લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે પણ તમે શું જાણો છો કે લીમડો કેટલીક પ્રકારની ઐષધીઓના ગુણ થી ભરપૂર છે. કેટલીય રીતે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.જો તમને આ વાત ની ખબર ન હોય તો આજે તમને આ આર્ટિકલ માં બતાવા જઈ રહ્યા છીએ.કેવી રીતે સામાન્ય માનવામાં આવતા આ લીમડા ના વૃક્ષ ની છાલ, પાંદડા, તેનું ફળ લીંબોળી આ સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે.
લીમડાના 10 ચમત્કારી ફાયદા
લીમડાના પ્રયોગથી ઘરેલુ ઐષધીઓ
લીમડાનો ઉપયોગ ન કેવળ ઐષધીઓ માટે પણ શું તમેં જાણો છો કે એનો ઉપયોગ અંગ્રેજી કંપનીઓ દ્વારા દવા,ટૂથપેસ્ટ,તેલ અનેક ચીજો બનાવવામાં એનો ઉપયોગ થાય છે.વિદેશી અને દેશી કંપનીઓ લીમડાનો પ્રયોગ મુખ્ય રૂપ થી થાય છે.
એન્ટીબેકેટેરિઅલ, એન્ટીએલર્જી જેવા ગુણ
એન્ટીબેકેટેરિલ અને એન્ટીએલર્જી જેવા ગુણો હોય છે.આ ગુણો ના લીધે ઘાવ,ચોટ,દાદ, ખુજલી વગેરે ને ઠીક કરવા લાભકારી સાબિત થાય છે.
મલેરિયા અને ત્વચા સબંધિત રોગો ને દૂર કરવા
લીમડા ની છાલ નો પ્રયોગ મુખ્યત્વે મેલેરિયા અને ત્વચા સબંધિત રોગો ને દૂર કરવા માટે કરવામાં આવે છે.લીમડાની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે.
શક્તિ વધારવા માટે
લીમડાની છાલ અને કાચા તેના ફળ શક્તિ વધારવા અને રોગો સામે લડવા ખૂબ જ ઉપયોગી છે.
લીમડાના દાંતણ નો ઉપયોગ
આજે પણ આપણા ભારત દેશ માં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લીમડાના દાંતણ નો ઉપયોગ કરવામાં આવે છે.લીમડાનો ઉપયોગ કેટલીક ટૂથપેસ્ટ બનાવામાં થાય છે.મોંઢા ને લગતા અનેક પ્રકાર ની સમસ્યાઓ ને દૂર કરવા માટે સિધ્ધ સાબિત થાય છે.એના ઉપયોગ થી મસુડો નો સોજો,મોં ઢા ની દુર્ગંધ વગેરે આસાનીથી દૂર થાઈ છે.
ત્વચા સબંધિત રોગો થી બચાવ
સ્નાન કરતા પેહલા થોડાક લીમડાનાં પાંદડા ને પાની માં નાખી સ્નાન કરવું જોઇએ.એવું કરવાથી ત્વચા સબંધિત અનેક પ્રકારના રોગ દૂર થાય છે.
કેન્સર ની કોશિકા ઓ વધતી અટકાવે છે
લીમડાનો સ્વાદ અત્યંત કડવો હોય છે.પણ તેના ગુણો ના લીધે તેનું સેવન કરવું અવ ખૂબ જ જરૂરી છે.એવું કહેવાય છે કે લીમડાનાં પાન ની ગોળી ઓ બનાવીને સવાર સાંજ લો તો કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે.
ડાયાબિટીસ ને રોકે છે
લીમડાનો રસ રોજ પીવાથી ડાયાબિટીસ જેવી બીમારી થી દૂર થઈ શકે છે.ડાયાબિટીસ કે વાયરસ ને વધતા અટકાવે છે અને ઇન્સ્યુલિન બનાવે છે.
મચ્છર ને દૂર કરે છે
આજે પણ કેટલીક જગ્યાએ લીમડાનાં સૂકા પાન ને એકઠા કરીને રાતના સમયે તેની ધૂણી કરવામાં આવે છે.જેનાથી મચ્છર દૂર થાય છે.આજકાલ વિદેશી અને દેશી કંપનીઓ મચ્છર દૂર કરવાના લિકવિડ માં તેનો ઉપયોગ કરે છે.
ત્વચા સબંધિત પરેશાનીઓ થી છુટકારો
ત્વચા માં થવા વાળા કોઈ પણ પ્રકાર ના રોગ જેવા કે ખીલ,ડાઘ થી પરેશાન છો તો લીમડાનાં પાન ને ચાવીને તેનો ઉપયોગ કરવો .આ કડવો જરૂર હોય છે પણ ત્વચા સબંધિત બધી પરેશાનીઓ દૂર કરે છે.તમે જોયું કે કેવી રીતે લીમડાનો ઉપયોગ આપણા સવાસ્થય સારું રાખવા માટે ઉપયોગી છે.એવું કહેવામાં આવે છે કે એક લીમડો 100 હકીમો બરાબર હોય છે.એટલે એવું કહેવાય છે કે એક લીમડો 100 રોગો ને મુક્ત કરી શકે છે.