લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રિયલ લાઈફમાં ખુબજ બોલ્ડ લાગે છે માધવી ભાભી રહે છે આવા આલીશાન ઘરમાં,તસવીરો જોઈ અચક પામી જશો…

Posted by

મિત્રો આજે આપણે ખાસ જાણીશું તારક મહેતાં કા ઉલ્ટા ચશ્માંની માધવી ભાભી ની લાઇફસ્ટાઇલ વિશે.તેઓ રિયલ લાઈફમાં ખુબજ ફોરવડ હોત લુકમાં જોવા મળે છે.સબ ટીવીના કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘર ઘરમાં જાણીતી બનેલ સોનાલીકા જોશી એટલે કે માધવી ભાભી તરીકેની એક સુવ્યવસ્થિત છવી દર્શકોમાં ધરાવે છે.શોમાં જોવા મળતો માધવી ભાભીનો સિમ્પલ લુક છે.49 વર્ષીય સોનાલિકા જોષી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની માધવીભાભી હાલમાં મુંબઈમાં કાંદિવલી ઈસ્ટમાં રહે છે. સોનાલિકાના ફ્લેટમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવતા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે.

અહીંયા 27 માર્ચથી 14 દિવસ માટે સીલ રહેશે.આટલું જ નહીં બિલ્ડિંગમાં રહેતા લોકોને ક્વૉરન્ટીન રહેવાનું કહેવામાં આવ્યું છે.માધવીભાભીના કાંદિવલી ઘરની અંદરની તસવીરોનો આપણે નજારો માણીશું. એક અંદાજ પ્રમાણે આ ઘરની કિંમત 80 લાખથી 1 કરોડની વચ્ચે છે.માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીને નેચરની નજીક રહેવું ગમે છે. સીરિયલ હિટ જતાં તે મુંબઈના પોશ એરિયામાં સામેલ એવા કાંદિવલી વિસ્તારમાં પોતાનું ઘર ખરીદવા સક્ષમ બની.સીરિયલમાં આત્મારામ ભીડેની પત્ની તેમજ એક પુત્રી સોનુની મા માધવી રીઅલ લાઇફમાં પણ પરણિત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલિકા જોશીએ 5 એપ્રિલ 2004એ સમીર જોશીની સાથે લગ્ન કર્યા હતા.સોનાલિકા અને સમીરની એક પુત્રી પણ છે.જેનું નામ આર્યા જોશી છે.મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકાનો જન્મ 5, જૂન 1976માં થયો હતો.સોનાલિકાએ તેની કોલેજનો અભ્યાસ યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી કર્યો તેણે તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી.તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભીડેનું પાત્ર ભજવતા પહેલા તે વારસ સરેચ સરસ અને જુલુક જેવા મરાઠી સીરિયલોમાં નજરે પડી ચુકી છે.સોનાલિકાએ પોતાનું આ ડ્રીમ હાઉસ વર્ષ 2013માં ખરીદ્યું હતું.

સોનાલિકાના મતે, કોઈ પણ વ્યક્તિ તેના ઘરના પ્રેમમાં પડી શકે છે. તે આજે પણ ઘર કેવી રીતે સુંદર દેખાય તે માટે સતત પ્રયત્નો કરે છે.ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની અને મંદાર આત્મારામ ભીડેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.સોનાલિકા પૂજા રૂમથી લઈ રસોડું તથા બેડરૂમને સતત ડેકોરેટ કરે છે.

જેથી ઘર હજી વધુ સુંદર લાગી શકે. સોનાલિકા માને છે કે પતિના સપોર્ટ વગર તે ક્યારેય આ નવું ઘર લઈ શકી ના હોત.સોનાલિકાએ કહ્યું હતું કે તે વાસ્તુમાં બહુ જ આસ્થા ધરાવે છે અને તેણે પોતાનું ઘર એ જ રીતે સજાવ્યું છે. તેને આર્ટના નાના-નાના પીસ ઘણાં જ પસંદ છે અને તેણે ઘરમાં એ રીતના પીસ મૂક્યા પણ છે.સોનાલિકા પોતાના ઘરને બહુ જ પ્રેમ કરે છે, તે માને છે કે તેનું ઘરમાં ઘણી જ પોઝિટિવિટી રહેલી છે અને ઘરની અંદર પ્રવેશ કરતાં જ એક હાશકારો અનુભવાય છે.

કાંદિવલીમાં ફ્લેટ ખરીદ્યો એ પહેલાં સોનાલિકી જોષી પતિ સમીર તથા દીકરી આર્યા સાથે બોરિવલીમાં એક બેડરૂમ, કિચનના ફ્લેટમાં રહેતી હતી.સોનાલિકા જોષીએ ગયા વર્ષે એમજી હેક્ટર કાર ખરીદી હતી. આ કારની અંદાજીત કિંમત 13 લાખ હોવાનું માનવામાં આવે છે.શોમાં સૌની ફેવરિટ માધવી ભાભીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવે છે, સીરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં નજરે પડનારી સોનાલિકા તેની સાદગી તેમજ બોલવા પરથી ઓડિયન્સ વચ્ચે પોપ્યુલર છે.

એક રિપોર્ટ અનુસાર સોનાલિકા તારક મહેતાના ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા પર રોજના 25 હજાર રૂપિયા લે છે.સોનાલિકા જોષીએ પોતાના કિચનને ઘણાં જ પ્રેમથી સજાવ્યું છે.કિચન ફર્નિચરમાં મરૂન અને વ્હાઈટ રંગનું ફર્નિચર રાખ્યું છે, જે આગવો ઉઠાવ આપે છે.સોનાલિકા ભગવાનમાં ઘણી જ આસ્થા ધરાવે છે. તેણે રૂમની અંદર જ એક દિવાલ પર પૂજા રૂમ તૈયાર કર્યો છે.

અહીંયા તે રોજ સવારે પૂજા અર્ચના કરતી હોય છે.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં સોનાલીકા જોશી એક સીધી સરળ ગૃહિણીનું પાત્ર ભજવી રહી છે. જેનું નામ માધવી આત્મારામ ભીડે છે. માધવીના પતિ એટલે કે આત્મારામ ભીડે ગોકુલ ધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી છે ઉપરાંત ટ્યુશન કલાસીસ પણ ચલાવે છે. જયારે માધવી ભાભી પતિને મદદ કરવા માટે અને વધારે આવક મેળવવા માટે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *