પશ્ચિમ બંગાળમાં નાદિયા જિલ્લો છે. અહીં એકીકૃત બાળ વિકાસ સેવાનો કાર્યક્રમ હતો. નામ હતું પોષણ જાગૃકતા કાર્યક્રમ. આ કાર્યક્રમ માં 20 ગર્ભવતી સ્ત્રીઓ જોડાય હતી. સરકારી અધિકારીઓએ તેમની સાથે જે કર્યું તે માનવતા શરમજનક કરવા વાળું છે.
આ સરકારી કાર્યક્રમમાં એક થાળી શણગારવામાં આવી હતી. વિવિધ વાનગીઓથી ભરેલા. આ થાળીમાં દાળ,ચોખા,ફળ,ઘણા પ્રકારની શાકભાજી પીરસવામાં આવી હતી આ પછી ચાલુ થઈ બેશર્મી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ તમામ સગર્ભા સ્ત્રીઓને એક પછી એક બોલાવ્યા અને થાળીની સામે તેમના ફોટોગ્રાફ્સ લીધા. સગર્ભા સ્ત્રીઓને ખાવાની બાજુ હાથ લંબાવતા પોઝ આપવાનું કહ્યું. પરંતુ તેમને વારંવાર કહેવામાં આવ્યું કે ખાવાનું હાથ થી અડતાં નહીં. કારણ કે થાળી ફક્ત ફોટો પાડવા માટે સજાવામાં આવી છે.
કાર્યક્રમમાં ખરાબ પણું ઘણા સમય સુધી ચાલતું રહ્યું. આ પછી અધિકારીઓ એ થાળીને ત્યાંથી હટાવી દીધી.છેલ્લે પ્રેગનેટ સ્ત્રીઓને ખાવાનું પેકેટ આપીને ત્યાંથી કાઢી મુક્યા. તેમને કહેવામા આવ્યું કે એ પેકેટ ને ઘરે જઈ ને જ ખોલે. ઘરે જઈ ને જોયું તો એ પેકેટ માં ફક્ત પાકા ચોખા અને બાફેલું ઈંડુ હતું.
25 વર્ષની મૌમીતા સાત મહિનાની ગર્ભવતી છે. એ પણ આ સરકારી કાર્યક્રમમાં પહોંચી હતી. તેમને કહ્યું કે ખાવાની થાળી ની સાથે ફોટો લેતી વખતે તેમને અચાનક કહ્યું કે ખાવા ની થાળી ને હાથ ના લગાડતા. તેમને અધિકારીઓનો આ વ્યવહાર ખુબજ અસંવેદનસિલ લાગ્યું. પછી તેમને પેકેટ લેવાનું ના પાડી દીધું અને ઘરે આવી ગઈ.
તેના પછી તેમના પતિ બિશ્વજીત સંધુખાન એ અધિકારીઓ ના વ્યવહાર ના ખિલાફ શિકાયત દખીલ કરાવી છે મૌમિતા અને બિશ્વજીત ની શિકાયત પછી ઘણા બીજા લોકો પણ અધિકારીઓના આ રવૈયે ના વિરોધ આવી ગયા છે.
તેમજ સમેકિત બાળ વિકાસ સેવાના અધિકારી નું કહેવું છે કે સ્ત્રીઓને ભૂલ થઈ છે. ડબ્બામાં એજ ભોજન આપવામાં આવ્યું છે જે આ કાર્યક્રમો માં મળે છે. થાળી માં સજાવેલું ભોજન સ્ત્રીઓને સમજવા માટે હતું કે તેમણે પ્રેગ્નેશિ માં દાળ,શાકભાજી,ફળ,વગેરે ખાવું જોઈએ. અધિકારીએ એ પણ કહ્યું કે એ કર્મચારીઓ સાથે વાત કરી ચુક્યા છે,જેથી આવી રીત ની ભૂલો ફરીવાર ના થાય. અત્યારે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળમાં 60 ટકાથી વધુ સ્ત્રીઓમાંથી અને 53.2 પ્રેગ્નેટ ગર્ભવતી સ્ત્રીઓને એનિમિયા છે. સ્ત્રીઓ અને બાળકોને કુપોષણથી બહાર લાવવા માટે સરકારે જુલાઈ 2017 માં રાજ્ય પોષણ મિશન કાર્યક્રમોની શરૂઆત કરી હતી. સરકારનો દાવો છે કે 2020 સુધી રાજ્યમાં કુપોષણનો ખત્મ થઈ જશે.