ભારત દેશ એ એક ખેતી પ્રધાન દેશ છે અને દેશના મોટા ભાગ ના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી ને આર્થિક રીતે પગભર બને છે. જો પશુપાલનના વ્યવસાયમાં પશુઓ માં થતા રોગોની યોગ્ય તકેદારી ન લેવામાં આવે તો તેનાથી ખેડૂતો ને બહુ જ આર્થિક નુકશાન ભોગવવું પડતું હોય છે.પ્રાચીન સમયથી ખેડૂતો પશુ આધારિત ખેતી કરવામાં આવી રહી છે. લોકો પશુપાલકો માટે પોતાના પાલતુ પશુઓ જ એમનું સાચુ પશુધન છે. ત્યારે દરેક પશુઓનું સ્વાસ્થ્ય સારું હોય તો ઉત્પાદન સારું આપી શકે છે. ઉત્પાદક અને બિન-ઉત્પાદક, નાના-મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે તેમને વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકશે. પશુ ને સજા વ્હાલા રાખીને આવનાર પેઠી માંથી વધુ ઉત્પાદન ક્ષમતા કેવી રીતે મેળવવી એ પણ આપણા હાથની જ વાત છે.
આના માટે આપણે અલગથી કોઈ ખર્ચો કરવાની કાંઈ જ જરૂર નથી. માત્ર ને માત્ર જરૂર છે સમય પાલનની અને સાથે સાચા ઉપાયોની. તો આ રહ્યા પશુને તંદુરસ્ત રાખવા માટેના ખાસ ઉપાયો.સામાન્ય રીતે પશુઓનું રહેઠાણનું સ્થળ માનવ આવાસથી થોડું દુર હોય તે આદર્શ બાબત છે. રહેઠાણના બાંધકામની જમીન આસપાસના વિસ્તાર કરતા થોડી ઉચાણવાળી અને સમથળ હોય, તો વરસાદના પાણી તેમજ પશુઓના મળમૂત્રના નિકાલનો સવાલ જ આપમેળે સોલ્વ થઈ જાય છે. પશુ આવાસ સ્વચ્છ રાખવા માટે પાકું ભોયતળીયું હોવું જોઈએ, તેથી પાણીથી ધોઇને વ્યવસ્થિત સાફ-સફાઈ કરી શકાય.
પશુ આવાસનું બાંધકામ એવા પ્રકારનું હોવું જોઈએ કે, જેથી તેમાં સીધો સુર્યપ્રકાશ ભોયતળિયા, ગમાણ સુધી પહોચી શકે. સુર્યપ્રકાશની હાજરીથી પશુનું આવાસ જંતુમુક્ત રહે છે.પશુ રહેઠાણમાં હવા ઉજાસ પુરતો જાળવવામાં આવે, તે પણ આવાસને જંતુમુક્ત રાખવા માટે ઇચ્છનીય છે.પશુઓને ભારે ઠંડા અને ગરમ પવનથી પણ બચાવે તેવું રહેઠાણ જરૂરી છે, તે માટે પશુ આવાસની મુખ્ય ધરી ઉતર-દક્ષીણ દિશામાં રાખવી જોઈએ. પશુ ઉત્પાદનનો સમયસર નિકાલ થાય તેમજ જરુરી સાધન સહાય ફાર્મ પર લાવવા, લઇ જવા માટે પશુ રહેઠાણની જગ્યા મુખ્ય રસ્તાની નજીકમાં હોય, તેવી પસંદ કરવી જોઈએ.
પશુ આવાસમાં વીજળીની સગવડ પુરતી અને નિયમિત હોવી જોઈએ. પશુ આવાસના વિસ્તારમાં પૂર્વ, પશ્ચિમ દિશા તરફ ઘટાદાર વૃક્ષો ઉગાડવાથી પશુને શિયાળામાં ઠંડા પવનથી તેમજ ઉનાળામાં ગરમીથી રાહત મળે છે.ખાસ કરીને બાંધકામ શરૂ કરાવતા પહેલા બાંધકામ વિસ્તાર તેમજ આજુબાજુમાં ઉધઈનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે.પશુ માટે તાજુ અને સ્વચ્છ પાણી ની વ્યવસ્થા, પશુઓના સારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બાબત પશુઓને મળતું તાજુ અને સ્વચ્છ પાણી છે. પશુને આહારમાં મળતા પોષકતત્વોમાં સૌથી મહત્વનું અને અગત્યનું પોષક-તત્વ હોય તો તે છે પાણી. પશુના શરીરમાં 70% જેટલુ પાણી, સૂકા ઘાસમાં 10% જેટલું પાણી અને લીલા ઘાસચારામા 80% પાણી રહેલું હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ઠંડી-ગરમી, ખોરાકના પાચન અને દૂધ ઉત્પાદન માટે ખુબ જ મહત્વ ધરાવે છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35 થી 70 લિટર જેટલુ પાણી પીવા માટે જોઈએ.
પશુ માટે પુરતો તેમજ સમતોલ આહાર, દરેક પશુઓ પોતપોતાની રીતે પોતાનો આહાર લેતા હોય છે. દરેક પશુઓને ખોરાક ખાવાની પોતાની અલગ મર્યાદા હોય છે. આપણાં ગાય-ભેસ વર્ગના પશુઓ તેના વજનના 25% જેટલો સૂકો ચારો અને 10%જેટલો લીલો ચારો ખાય શકે છે. એટલે કે, 100 કિલો વજનની વાછરડી-પાડી દિવસ દરમિયાન 2.5 કિલો સૂકુ ઘાસ અને 10 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી જો ઓછો ખોરાક આપવામા આવે તો પશુની ભૂખ પૂરી થતી નથી અને તેની આડઅસરના રૂપમા પશુની વૃધ્ધિ પર થાય છે અને જેથી વૃદ્ધિ અટકી જાય અથવા તો મંદ ગતિએ થાય, ઉપરાંત ગાભણ થવામાં મોડુ થાય છે, પોષણના અભાવે બીમારી પણ જલ્દી આવે છે.
પશુઓ બીમાર ન પડે તેના માટે તેને પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર આપવો જરૂરી છે. આવુ ના થાય માટે બધા જ પશુઓને તેમની જરૂરીયાત મુજબ નું લીલુ-સૂકું ઘાસ અને ખાણદાણ આપવાથી પશુને તંદુરસ્તી જળવાય છે અને તે યોગ્ય, પોતાની માત્રા મુજબનુ ઉત્પાદન આપી શકે છે. પુખ્ત વયની ગાય-ભેસ એકલુ 9-11 કિલો જેટલું સુકૂ અને 35-45 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી વધારે પ્રમાણમાં આપતા ઘાસનો બગાડ થાય છે. ખાણદાણ પશુ જે દૂધ આપે તેના 50% જેટલુ આપવાની ભલામણ છે.