જો તમે વિચારો છો કે યુવાવસ્થામાં ખાસ કરીને ટ્વેન્ટિઝમાં માણેલું સેક્સ જ બેસ્ટ અને અદભૂત હોય છે, તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. મોટાભાગના લોકોના વિચારો અને માન્યતા આવી જ હોય છે કે જવાન હોય ત્યારે જ સેક્સની મજા લઈ શકે છે. પરંતુ આવું હંમેશા બધા સાથે નથી થતું.
અમેરિકાની એક વેબસાઈટ મેચડોટકોમ તરફથી 2018માં એક રિસર્ચ કરાવાયું હતું, જેને સિંગલ્સ ઈન અમેરિકા નામ આપાયું હતું. આ રિસર્ચમાં મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે 60 વર્ષની ઉંમરે કરાયેલું સેક્સ તેમની લાઈફનું સૌથી બેસ્ટ સેક્સ હતું.
રિસર્ચ 66 વર્ષની સિંગલ મહિલાઓ અને 64 વર્ષના સિંગલ પુરુષો પર કરાઈ હતી. એવામાં તમને જણાવી દઈએ કે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી.સેક્સ કરવા માટે તમારી અંદર માત્ર ઈચ્છા હોવું જ પૂરતું છે. એવામાં આ રિસર્ચ તમારી એવી કોઈપણ ગેરમાન્યતાને દૂર કરી શકે છે. જેમાં કહેવાય છે કે સારા સેક્સ અનુભવ માટે તમારા જવાન હોવું અને સારી બોડી હોવી જરૂરી છે. આ અભ્યાસમાં એ વાત સામે આવી કે લગભગ 75 ટકા વૃદ્ધ પોતાની સેક્સ લાઈફથી ખુબ ખુશ હતા.
આ પાછળનું સૌથી મોટું કારણ આ ઉંમર સુધીમાં તેમને સારી રીતે માલુમ પડી જાય છે કે પાર્ટનર સાથે બેડમાં શું અને કેવી રીતે કરવું જોઈએ. આ રિસર્ચથી જે મહત્વપૂર્ણ વાત સામે આવી છે તે મુજબ માત્ર સેક્સ જ નહીં પરંતુ લાઈફને પણ ખુલીને એન્જોય કરવી જોઈએ. 60 વર્ષની ઉંમરે તમે બેસ્ટ સેક્સ એટલા માટે કરી શકો છો કારણ કે આ સમયે તમારી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે અને તમારે શું જોઈએ છે તે ખબર હોય છે.
આ ફૂડ્સ ખાધા પછી ક્યારેય ન માણવું જોઈએ સેક્સ
ફ્રેન્ચ ફ્રાઈસ: ફ્રેન્ચ ફ્રાઈઝમાં ટ્રાન્સફેન્ટ હોય છે. જેથી ટેસ્ટેસ્ટેરોન લેવલ અને સર્ક્યુલેશનને અસર પહોંચે છે. આ સાથે જ ફ્રાઈઝમાં મીઠાની માત્રા પણ વધારે હોય છે. જેથી પુરુષોને ઈરેક્શનમાં મુશ્કેલી થઈ શકે છે.
દારુ: દારુથી મેલટોનિન લેવલ વધે છે. જેને સ્લીપ હોર્મોનના નામથી પણ ઓળખવામાં આવે છે. લોકો ભલે ઉત્તેજના વધારવા માટે દારુ પીવે પરંતુ તેનાથી ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને પ્રીમેચ્યોર ઈજેક્યુલેશન જેવી મુશ્કેલીઓ આવી શકે છે.
કોફી: કેટલાક લોકોનું માનવું છે કે કોફી તમને ઉત્તેજીત કરે છે. જોકે, વધારે પડતું કેફીન તમારુ કોર્ટિસોલ લેવલ વધારી દે છે. જે સેક્સ હોર્મોન છે. એક્સપર્ટ્સ અનુસાર વધારે કોફી પીવાથી તમારુ શરીર રીલેક્સ નથી થઈ શકતું અને તમને સેક્સ માણવાનું પણ મન નથી થતું.
કોબી અથવા બ્રોકલી જેવી શાકભાજી: કોબી અને બ્રોકલી વગેરે મીથેન રીલિઝ કરનાર શાકભાજી હોય છે. તેમને સારી રીતે રાંધીને જ ખાવી જોઈએ બાકી તમને ગેસની મુશ્કેલી થઈ શકે છે. જે તમારુ સેક્સ સેશન અનકમ્ફર્ટેબલ બનાવવાનું કામ કરે છે.