મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.
આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.
કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.
આજે આપણી કાબરાઉ બિરાજમ મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
માં મોગલ અનેક લોકોના દુઃખો દૂર કરી તેમને જીવનમાં સુખની પ્રાપ્તિ આપી છે અને આજે દરેક લોકો ખૂબ જ સુખેથી અને શાંતિથી જીવન જીવી રહ્યા છે. આજે અમે તમને એવાજ એક ભક્ત સાથે થયેલા માં મોગલના પરચા વિષે જણાવીશું.
થોડા સમય પહેલા મોરબીના એક આહીર પરિવારે કચ્છના કાબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે રાખેલી માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. તેમણે માં મોગલની માનતા રાખી હતી કે હે માં મોગલ જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ.
માનતા રાખ્યાના થોડાક જ દિવસોમાં મોરબીના આ આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓને જન્મ થયો હતો. દીકરીઓનો જન્મ થવાથી પરિવારનો ખુબજ ખુશ થઈ ગયો હતો.
માનતા પૂરી થતાં આ આહીર પરિવાર પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કચ્છના કાબરાઉ મોગલ ધામ આવ્યો હતો. ત્યાં ચારણ બાપુને માનતા પૂરી કરવા માટે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું. તો બાપુ એ તે સોનાનું છત્ર તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પુરી થઇ ગઈ.
સોનાનું છત્ર પાછું આપ્યું અને બાપુએ તે પરિવારને કહ્યું કે બાધા ને આપનાર આ માં મોગલ છે. તેની પાસે તો બધું જ છે. માં મોગલને સોનુ ચાંદી ની કોઈ જરૂર નથી. માં મોગલ બધાની રક્ષા કરે છે. સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂરથી પુરી કરે છે.