્યાથી પીડાઉં છું એટલે કે મારું શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રાખી શકતો નથી.

તે ઢીલું પડી જાય છે મેં અશ્વિની અને વજોલી જેવી યૌગિક મુદ્રાઓના પ્રયોગો કરવાની તમારી સલાહ વિશે વાંચ્યું હતું પરંતુ એ સિવાય બીજા કોઇ ઉપાય તમે મને સૂચવી શકશો?એક યુવક(નડિયાદ)

જવાબ.તમારે સૌપ્રથમ ગાંજો પીવાનું છોડી દેવું જોઇએ કારણ કે તેનાથી કામતંત્ર પર ખરાબ અસર થાય છે હું તમને કોઇક ભરોસાપાત્ર લૅબોરેટરીમાં એકઠા કરેલા લોહીના નમૂના ૨૦-૨૦ મિનિટના ઇન્ટરવલ બાદ ત્રણ વખત લેવામાં આવતું.

અને પછી રોજિંદો ફેરફાર ટાળવા માટે ભેગું કરીને તપાસવમાં આવતું લોહી વડે તમારા સિરમટેસ્ટોસ્ટેરોન પુરુષ હોર્મોન ની ચકાસણી કરાવવાની સલાહ આપું છું આ ટેસ્ટના આધારે તમને આગળ સલાહ આપી શકાય ત્યાં સુધી તમે યૌગિક મુદ્રાઓ કરવાનું ચાલુ રાખશો એવી વિનંતી છે.

સવાલ.હું 29 વર્ષનો અપરિણીત યુવાન છું ૧૯૯૬માં પહેલી વાર મેં એક વેશ્યા સાથે કૉન્ડોમ વાપર્યા વગર સંભોગ કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી મને પગના સાંધાઓમાં દરદ થાય છે અને હું બેચેની અનુભવું છું ઉપરાંત મારું વજન પણ થોડુંક ઘટી ગયું છે.

મારા વ્યવસાયમાં મારે ખૂબ જ પ્રવાસ કરવો પડે છે છતાં મને ચિંતા થાય છે કે આ સમસ્યાઓ એચઆઇવીના ચેપને કારણે તો સર્જાઇ નહીં હોય?એચ આઇવીનાં લક્ષણો જણાવશો ૧૯૯૬ પછી મેં કોઇની સાથે સંભોગ કર્યો નથી મને ઇલાજ સૂચવશો.એક યુવક(કચ્છ)

જવાબ.તમે એચઆઇવી પોઝિટિવ હો તો પણ તમારામાં તેનાં લક્ષણો હોઇ શકે અથવા તમે સંપૂર્ણપણે એ લક્ષણોથી મુક્ત હોઇ શકો તમે કોઇક સારી લૅબોરેટરીમાં એચઆઇવીની ટેસ્ટ કરાવી લો તે વધારે ડહાપણભર્યું છે હકીકતમાં ઘણાં સેન્ટરોમાં ગુપ્ત રીતે એચઆઇવીનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *