કોરોના વાયરસ વેક્સીન માટે દુનિયાનો વિલંબ સમાપ્ત થવા જઇ રહ્યો છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું કે રશિયાની વેક્સીન ટ્રાયલમાં સફળ થઇ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમા વ્યાપક પ્રમાણ પર લોકોને રસીકરણ કામ શરૂ થશે. તેમણે કહ્યું કે આ વેક્સીનને લગાવવામાં આવતા સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવએ કહ્યું કે રશિયા 12 ઓગસ્ટના દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું રજિસ્ટર કરાવશે.
કોરોનાનો કહેર રોકવા અમેરિકા, બ્રિટન, ચીન, ભારત સહિત અનેક દેશો વેક્સિન બનાવી રહ્યા છે. રશિયાએ થોડા દિવસ પહેલાં આખા વિશ્વમાં સૌથી પહેલાં તેની વેક્સિન માર્કેટમાં મૂકી દીધી છે. હાલ રશિયામાં પ્રાયોરિટી મુજબ લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ અઠવાડિયાથી ત્યાં નાગરિકોને તેણે ડેવલપ કરેલી વેક્સિન Sputnik V આપવાની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.
રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેકસીન સ્પૂતનિક વીમાં ઘણી ભારતીય કંપનીઓએ રસ દાખવ્યો છે. ભારતીય કંપનીઓએ રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ને કહ્યું છે કે તે વેકસીનને ફેજ વન અને ફેજ-ટૂ ક્લીનિકલ ટ્રાયલ સાથે સંકળાયેલી માહિતી પુરી પાડે.
તમને જણાવી દઇએ કે RDIF રશિયાની પૂંજી પુરી પાડનાર કંપની છે. આ કંપનીએ કોરોના વેક્સીન સ્પૂતનિક વી કે રિસર્ચ અને ટ્રાયલનું ફંડિંગ કર્યું છે. RDIF પાસે જ આ વેક્સીનની માર્કેટિંગ અને એક્સપોર્ટનો અધિકાર છે. વેક્સીન વી દુનિયાની પ્રથમ રજિસ્ટર્ડ કોરોના વેક્સીન છે.
જો ભારતીય કંપનીઓએની RDIF સાથે વાત આગળ વધે છે તો ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદ થઇ શકે છે. આ વેકસીનો ઉપયોગ નિર્યાત અને ઘરેલૂ ઉપયોગ માટે કરવામાં આવી શકે છે. મોસ્કોમાં રશિયન ન્યૂઝ એજન્સીએ ભારતીય દૂતાવાસને સ્પૂતનિક વિશે જાણકારી આપી હતી.
રૂસી દૂતાવાસના સૂત્રોએ કહ્યું કે ”ભારતીય કંપનીઓ વેક્સીને લઇને RDIF સાથે સંપર્કમાં છે અને આ કંપનીઓએ ફેજ-1 અને ફેજ-2ના ટ્રાયલની ટેક્નિકલ જાણકારી માંગી છે. આ દરમિયાન સરકાર પાસેથી જરૂરી પરવાનગી મળ્યા બાદ ત્રીજા દેશને વેક્સીન નિર્યાત પર ચર્ચા સાથે જ ઘરેલૂ ઉપયોગ માટે પણ વેકસીન ઉત્પાદન પર વાત કરવામાં આવી.
રશિયાની ગેમલેયા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા આ રસી બનાવવામાં આવી છે. સંસ્થાના ડેપ્યુટી ડિરેક્ટરના જણાવ્યા મુજબ આ અઠવાડિયાથી લોકોને કોરોનાની રસી આપવા સરકારનું આરોગ્ય મંત્રાલય મંજૂરી આપી શકે છે. થોડા દિવસ પહેલાં તેનું પરીક્ષણ કરાયું હતું .
અને થોડા દિવસોમાં જ તેના ઉપયોગની પરમિશન મળી જશે. ખાસ કરીને 10 કે 13 સપ્ટેમ્બર સુધીમાં નાગરિકો માટે ઉપયોગની પરવાનગી મળે તેવી આશા છે. આરોગ્ય મંત્રાલયની દેખરેખ લોકોને હેઠળ વેક્સિન આપવામાં આવશે.મોસ્કોના ક્લિનિક્સને વેક્સિનના ડોઝ પહેલા અપાશે.
મોસ્કોના ડેપ્યુટી મેયર એનાસ્ટેશિયા રાકોવાએ કહ્યું હતું કે મોસ્કોના રહીશોને વેક્સિનની પહેલી બેચ મળશે. મોસ્કોની આઉટપેશન્ટ ક્લિનિક્સને વેક્સિનના ડોઝ પહેલા પહોંચાડવામાં આવશે. ડોઝ મળ્યા પછી તે નાગરિકોને આપવાની શરૂઆત કરાશે.
રશિયાએ ક્લિનિકલ ટ્રાયલ પહેલાં જ કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.ગત મંગળવારે રશિયા દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો જેને કોરોના વિરૂદ્ધ વેક્સીનને રજિસ્ટર કરાવી છે. આ વેક્સીનને રૂસની માઇક્રો બાયલોજી રિસર્ચ સેન્ટર ગમલેયા બનાવી રહ્યું છે. આ વેક્સીન બુધવારે ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં જતી રહી છે.
રશિયામાં ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ ન્યૂઝ એજન્સી સ્પૂતનિકને કહ્યું કે RDIFના પ્રમુખ કિરિલ દિમિત્રીવ સાથે વેક્સીનના નિર્માણને લઇને સકારાત્મક વાતચીત થઇ છે અને તેમને આશા છે કે તેનું સકારાત્મક પરિણામ આવશે.
લેન્સેટના જણાવ્યા મુજબ વેક્સિનની આડઅસર નહીં લેન્સેટના જણાવ્યા મુજબ અનેક લોકોને વેક્સિન આપવામાં આવ્યા પછી લોકોમાં તેની કોઈ આડઅસર જણાઈ ન હતી. 18થી 60 વર્ષની વય જૂથના 38 તંદુરસ્ત લોકોને બે વખત વેક્સિનના ડોઝ અપાયા હતા. આ વેક્સિન સલામત તેમજ કોઈ આડઅસરો નહીં જન્માવનારી જણાઈ હતી. રશિયાના જણાવ્યા મુજબ આ મહિનાથી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરાશે. રશિયાના સંરક્ષણપ્રધાન સર્ગેઈ શોઈગુ સહિત અનેક નેતાઓને આ વેક્સિન આપવામાં આવી છે.