લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માત્ર આટલુંજ ભણેલાં છે ગીતા બેન રબારી,છતાં પણ કરે છે આટલી કમાંણી.

Posted by

મિત્રો આજે આપણે ખાસ જાણીશું ગીતા રબારી વિશે જે કેટલું ભણેલાં છે અને તે હાલમાં કેટલું કમાઈ છે તો આવો જાણીએ તે વિશે વિગતે.જો તમે ગુજરાતી છો અને ગીતાબેન રબારી વિશે નથી જાણતા તો કદાચ નવાઈ લાગશે કેમ કે ગીતાબેન રબારી ગુજરાતના ખુબજ લોકપ્રિય સિંગર છે.તેમના ગીતોએ ગુજરાતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વશે છે ત્યાં લોકપ્રિય બન્યા છે.મિત્રો આપણે પેહલાં ઉપરથી તેમનાં જીવન વિશેની વાત કરીશું ત્યારબાદ આપડે વિસ્તરમાં તેમનું જીવન જોઈશું.અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, માં ગીતાબેન રબારીના સોંગ ઉપર ભુરિયાઓને નાચતા પણ તમે જોયા હશે પરંતુ શું તમને ગીતાબેન રબારી વિશે વધુ ખબર છે.

 

તો આજે અમે તમને જણાવીશું.ગીતા રબારી નામ સાંભળતા જ મગજ માં રોના શેરમાં ગીતના શબ્દો નીકળી પડે બસ આવી જ જબરદસ્ત સફર છે ગુજરાતી સિંગર ગીતા રબારી ની.ક્યારેય થાક્યા નથી ક્યારેય હાર્યા નથી. કપરા સમયમાં જબરદસ્ત ઉત્સાહ સાથે આગળ વધ્યા છે અને આજે ગુનારાતીઓના દિલો દિમાગ પર રાજ કરે છે. છે ને મજેદાર! તેમનું જીવન એક અદભુત પ્રેરણા સ્ત્રોત છે.તો જાણીએ થોડું ગીતા બેન વિશે.કચ્છ હા ગુજરાતના કચ્છથી એક અનોખી સફર શરૂ થાય છે.

 

કચ્છ લોકગીત, લોક કળા અને ગુજરાતી સંસ્કૃતિનો પાયો ગણાય છે. બસ એ જ કચ્છ થી આવે છે.ગીતા રબારી જેમણે ના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફેન બનાવી દીધા છે.માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે.ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો. કચ્છી અને એમાં પણ રબારી એટલે સંસ્કૃતિમાં જબરદસ્ત રસ અને કઈંક નવું કરવાની મહેચ્છા તો જાણે ગીતા બેનમાં જન્મજાત હતી.માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

 

ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી.શરૂઆતમાં તેઓ ગીતા ભજન, લોકગીત,સંતવાણી,ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી.બસ પછી શું ગીતા બેને પાછળ વળીને જોયું નથી આજે તેઓ ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે.જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા.ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.આમ તો ગીતા રબારી ઘણા જીવંત કાર્યક્રમો કરે છે. લોકગીત, ડાયરો, ભજન કીર્તન વગેરે તેમના અવાજમાં કેટલીય સીડીઓ પણ રેકોર્ડ થઈ છે અને તેઓ હવે આલબમ ગીત પણ કરે છે.તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે.

 

તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજ સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું હતું.ત્યારબાદ તેને વધુ વેગ પકડ્યો હતો.મિત્રો આતો તેમના હાલનું કરિયર થયું આપણે હવે જાણીશું કે બાળપણ થી આ આલીશાન જીવન સુધી ગીતા રબારી નું જીવન કેવું રહ્યું છે.હાલમાં તો તેઓ લક્ઝુરિયસ લાઈફ નો આનંદ લઈ રહ્યાં છે.મિત્રો વાત કરીએ આપણે ગીતા બેન વિશે તો ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.

 

ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.ગીતાબેન રબારી એક પ્રોગ્રામ ના ગાવાના ૫૦ હજાર તેમજ ગ્રુપ સાથે પ્રોગ્રામ ના ૧ લાખથી વધુ ચાર્જ લેતા હતા.

 

ગીતાબેન હાલના પ્રોગ્રામ ના રૂપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ) થી વધારે પૈસા લે છે.ગીતાબેન કહે છે કે મારે અહીં સુધી પહોંચવા માટે ઘણાબધા સંઘર્ષો કર્યા છે.મને અહીં સુધી પહોંચવામાં ઘણાબધા લોકોનો મને સપોર્ટ મળ્યો છે.રાઘવ ડિજીટલ,મનુભાઈ રબારી,દિપક પુરોહિત,દિનેશભાઇ ભૂભડીયા અને ધ્રુવલ સોદાગર કે જેમને મને  “એકલો રબારી”,”માં-તારા આશીર્વાદ” જેવા ગીતમાં મને સપોર્ટ આપ્યો તેમજ સૌથી વધારે સપોર્ટ મારા માતા-પિતાનો રહ્યો છે.જેમને મને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે.

 

ગીતાબેન રબારીના પ્રથમ ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલ છે.ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ગીત “મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની” અને “રોણા શેરમાં રે” લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની વાત કરીયે તો “એકલો રબારી”,”મસ્તી માં મસ્તાની”,”રોણા શેરમાં”,”માં-તારા આશીર્વાદ” સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી ફેમસ ગીત “રોણા શેરમાં રે” ૬ કરોડ થી પણ વધારે લોકો દ્વારા જોવાયું છે.ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે.ગીતાબેન રબારી ના “રોણા શેરમાં રે” અને “એકલો રબારી” જેવા ઘણાબધા ગીતો લોકોમાં બહુ ફેમસ છે.ગીતાબેને પોતાની મહેનત અને માતાજીના આશીર્વાદ થી પોતાના ઘરને સદ્ધર કરનાર ગીતાબેન પહેલા સ્વીફ્ટ કાર અને હવે તાજેતરમાં ઇનોવા કાર લીધી છે.

 

ગીતાબેન જણાવે છે કે મારી નામનાથી સૌથી વધુ ખુશી મારી માતાને છે.મારે બે ભાઈ હતા, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થતા હાલ હું અને માતા-પિતા એક જ છીએ.જોકે મારી મહેનત રંગ લાવતા રબારી સમાજ અને ગુજરાતભરમાં મારુ નામ બની ગયું છે.ગીતાબેને તેમના માતા-પિતાને કદી દીકરાઓની ખોટ વર્તાવા દીધી નથી.આ સાથે જ ગીતાબેન ના કાકા ના દીકરા ભાઈશ્રી મહેશભાઈ રબારી પણ ગીતાબેન ને ખુબ જ સપોર્ટ કરે છે. પોતાને આ સ્ટેજ સુધી પહોંચવામાં તેમના ભાઈ મહેશભાઈ રબારીએ પણ ખુબ જ મહેનત કરી છે.અને આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામથી લઈને રેકોર્ડિંગનું સંપૂર્ણ કામ તેમના મહેશભાઈ કરે છે.મિત્રો હાલમાં તો ગીતા બેન નું જીવન ખુબજ આલીશાન છે અને તે ખુબજ હાઇફાઈ જીવન જીવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *