આપણે બધા લોકો મણિધર બાપુ વિષે તો જાણીએ જ છીએ તેમને આખા ગુજરાતમાં ચારણઋષિ તરીકે ઓળખવામાં આવે છે. મણિધર બાપુએ માં મોગલના ઉપાસક છે. તેમને જણાવ્યું કે માં માંગલે તેમને દર્શન આપ્યા હતા અને આ વાત બિલકુલ સાચી છે.
તમે માં મોગલનો ફોટો તો જોયો હશે માં મોગલ પોતાના રૌદ્ર રૂપમાં છે. તો બધા લોકો મણિધર બાપુને પૂછે છે કે માં મોગલનું કેમ રૌદ્ર સ્વરૂપ છે.ત્યારે મણિધર બાપુએ જણાવ્યું હતું કે માં મોગલે મને આ સ્વરૂપમાં દર્શન દીધા હતા.તેમને મને કહ્યું હતું કે કોઈ એક ધર્મના નહિ પણ અઢાળે વર્ણના લોકોના દુઃખ દૂર કરજે. ત્યારથી મણિધર બાપુ કાબરાઉમાં બિરાજમાન છે.
તે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દુઃખ દૂર કરે છે. માં મોગલ ને ખુશ કરવા શું કરવું જોઈએ? શું તમે જાણો છો કે મોગલ મા ની સાચી પૂજા કઈ રીતે થાય છે? કઈ રીતે તેઓને પ્રભાવિત કરી શકાય છે? તો આવો, તમને જણાવી દઈએ કે શું કરવાથી મા મોગલ અતિ પ્રસન્ન થાય છે.
મણીધર બાપુએ જણાવ્યું છે કે, માં મોગલ તો હંમેશાં જ લોકો પર દયાવાન રહે છે તેઓને પ્રસન્ન કરવા માટે કંઈ એવું ખાસ કરવાની જરૂર નથી. જો તમારે ખરેખર મા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો તમારા કુળદેવી આગળ દીવો કરો અને તેમને યાદ કરો એમાં જ મા મોગલ ખુશ છે.
તમને જણાવી દઈએ કે, મા મોગલને ગુગળનો ધૂપ ખૂબ જ પસંદ છે. તો બને ત્યાં સુધી ગાયનું ઘી નાખીને ગુગળ નો ધૂપ કરો.મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ તો અઢારે વરણની મા છે. તેઓ બધા જ લોકોના દુઃખ દૂર કરે છે.
તમે તેમના પ્રત્યે જેટલી આસ્થા દાખવો છો એટલી જ મોગલ મા તમારા સાથે છે. માં મોગલ ના દરબારમાં તમામ લોકો આવે છે. કોઈ પણ ભેદભાવ વગર તેઓ તમામના દુઃખો હરી લે છે. આમાં તમે મા મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે. પરંતુ મા મોગલ પ્રત્યે વિશ્વાસ રાખવો.
તમારા કુળદેવી આગળ દીવો કરવાથી કુળદેવી તો ખુશ થશે જ અને સાથે સાથે મા મોગલ પણ પ્રસન્ન થશે.આ ઉપરાંત ધૂપ કરવાનો અન્ય એક ફાયદો એ છે કે તેનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું અને શાંતિમય રહેશે. પરિવારમાં શાંતિ રહેવાથી આપોઆપ માનસિક શાંતિ પણ મળે છે. માટે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ. માં મોગલ તમામ ભક્તોની સાથે જ છે અને તેઓમાં આસ્થા દાખવનારા સૌ કોઈની મનોકામનાઓ તે પૂર્ણ કરે છે. કહેવાય છે કે મા મોગલ મોગલ ધામમાં સાક્ષાત વિરાજમાન છે.
જે જગ્યાએ પૈસા લેવાય છે. ત્યાં ભગવાન નથી. અને જે લોકો ધર્મના નામે મોંઘા મોંઘા કપડાં પહેરે છે. મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે. તેવા લોકો જુઠ્ઠા હોય છે. તે પોતાનું ભલું કરવા માટે બેસ્યા છે. બે બીજાનું ભલું કરવા માટે નથી બેસ્યા.
લોકોએ આજે મંદિરના નામે ધંધા ખોલીને બેસી ગયા છે.માટે વિશ્વાસ જરૂરી છે ભગવાન પર.મણિધર બાપુ અંધ્ધશ્રદ્ધાના વિરોધી છે. બાપુ એ કહ્યું કે માં મોગલમાં વિશ્વાસ રાખો મંદિરમાં આવવાની પણ જરૂર નથી. માં મોગલ પર વિશ્વાસ રાખો તમારું કયારેય ખોટું નહિ થાય. માં મોગલ આજે પણ હાજરા હજુર છે.