ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.
એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કબરાઉ ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે.
અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે. મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.
થોડા સમય પહેલા એક મહિલા તેના હાથમાં 50 હજાર રૂપિયા લઈને કબરાઉ મોગલ ધામ આવી હતી અને માં મોગલ ના આશીર્વાદ લીધા હતા અને મણિધર બાપુને 50 હાજર આપ્યા હતા અને મહિલાએ કહ્યું કે તેને આ રૂપિયા માં મોગલની મહાઆરતી તરીકે તમને આપુ છું.
વધુમાં મહિલાએ કહ્યું કે તેની ઉંમર હજુ નાની છે અને તેના પતિનું મૃત્યુ થઇ જવાથી તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેના બે સંતાનો પણ છે. માં મોગલે તેને ખુબજ હિંમત આપી છે.
માં મોગલના આશીર્વાદથી આજે તેના જીવનના બધા દુઃખ દૂર થઇ ગયા છે. માટે તેને 50 હજાર રૂપિયા માં મોગલની મહાઆરતી તરીકે મંદિરમાં આપવા છે. તો મણિધર બાપુએ તે મહિલા પાસેથી 50 હજાર રૂપિયા લીધા અને કહ્યું કે તું મારી દીકરી છે. માં મોગલે તારી બધી જ મનોકામના પુરી કરશે.
પછી મણિધર બાપુએ તે રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને મહિલાને આપી દીધા અને કહ્યું કે માં મોગલે તારી બધી જ મનોકામના પુરી કરી અને માં મોગલે તને આ રૂપિયા પાછા આપ્યા છે. અને કહ્યું તારા દીકરાઓનું ધ્યાન રાખજે અને જયારે તકલીફ આવે ત્યારે માં મોગલને યાદ કરી લે જે માં મોગલ હંમેશા તમારી પડખે ઉભી હશે માં મોગલમાં વિશ્વાસ રાખજે.