શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મૂળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મૂળાનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે મૂળાની સાથે મૂળાના પાનનું સેવન પણ ફાયદાકારક છે. જી,હા,મૂળાના પાનનું જ્યુસ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે મૂળાના પાનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા જરૂરી પોષક હોય છે.જે શિયાળામાં થતી અનેક સમસ્યાઓથી શરીરને બચાવે છે.
શિયાળામાં મૂળાના પાનનો રસ પીવાના ફાયદા:
વજન વધવાથી ઘણી બીમારીઓ થાય છે તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે.વજન નિયંત્રણમાં રાખવા માટે મૂળાના પાનનો રસ પીવાથી ફાયદો થાય છે.કારણ કે તેમાં રહેલા તત્વો વજનને નિયંત્રિત કરે છે. નિતમિત સવારે મૂળાના રસબો એક ગ્લાસ પીવાથી ફાયદો થશે.
જો પાચનક્રિયાને લગતી સમસ્યા હોય તો મૂળાના પાનનો રસ અચૂક પીવો જોઈએ. કારણ કે મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. મૂળાના બીજનો પાવડર અને આદુના રસ અથવા ગાયના ગૌમૂત્રમાં પલાળી તે સફેદ ડાઘ પર લગાવો. આ ઉપરાંત મુળાનું સેવન કરીને પણ સફેદ ડાઘમાં રાહત મેળવી શકો છો.
લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય ત્યારે મૂળાના પાનનો રસ પીવાથી માત્ર ૫ મિનિટમાં ફાયદો થાય છે.કારણ કે મૂળાના પાંદડામાં સારી માત્રામાં સોડિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. મૂળાના પાંદડા કમળા માટે ખુબ જ ઉપયોગી છે. મુળાએ પેટ અને લીવર માટે ખુબ જ સારો છે. તે વિષાણુંજન્ય પદાર્થોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. આમ તે લોહીને શુદ્ધ કરે છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થો તેમજ કચરાને સંપૂર્ણ નષ્ટ કરે છે. રોજ સવારે એક કાચો મૂળો ખાવાથી થોડા દિવસો પછી કમળાનો રોગ ઠીક થઇ જાય છે. ૬૦ મિલી મૂળાના પાંદડાના રસમાં ૧૫ ગ્રામ સાકાર ઉમેરી તે પાણી પીવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, તેથી મૂળાના પાંદડાનો રસ નિયમિત પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેથી વાયરસ અને બેક્ટેરિયાથી બચી થકાય છે અને જલ્દી શરદી ઉધરસ પણ થતા નથી.
મૂળાના પાનનો રસ પીવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે.કારણ કે મૂળાના પાનનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે, જેના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ જેવી કે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, પિમ્પલ્સ, પિમ્પલ્સ દૂર થાય છે. એનિમિયાની સ્થિતિમાં મૂળાના પાનનો રસ અચૂક પીવો જોઈએ કેમકે કે મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.