ભગુડા વારીમાં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે. માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે. જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે. તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે.માં મોગલે ઘણા એવા લોકોના ઘરે પારણાં બંધાવ્યા છે.
કે જેમને 10 વર્ષ સુધી દવાઓ ખાધી હોય અને ડોક્ટરો એ પણ હાથ નીચે મૂકી દીધા હોય.આજે અમે તમને માં મોગલના પરચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.
માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. ચાલો આજે તમને માં મોગલના એક પરચા વિશે જણાવીશું. દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો હતો. નવ મહિનાનો થયો છતાં આ દીકરો કશું બોલી શકતો ન હતો અને માતા-પિતાએ મોટામાં મોટા ડોકટરને પણ બતાવ્યું.
ઘણા બધા ડોક્ટરોએ પણ કહી દીધું કે છોકરો ક્યારેય બોલી કે સાંભળી શકશે નહીં. પરંતુ ત્યાર પછી આ છોકરાને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દંપતીએ દીકરા માટે સાચા દિલથી મોગલ ની માનતા રાખી હતી અને પોતાના બાળકોને મા મોગલ ના દર્શન કરવા માટે લઈ આવ્યા.
થોડા સમય બાદ એક એવું થયું હતું કે, ધીમે ધીમે આ બાળકમાં ફરક દેખાવા લાગ્યો હતો અને અત્યારે આ છોકરો બોલી અને સાંભળી પણ શકે છે. તેમના પરિવારના લોકોનું એવું માનવું છે કે મા મોગલ એ પરચો કરી બતાવ્યો છે અને પરિવારની અતૂટ શ્રદ્ધાને કારણે આજે માં મોગલ ના આશીર્વાદથી દીકરો બોલી અને સાંભળી પણ શકે છે મા મોગલના પરચા અપરંપાર છે.
પોતાના દીકરાની પરિસ્થિતિ જોઈને આખો પરિવાર ખૂબ ચિંતામાં મુકાઈ ગયું હતું. અને તેમને મોટા મોટા ડૉક્ટરને પણ બતાવી ચૂક્યા હતા પણ કોઈ ફરક પડ્યો ન હતો.
લોકો એવું કહેતા હતા કે ફક્ત માં મોગલ જ કરી શકે છે અને તેમણે માં મોગલ ઉપર વિશ્વાસ કરીને પોતાના દીકરા માટે માનતા માની હતી. તેમજ પરિવારના લોકોનું કહેવું છે કે ફક્ત એક જ મહિનામાં તેમના દીકરો ઠીક થવા લાગ્યો અને હંમેશા માં મોગલના આભારી રહેશે.
ચાલો બીજા પરચા વિશે વાત કરીએ તો મોરબીના આહીર પરિવારે કચ્છના કાબરાઉ મોગલ ધામમાં સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની બાધા રાખી હતી.હે માં જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ અને બાધા રાખ્યાના થોડા જ સમયમાં મોરબીના આ આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓને જન્મ થયો હતો.
દીકરીઓનો જન્મ થવાથી પરિવારનો દરેક સભ્ય ખુબજ ખુશ હતો.આ આહીર પરિવાર પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કચ્છના કાબરાઉ મોગલ ધામ આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ત્યાં ચારણ બાપુને માનતા પુરે સોનાનું છત્ર અર્પણ કર્યું હતું.
તો બાપુ એ તે સોનાનું છત્ર લઇ અને તે પરિવારને પાછું આપી દીધું હતું અને કહ્યું હતું કે તમારી માનતા પુરી થઇ ગઈ.સોનાનું છત્ર પાછું મળતા આહીર પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો.
તો બાપુએ તે પરિવારને કહ્યું કે બાધા ને આપનાર આ માં મોગલ છે. તેની પાસે તો બધું જ છે. માં મોગલને સોનુ ચાંદી નથી જોઈતું. માં મોગલને તો સાચો ભાવ જોવે છે. માં મોગલ બધાની રક્ષા કરે છે. સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂરથી પુરી કરે છે.