મુલતાની માટીને સૌંદર્યનો ખજાનો કહેવાય છે. સાથે જ તે નેચરલ કંડીશનર અને બ્લીચ પણ છે. મુલતાની માટી સૌંદર્ય નિખારવા અને બેદાગ ત્વચા મેળવવા માટેનો સૌથી સસ્તો અને આયુર્વેદિક નુસખો છે. બધાં જ પ્રકારના ફેસપેકમાં મુલતાની માટીનો બેસ રાખવામાં આવે છે.
મુલતાની માટી એટલી અસરકારક છે કે તેના નિયમિત ઉપયોગથી તમે તમારા રૂપને નિખારી આકર્ષક બનાવી શકો છો. ખીલની સમસ્યાથી હેરાન લોકો માટે મુલતાની માટીનો પ્રયોગ સૌથી કારગર ઈલાજ છે .
કારણ કે મુલતાની માટી ચહેરા પરનો વધારાનો ઓઈલ શોષી લે છે. જેના કારણે ખીલ સૂકાઈ જાય છે. સાથે જ તે ચર્મરોગોને દૂર કરવા અને ત્વચાને મુલાયમ રાખવા માટે પણ બહુ જ લાભકારી છે. મુલતાની માટીમાં અનેક પ્રકારના મિનરલ્સ જેમ કે મેગ્નેશિયમ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલ્સાઈટ વગેરે હોય છે.
ચહેરાની ત્વચાને સુંદર બનાવવા માટે સૌથી સારો આયુર્વેદિક ઉપચાર કોઈ હોય તો તે છે મુલતાની માટી. મુલતાની માટીનો ઉપયોગ ચેહરાની સુંદરતા વધારવા માટે વર્ષોથી કરવામાં આવે છે. એ બે વસ્તુ છે મુલતાની માટી અને ગુલાબ જળ. તેનો ફેસપેક ઓઈલી સ્કિન માટે બહુ જ ફાયદાકારક હોય છે અને ગરમીમાં કારગર રહે છે.
આ ફેસપેક બનાવવા માટે સરખા પ્રમાણમાં ગુલાબ જળ અને મુલતાની માટી લઈને બરાબર મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાવી દેવું.
હવે ઠંડા પાણીથી સરખી રીતે ધોઈ લેવું. આ ફેસ પેક લગાવવાથી તમારી ત્વચા વધુ ડ્રાય પણ નહીં થાય અને ઓઈલી સ્કિનની સમસ્યા પણ દૂર થઈ જશે.
આ ફેસપેક લગાવવાથી ઓઈલી સ્કિનને કારણે થતી ત્વચાની સમસ્યાઓમાં ફાયદો થાય છે સાથે જ ત્વચાને શીતળતા મળે છે.