લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રોટલીનો લોટ બાંધતી વખતે ઉમેરી દ્યો આ વસ્તુ, ગેસ-કબજિયાત, સાંધાના દુખાવા અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

Posted by

દરેક ઘરમાં રોટલી તો બત્તી જ હોય છે.કોઈપણ સબ્જી કે અથાણાં હોય તેની સાથે દરેક રોટલી ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે રોટલીમાં ૨ ચમચી અન્ય લોટ ઉમેરવાથી તેનો ગન બમણો થઇ શરીરને રોગ મુક્ત રાખી શક્ય છે એ પણ કોઈ પણ પ્રકારની દવા વગર. જી, હા આજે અમે એ જ જણાવા જઈ રહ્યા છીએ જેમાં રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં કોય લોટ ઉમેરવો અને તેનાથી શરીર ને શું ફાયદા થાય છે.

તમે સોયાબીનનું નામ તો સાંભળ્યુ હશે. સોયાબીનમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, ઉ૫રાંત તેમાં કેટલાક અન્ય આવશ્યક તત્વો પણ હોય છે જે આપણી પ્રવૃત્તિઓને ઉર્જાવાન બનાવે છે. સોયાબીન શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ઝેરી તત્વોને શોષી લે છે અને તેને બહાર કાઢી નાખે છે. કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ અથવા VDL શરીરના રક્ત પરિભ્રમણમાં ડિપ્રેશનની જેમ ખલેલ પહોંચાડે છે અને તે પછી હાર્ટ એટેક શક્યતા રહે છે.

સોયાબીનનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી આવા જોખમની શક્યતા ઓછી રહે છે અને શરીરના અન્ય કાર્યો પણ સરળતાથી ચાલે છે. રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં ૨ થી ૩ ચમચી સોયાબીનનો લોટ ઉમેરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત રોટલીના લોટ માં જઉનો લોટ ઉમેરવાથી પણ સ્વાસ્થ્યલક્ષી ફાયદા થાય છે.

કેલ્શિયમ અને આયર્નની ઉણ૫ ધરાવતી મહિલાઓ માટે સોયાબીન ખૂબ જ ઉપયોગી છે. તેમાં દૂધ કરતાં વધુ આયર્ન હોય છે. મીનોપોઝ પછી મહિલાઓને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, નાઈટ્રોજનની ઉણપને કારણે તેમના શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે અને હાડકાં નબળા પડવા લાગે છે. સોયાબીન વળી રોટલીના નિયમિત સેવનથી તેઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવાઇ રહે છે.

આ ઉપરાંત, જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવની રોટલી, દળીયા (રાબ), સત્તુ વગેરેનું સેવન થતું જ આવ્યું છે. જવમાં ભરપૂર પ્રમાણમાં અનેક પોષત તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે.

ડોક્ટરો કહે છે કે જવ ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે. એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય આ જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે.

જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) તૈયાર કરવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જવની રાબ સવારે નાસ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. સંશોધન મુજબ એક દર્દીને નિયમિત ત્રણ મહીના જવની રાબ લેવાથી ચાંદી બિલ્કુલ રૂઝાઈ ગયું અને આંતરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ ગયું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *