લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

પોતાના ભક્તને બચવાવા સાક્ષાત આવ્યા માં ખોડિયાર,અને બચાવ્યો ભક્તો નો જીવ,વાંચો માં ખોડિયાર ના પરચા ની વાત…

Posted by

માતા ખોડીયારના એવા ઘણા પરચા છે જે જોઈ દરેક લોકો આજે પણ માતા ખોડીયારમાં મન મુકીને શ્રદ્ધા રાખે છે કહેવાય છે કે જો તમે સાચા મનથી ભક્તિ કરતા હોય અથવા સાચા મનથી યાદ કરો તો તમારી મુસીબત ટરી શકે છે ગુજરતને દેવી દેવતાની ભૂમિ કહે છે.

જ્યાં દરેક લોકોને ભગવાન પર ખૂબ જ આસ્થા છે આથી ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે અને તે મંદિરોમાં દેવી દેવતઓ બિરાજે છે જ્યારે લોકોને મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે તે દેવી દ્વવતાઓને યાદ કરે છે અને દેવી માં તેના ભક્તોની તકલીફો દૂર કરે છે.

તો આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવીશું જેમાં એક ખોડિયાર માતાનો ભક્ત હતો જે દરરોજ માં ખોડિયારના દર્શન કરવા માટે તે તેના બાજુના ગામમાં મંદિરે જતો પરતું તેને આ મંદિરે દર્શન કરવા માટે તેના ગામ અને માતાજીના મંદિર વચ્ચે એક નદી હતી.

તો તે નદી પાર કરીને જવું પડતું ખોડિયાર માતાના પરચા અપરંપાર છે કોઈ પણે નિશ્ચાર્થ ભાવે માં ને યાદ કરે એટલે દરેકની મુશ્કેલી દૂર કરે છે માં ખોડલ એક દિવસ બન્યું એવું કે માતાજીનો ભક્ત માતાના દર્શન કરવા માટે મંદિરે જતી હતો.

એટલે વચ્ચે નદી પાર કરતો હતો અને અચાનક તેની સામે મગર આવી ગયો મગરને જોતા જ તે ખૂબ જ ડરી ગયો તે તરત જ માં ખોડિયારને પ્રાથના કરવા લાગ્યો માતાજી મારો જીવ બચાવો પોતાના ભક્તનો જીવ જોખમમાં જોઈને.

માં ખોડિયારે પોતાનું ત્રિશૂલ મોકલ્યું નદીમાં ભક્તની બાજુમાં ત્રિશૂલ તરતુ તરતુ આવે છે તે ત્રિશૂલ જોઈને ભક્તે તેને પકડી લીધું અને મગરને ડરાવવા લાગ્યો ત્યાં તો મગર ત્યાંથી દૂર ચાલ્યો ગયો અને ભક્ત નદીમાંથી પોતાનો જીવ બચાવીને બહાર આવે છે.

ત્યારે તે પોતાના હાથમાં રહેલું ત્રિશૂલ જોઈને સમજી જાય છે કે સાક્ષાત માં ખોડિયારે તેનો જીવ બચાવ્યો મારો જીવ બચાવવા માટે માતાજીએ પોતાની ત્રિશૂલ મોકલ્યું.

ત્યારબાદ બીજી એક આવી જ એક ઘટના પાકિસ્તાનમાં બની હતી પાકિસ્તાનમાં માતા ખોડીયારનો એક ભક્ત રહેતો હતો તે સમયે નવરાત્રી ચાલતી હતી આથી તે ભકતે નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખ્યા હતા પરંતુ તેના ઘરની આજુ બાજુ કોઈ માતાનું મંદિર નોહતું.

એક દિવસ તે માતાના દર્શન કરવા માટે તેના ઘરથી 10 એક કિલોમીટર દૂર આવેલ મંદિરે જાય છે વચ્ચે રસ્તો જંગલમાં થઈને જતો હોવાથી તે બાઇક લઈને મંદિરે ગયો મંદિરે તો પોહચી ગયો.

પરંતુ જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા જંગલમાંથી તેને એક ચીસ સાંભરી તેને બાજુમાં જોયું તો એક સિંહ તેની બાજુ દોડીને આવી રહ્યો હતો આવામાં તેને શું કરવું એ કઈ ખબર પડતી નોહતી આ સમયે પછી તેને માતા ખોડીયારનું નામ લેવાનું શરૂ કર્યું.

જ્યારે સિંહ નજીક આવવાનો થયો ત્યારે તે આંખો બંધ કરીને માતા ખોડીયારનું નામ લેવા લાગ્યો થોડી વાર પછી અવાજ આવ્યો તો તેને આંખ ખોલી અને જોયું તો ત્યાં અચાનક બાજુમાંથી એક વન વિભાગની ટિમ આવી પોહચી હતી.

અને તેમને તેની જાન બચાવી લીધી હતી ત્યારે તેને ટીમને પૂછયું તો તેમને જણાવ્યું કે અમે અહીં નવા છીએ અને રસ્તો ભટકી ગયા હતા ત્યારે ભક્તના મનમાં થાય છે કે વન વિભાગની ટિમ રસ્તો કઈ રીતે ભટકી શકે આ એક ખરેખર માતારાણીનો ચમત્કાર છે આજે તેમને મારી જાન બચાવી છે.

ત્યારબદ બીજી એક આવીજ ચમત્કર ની ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું મહેશ નામનો વ્યક્તિ જે ખોડિયારમાનો ભક્ત જે રોજ સવારે અને સાંજે પૂજા પાઠ કરે ધંધા માટે તે શહેરમાં રહેતો હતો પરિવારમાં બા પત્ની અને દીકરા દીકરી હતા.

શુભ પ્રસંગે જ પોતાના વાતન જતો હતો આમ પણ તેનું ગામ શહેરથી 250 કિલોમીટર દૂર એટલે તે દિવસે જતો રહેતો લાંબુ અંતર કાપવાનું હોવાથી તે કાર લઈને જાય પણ એક દિવસ ગામમાં માતાના મંદિરની સાલગીરી હતી.

અને તેને જવામાં મોડું થયું એટલે અર્ધી રાત થતાં ગામ જવા પરિવાર સાથે નીકળ્યા બા ગામ હોવાથી દીકરા અને દીકરીને પણ જવાની ઉતાવળ હતી તેથી તે રાતે જ કારમાં પરિવાર સાથે નીકળી ગયો રાત હોવાથી રસ્તો સૂમસામ હતો બાળકો મસ્તી કરતાં સૂઈ ગયા.

મહેશ અને એની પત્ની જાગતાં હતા અર્ધો રસ્તાનું અંતર કાપ્યા બાદ એક બાજુ ગામનો રસ્તો અને બીજી બાજુ જંગલ કાર ચલાવતા જ મહેશને કોઈ અસૂરી શક્તિ એની કાર સાથે જ આવતી હતી એના અવાજથી મહેશ પહેલા ભય ભીત થઈ ગયો.

અને તેની પત્નીને જાણ થતાં જ કારમાં માતાના ભજન સ્તુતિ શરૂ કરી દીધી અને મહેશે પણ સાથે માતાને પ્રાથના શરૂ કરી દીધી સૂમસામ રસ્તા પર અસૂરી શક્તિ હજી પીછો કરતાં કરતાં જંગલના રસ્તે લઈ ગઈ છતાં મહેશે અને તેની પત્નીએ માતાજીનું નામ લેતા હતા.

કે અચાનક સામેના રસ્તાથી એક બસ વાલો હતો તેમણે કહ્યું કે હું રસ્તો ભૂલી ગયો છું તો તમે આ જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવશો સામે મહેશે ઈશારો કરી બસ કાર પાછળ લાવવાનું કહ્યું અને જ્યાં સુધી જંગલનો રસ્તો ન કપાયો.

ત્યાં સુધી તે બસ સાથે આવી ગામના રસ્તે આવી જતાં બસ વાળો એક ચાની દુકાન પાસે ઊભો રહીને આભાર માને છે મહેશ અને તેનો પરિવાર ગામમાં માતાના મંદિરનો ઘંટરાવ સાંભળતા જ માતાએ મદદ કરી આટલી રાતે જંગલમાં કોણ આવે અને ખરેખર ખોડિયારમાં એ ચમત્કાર કર્યો અને આ અસૂરી શક્તિથી અમને બચાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *