લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ઠેર ઠેર સેવાભાવિ કામ કરનાર નીતિન જાની નું પોતાનું ઘર ..જુવો તસ્વીરો

Posted by

નીતિન જાની ઉર્ફે ખજુર ભાઈ ભારતના બારડોલીના લોકપ્રિય ગુજરાતી હાસ્ય કલાકાર યુ ટ્યુબર અને ટિક ટોક સ્ટાર છે નીતિન જાની ની ઉંમર 33 વર્ષ છે અને તેનો જન્મ 24 મે 1986 ના રોજ ભારતના ગુજરાતના સુરતમાં થયો હતો તે ખજૂર ભાઈ નામના યુટ્યુબ ચેનલ પર તેની કોમેડી વિડિઓઝ માટે લોકપ્રિય છે નીતિને બારડોલીથી સ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને તેણે પુણે શહેરથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને તેણે એલએલબી એમસીએ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી છે.

તેમનું ભણતર પૂરું થયા બાદ તે આઇટી ક્ષેત્રની કંપનીમાં કામ કરી રહ્યો છે તેને આઈટી જોબમાં 70 કે પગાર મળતો હતો તેને આંતરિક સંતોષ નથી મળી રહ્યો તે તેના માતાપિતા સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે કે મને આઇટી ક્ષેત્રમાં રુચિ નથી અને હું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા માંગુ છું અને તેણે તેની 70 કે પગારની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2012 માં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.

ખજુરભાઈએ અનેક લોકોને નવા મકાન તો બનાવી આપ્યા પરંતુ શું તમે જાણો છો કે ખજુરભાઈ પોતે કેવા મકાનમાં રહે છે જો નહીં તો આજે અમે તમને ખુજરભાઈ ઘર વિષે જણાવીશું મિત્રો ખજુરભાઈ એક હાઈ ફેસિલિટી ધરાવતા લકઝરી બંગલામાં રહે છે ખજુરભાઈનો જન્મ 1985 બ્રોડોલીમાં થયો હતો.

એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ વર્ષ 2012 માં તેમને એક આઇટી કંપની થકી બિગ બોસમાં કામ કરવાનો મોકો મળ્યો હતો આ ઉપરાંત તેઓએ ઝલક દિખ લાજા કૌન બનેગા કરોડપતિ અને ઇન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી શો માં પણ કામ કર્યું છે.

બારડોલીમાંથી શાળાકીય અભ્યાસ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેઓ હાલ તેઓ ખજુરભાઈ નામની યુટ્યુબ ચેનલ પર લોકોને મનોરંજન પૂરું પડી રહ્યા છે તેઓએ પુણેમાંથી માસ્ટર ડિગ્રી અને એમબીએ પૂર્ણ કર્યા બાદ એક આઇટી કંપનીમાં થોડા સમય માટે નોકરી પણ કરી હતી.

જો કે બાદમાં આઇટી કંપનીની સીતેર હજાર રૂપિયા પગારની નોકરી છોડીને ખજુરભાઈએ પોતાના પેશન્સ એક્ટિંગ કરવાના સપનાને ફોલોવ કર્યું અને આજે તેઓ ગુજરાતની સૌથી અગ્રીમ મનોરંજનની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે.

રીડીંગનાં જબરા શોખીન એવા નીતિન જાનીએ તેમના શૂટિંગ કામ સાથે LLB નો અભ્યાસ પણ ચાલું રાખ્યો કહેવાય છે ને જે સારૂં વાંચે એ સારા વિચાર રાખે તેમ પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તે હંમેશા પ્રયત્નશીલ રહે છે અહીં સુધી તો મનમાં ફેમ અને નેમનો વિચાર સુધ્ધા નતો આવ્યો બધાની જેમ જ લાઈફ પસાર થતી હતી એક પ્રખ્યાત નીતિનને પ્રશ્ન કર્યો કે તમે માસ્ટર ડીગ્રીમાં MBA, MCA અને વકીલાત પણ કરી તો આ એક્ટિંગ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા.

સહજ વાત છે આટલું વાંચ્યા પછી આપણા મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્દભવે આ પ્રશ્નનો જવાબ જાણીએ એ પહેલાં થોડી તેના કેરિયર રિટેલેડ વાતો જાણીએ તેમાં તમને આપમેળે જ જવાબ મળી જશે નીતિન જણાવતા કહે છે કે મેં ક્યારેય એક્ટિંગ કરવાનું સપનું પણ જોયું ન હતું અને આ ફિલ્ડમાં આવવાનો સહેજ પણ વિચાર ન હતો.

આ બધું થયું સંજોગોવસાત પણ કેવી રીતે થોડા સમય પહેલા જ નીતિનની એક ફિલ્મ રીલિઝ થઇ હતી આવું જ રહેશે એ ફિલ્મમાં ડાયરેકશન અને સ્ક્રીપ્ટીંગ ખુદ નીતિન સાહેબે કરેલ છે આમ પણ મૂળ આર્ટ તેની એ જ હતી.

બાદ તેઓ એક્ટિંગમાં પણ આગળ નીકળ્યા એ ફિલ્મ આવું જ રહેશે ના ડાયરેક્ટર અને નીતિન જાનીએ વિચાર્યું કે આપણી ફિલ્મ આવી રહી છે તો તેના માર્કેટિંગનાં ભાગરૂપે પણ કઇંક એવું નવીન કરીએ જે કોઈએ આજ સુધી કર્યું નથી જેથી ફિલ્મને સફળતામાં પણ મળેએ વિચાર અંતે જીગલી અને ખજૂરનાં શો રૂપે પરિણમ્યો ઉપરાંત લોકોને જાણ થશે અને ગુજરાતી એક એવો શો આવશે જે ફેમીલીમાં બધા એક સાથે બેસીને જોઈ શકે.

ત્યારે આ વિચારનાં ફળરૂપે જીગલી અને ખજૂર શો ની શરૂઆત થઇ શરૂઆતી દૌરમાં પ્રોડક્શન કોસ્ટ નીચી રહે એ માટે ખુદ નીતિને જ એક્ટિંગ કરવાની હા કહી એ સમયે કોઈ શો ને સુપર ડુપર હીટ આપે તેવો કોઈ એક્ટર ધ્યાનમાં ન હતો.

એવી રીતે અન્ય પ્રોડક્શન મેમ્બરે ખજૂરનાં પાત્ર માટેની પસંદગી નીતિનને જ આપી અને શો ને આગળ વધારવાની સલાહ આપી ખરેખર ગુજરાતની ઘરતી ઘણાં સારા અને માઈન્ડ પાવરથી ભરપુર હોય તેવાં અનેક આર્ટીસ્ટોને સાચવીને બેઠી છે.

એ લીસ્ટમાં જાની બ્રધર્સનો પણ સમાવેશ થાય છે નીતિન જાની અને તેના નાના ભાઈ તરૂણ જાની આ બંનેએ ગુજરાત અને બહારનાં દેશોમાં પણ ખ્યાતી મેળવી છે કોમેડી શો જીગલી અને ખજૂરે હંમેશા ઘરમાં બનતી વાસ્તવિકતા દર્શાવી છે.

ઘરેલું કિસ્સાઓને પ્રસિદ્ધ કર્યા છે આ જ કારણ છે કે આજના સમયમાં ઘરદીઠ માણસો નીતિન જાની અને તેમની ટીમને ઓળખે છે એક્ષટ્રા ઓડીનરી નેમ જીગલી ને ખજૂરથી આવતા શો ના નામ જીગલી અને ખજૂર પાછળની પણ થોડી કહાની છે.

 

નીતિન સર કહે છે કે જીગલી નામ પહેલીથી ગમી ગયું હતું એટલે તે ફિક્સ જ હતું પરંતુ મેલ કેરેક્ટર માટેનું નામ શું રાખવું એ મનમાં વિચાર ચાલતો હતો એ દરમિયાન સિંગાપુરમાં એક મોલમાં નીતિન ખજૂર લઇ રહ્યા હતાં.

એ સમયે જાની બ્રધર્સ વચ્ચે વિચારોના સ્ફુરણ થયા અને ફાઈનલી ખજૂર નામ રાખવામાં આવ્યું બાદ તો હાલનાં સમયમાં કોઈને જણાવવું પડે તેમ નથી કે કેટલી પ્રસિદ્ધિ મળી ઘરમાં એક એવો સમય આવ્યો કે આ યુગમાં વાઈફ પણ તેમના હસબન્ડને ખુશ મિજાજમાં ખજૂર કહીને બોલાવે છે.

નીતિન સર ની પર્સનલી એક વાત બહુ ગમી એ વાતમાં એ કે નીતિન ખુદ કહે છે ગુજરાતમાં જોવા લાયક સ્થળ તો છે જ ઉપરાંત શૂટિંગ માટે પણ ખુબ સારા લોકેશન મોજુદ છે કદાચ બોલીવૂડમાં આ સ્થળો વિશે ઓછી જાણ હશે તેથી ગુજરાતને મારે એ રીતે પણ ફેમસ કરવું છે.

આ વાત પરથી નીતિનની ભલાઈનો સ્વભાવ નજરે પડે છે સમગ્ર જીગલી અને ખજૂર ટીમનો તે ખાસ આભાર વ્યક્ત કરે છે તે ખુદ તેમનાં મુખશબ્દોથી સ્વીકારે છે કે આજે જે લોકચાહના છે તેમાં સમગ્ર ટીમનો મોટો ફાળો છે મિત્રો ટીમનો એક એક મેમ્બર જબરદસ્ત આર્ટીસ્ટ છે એ બધાનાં સાથ સહકારથી ટીમ દિન પ્રતિદિન આગળ કામ કરતી રહે છે.

નીતિન જાની તેના ભાઈ તરુણ જાની સાથે કામ કરે છે અને તેની જાની બ્રધર્સ નિર્માણ નામની પ્રોડક્શન છે તેમણે ઘણી ફિલ્મો અને શોનું નિર્દેશન નિર્માણ અને લેખન કર્યું છે નીતિન અને તરુણ છેલ્લા 10 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તેણે તાજેતરમાં જ આજુજ રેશે નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *