આપણા દેશમાં હંમેશા થી જ ધર્મ અને જાતી નો મુદ્દો હંમેશા રાજનીતિ પાટિયા ઉપર ઉઠવા માં આવે છે ધર્મ નામથી જ વોટ બેંક ની રાજનીતિ કરવામાં આવે છે.અને લોકો જોડે ધર્મ ના નામે વોટ માંગવામાં આવે છે. બદલાતાં સમય ની સાથે આપણો દેશ પણ બદલાઈ રહ્યો છે.કેટલાક એવા લોકો છે જે ધર્મ થી ઉપર ઇનશાનીયત ને રાખે છે.
જ્યાં એક તરફ લોકો હિંદુ અને મુસ્લિમ સમુદાય ના મુદ્દા ને ઉઠાવી ને બંને ધર્મ વચ્ચે એક દીવાલ ઉભી કરવા માંગે છે. જ્યાં 28 વર્ષીય સદ્દામ ની એક કહાની આ ધાર્મિક એકતા ની મિસાઈલ બને છે. બેંગલુરુ ના રાજાજી નગર માં રહેવા વાળા સદ્દામ હુસેન એક મુસ્લિમ છે. પણ તે રોજ રામ મંદિર જાય છે.આ મંદિર ની સાફ સફાઈ કરે છે.
રાજાજી નગર માં રહેવા વાળા સદ્દામ હુસેન આ રામ મંદિર ની સાફ સફાઈ નું ખાસ ધ્યાન રાખે છે.સદ્દામ હુસેન એક મિનિટ માટે પણ રામ મંદિર ને ગંદુ થવા દેતા નથી.મંદિર માં આવવા વાળા બધા જ ભક્તો તેમની તારીફ કરે છે. સદ્દામ સિવાય એમના ઘર ના લોકો ને પણ તેમના બેટા પાર ખાસો ગર્વ છે ત્રણ વર્ષ થી કરે છે રામ મંદિર ની સફાઈ સદ્દામ હુસેન આ મંદિર ની દેખભાળ રાખે છે.
પેહલા સદ્દામ હુસેન એક દુકાન પર કામ કરતો હતો.તે વખતે દુકાન ના મલિક એ મંદિર ની સાફ સફાઈ ની જવાબદારી આપી હતી.સદ્દામ એ જવાબદારી બખૂબી નિભાવી. દુકાન ના મલિક ધ્વરા જ્યારે મંદિર ની કમીટી માં તેને સિલેક્ટ કરવામાં આવ્યાં ત્યારે તેમણે સાફ સફાઈ માટે સદ્દામ હુસેન ને જ તેની જવાબદારી આપી આ જવાબદારી તેમણે બખૂબી નિભાવી.દર વર્ષે રામ નવમી પર પેહલા આવે છે સદ્દામ હુસેન આવી ને સાફ સફાઈ કરે છે.
લોકો જયારે રામ નવમી ના દિવસે મંદિર આવે તો તેમને મંદિર સાફ મળે .જયારે સદ્દામ ને પૂછવામાં આવ્યું કે કેમ તમે આ કામ કરો છો તો જણાવ્યું કે રામ મંદિર ની સાફ સફાઈ કરવાથી મને માનસિક શાંતિ મળે છે.સદ્દામ ના અનુસાર ક મંદિર ની સાફ સફાઈ કરે છે પણ કોઈ એ આજ સુધી વિરોધ કર્યો નથી.સદ્દામ આ કહાની ઉપર થી ખબર પડે છે કે બેંગલુરુ ના રાજાજી નગર વાસીઓ ની વિચાર શક્તિ ધર્મ થી પણ ઉપર છે અને આ નગર માં રહેવા વાળા હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચાર જોવા મળે છે.