લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સાવ મફતમાં શરીરના કોઈપણ અંગની જાંબુડિયા રંગની અને ફૂલેલી નસો 3 દિવસમાં કાયમી ગાયબ કરવાનો બેસ્ટ ઈલાજ

Posted by

કાયમની અતિશય ફૂલેલી નસો એ નસોના વિકૃતિ સાથે સંકળાયેલ રોગ છે, મોટેભાગે નીચલા હાથપગ, અને તેમાં લોહીનો પ્રવાહ નબળો પડે છે. જ્યારે નસો મોટી, પહોળી અથવા લોહીથી વધારે ભરેલી હોય છે ત્યારે આ સમસ્યા ઉત્પન થાય છે. કાયમની અતિશય ફૂલેલી નસો ઘણીવાર સોજેલી અને ઊપસેલી દેખાય છે, અને વાદળી અથવા લાલ રંગની દેખાય છે, જેમાં ઘણીવાર દુખાવો પણ થાય છે.

ફુલેલી નસ શરીરના કોઈપણ ભાગ માં થઈ શકે છે છતાં સામાન્ય રીતે બે પગ પર તેની અસર વધારે જણાય છે. કારણકે પગની નસો શરીરમાં વ્યાપક રીતે છવાયેલી હોય છે જેમાં નીચે છેડાના ભાગથી હદયમાં ઉપરના ભાગ તરફ રક્તનું વહેણ સતત થાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. લગભગ 25 ટકા પુખ્ત વયની મહિલા નસોની સમસ્યાથી પીડાય છે

નસો ફૂલતા સોજા આવવાં, એ ફુલેલી નસની પ્રથમ નિશાની છે. તેની સાથે સ્નાયુઓમાં ખેંચાણ થતા ભારની લાગણી અનુભવાય છે. લોહી જમાં હોવાથી ખાસ કરીને રાત્રે, ફૂલેલી નાસના ભાગમાં થાક લાગી દુખાવો થાય છે. ક્યારેક અમુક કેસોમાં જ્યારે દર્દી સીધો ટટાર ઉભો હોય ત્યારે હૃદય તરફ વહેતો લોહીનો સામાન્ય પ્રવાહ વિપરીત દિશા પકડે છે પરિણામે નસોનું લોહી પગના નીચેના ભાગમાં જમા થઇ જતા ચામડી જાંબુડિયા રંગની બની જાય છે. જેથી તે ફૂલેલા ખરજવા અથવા ફૂલેલા ચાંદા તરીકે ઓળખાય છે. બન્ને પ્રકારની સ્થિતિમાં અત્યંત પીડા ઉત્પન્ન થતી હોય છે.

5 થી 10 ગ્રામ મેથીના બીજ સવાર સાંજ ગોળ સાથે ભેળવીને સેવન કરવાથી ફાયદો મળે છે અને નસ પોતાની જગ્યા ઉપર બરોબર રહે છે. રોગીની નસ ફૂલતી રોકવા માટે મેથી ને વાટીને તેનો લેપ નસ ઉપર લગાવીને તેને કપડાથી બાંધી દેવો.

કમર ઉપર બાંધવાથી નસ ના ફૂલવાથી અને જાંબલી થતી રોકવામાં લાભ મળે છે. તેનો પ્રયોગ રોજ કરવાથી નસોનું ફૂલવાનું બંધ થઇ જાય છે. લજામણીને વાટીને બાંધવાથી શીરાસ્ફીતિ ના રોગમાં ફાયદો મળે છે. કટકરંજ ના બીજનું ચૂર્ણ એરંડિયાના પાંદડા ઉપર નાખીને ફૂલતી નસ  ઉપર બાંધવાથી આ રોગ દુર થાય છે.

આ સિવાય અડધો કપ કુવારપાઠું, અડધો કપ ગાજર, 10 એમએલ વિનેગરને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફુલેલી નસવાળા ભાગ પર લગાવો. તેના પર કપડું રાખી પાટો બાંધી લેવાથી નસોની ફુલી જવાની સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *