મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો.
તબલાવાદક હુસેનભાઈના આ બાળકને જન્મથી જ સંગીતનો વારસો મળ્યો હતો ઓસમાણ મીરે માત્ર 9 ધોરણ સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ સંગીત તરફ વળી ગયા.શરૂઆતમાં તેઓ પિતા સાથે જાણીતા ભજનિક નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા માટે જતા હતા.
ઓસમાણ મીરને ગાવાનો ખુબ જ શોખ હતો. તબલાની સાથે તેઓ ગાયકીમાં પણ હાથ અજમાવી લેતા હતા ઓસમાણ મીરના ગાયકીના શોખને વધુ આગળ લઈ જવા માટે પિતા હુસૈનભાઈએ દિકરા ઓસમાણ મીરને ઈસ્માઈલ દાતાર નામના ગુરૂ પાસે યોગ્ય ગાયકીની તાલિમ અપાવી ગુરૂપૂર્ણિમા ના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી.
અને પ્રેક્ષકો સામે તેમણે પહેલું ગીત ‘દિલ તેરા નક્શા હૈ’ ગાયું. અને તેમની ગાયકીની સુંદર સફરની શરૂઆત થઈ.સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, તે ગઝલ હોય કે લોકગીત, સુગમ સંગીત, ભજન, સંતવાણી…ઓસમાણ મીરના અવાજનો જાદૂ તમામ ગુજરાતીઓ સુધી પહોંચ્યો અને ગુજરાતની બહાર પહોંચી ગયો અને તેમને લોકપ્રિય બનાવી દીધો.
ઓસમાણ મીરની બોલીવુડમાં એન્ટ્રી પર ધમાકેદાર બની રહી. આ ઘટના એવી હતી કે આ ગુજરાતી તરીકે કોઈપણ આ વાત સાંભળીને ગર્વ અનુભવે.બોલીવુડના એક દિગ્ગજ દિગ્દર્શકે ઓસમાણ મીરને કહ્યું કે, મારી ફિલ્મમાં એક ગીત છે જે તમારે જ ગાવું પડશે.
જો તમે આ ગીત નહીં ગાવ તો હું ફિલ્મ નહીં કરું.આ દિગ્દર્શક હતા સંજય લીલા ભણસાલી. તેઓ લોકસંગીતના જાદૂને ફરી સજીવન કરવા માંગતા હતા અને ઓસમાણ મીર તેમની પહેલી પસંદ હતા.સંજય લીલા ભણસાલી એ ઓસમાણ મીરને યુટ્યુબ પર ઘણીવાર સાંભળ્યા હતા અને તેમનો અવાજ તેમને ખૂબ જ પસંદ પડ્યો હતો.સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’નું ગીત મોર બની થનગાટ કરે સુપરહિટ સાબિત થયું.
જેના માટે તેમને અવૉર્ડ પણ મળ્યો હતો.ઓસમાણ મીરે અત્યાર સુધીમાં 60થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે 1, 000થી વધુ કાર્યક્રમો કર્યા છે.વિદેશમાં પણ તેમના કાર્યક્રમોની આતુરતાથી રાહ જોવામાં આવે છે.
જન્મે મુસ્લીમ એવા ઓસમાણ મીર મોટા ભાગના હિન્દુ મંદિરોમાં અને આશ્રમોમાં પોતાના કાર્યક્રમો આવી ચુક્યા છે. તેમણે રામાયાણ પારાયણમાં સંગીત પ્રસરાવી એકતા અને અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ચુક્યા છે.મહત્વનું છે કે ઓસમાણ મીરની જેમ તેનો દીકરો પણ આજ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને લોકો પણ તેના અવાજને પસંદ કરવા લાગ્યા છે.ઓસમાણ મીર જ્યા પણ જાય છે ત્યા તેમનો અવાજ લોકો પણ જાણે જાદૂ કરી છે. લોકો તેમને સાંભળવા માટે હંમેશા આતુર હોય છે.
મિત્રો તમને જણાવી દઇએ કે ઓસામણ મીર જે ભજન ડાયરા કરે છે. ઓસામણ મીર કે જેના ગીતો અને અવાજ પર સૌ કોઈ મોહિત છે. તે પહેલા માત્ર તબલા જ વગાડતા હતા પરંતુ ધીમે ધીમે તેણે ગાવામાં પણ પ્રભુત્વ મેળવ્યું અને ખુબ જ સારા કલાકાર તરીકે આપણી સામે છે. તેમનો ચાર્જ જાણીને તમે આશ્ચર્ય પામશો. તમને જણાવી દઈએ કે ઓસામણ મીરને ભજન ડાયરા કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે.
મિત્રો તમને જણાવી દઇએ કે ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી. તેઓ સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલા ના શીર્ષક ગીત મોર બની થનગાટ કરે વડે ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે. ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપેલી.મીર.ઓસમાણ પીર ટોયોટો ઈનોવા કાર ફેરવે છે