આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.
જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.
માં મોગલના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.
માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.
માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા કાબરાવ મોગલ ધામ મંદિરે આવ્યો હતો. 11000 રૂપિયા લઈને તેની મનોકામના પૂર્ણ કરવા આવ્યો.
ત્યારે મણિધર બાપુએ તેને આશીર્વાદ આપ્યા, અને મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપતાં કહ્યું, 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે યુવકને પાછો આપ્યો અને કહ્યું, આ પૈસા તમારી બહેનને આપી દે જો મા મોગલ હંમેશા રાજી રહેશે.
મણીધર બાપુએ યુવકને વધુમાં જણાવ્યું હતું કે, આ કોઈ ચમત્કાર નથી, પરંતુ મા મોગલ પર રાખેલી આસ્થા છે. મા મોગલ હંમેશા તમામ ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા.
પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.
થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.