મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે. મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે.
મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે. થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામ પહોચ્યો હતો.આ યુવક દમણથી 51 હજાર રૂપિયા પોતાના હાથના લઈને આવ્યો હતો. યુવકે કહ્યું કે જયારે હું પહેલીવાર કબરાઉ આવ્યો હતો.
ત્યારે મેં માં મોગલની માનતા લીધી હતી કે મારી કંપની ચાલુ થઇ જાય તો હું અહીં આવીને તમારા ચરણોમાં 51000 રૂપિયા ચઢાવી જઈશ.વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ યુવક ઘણા સમયથી પોતાની કંપની ચાલુ કરવાનો હતો. પણ તેને તે કામમાં ખુબજ અડચણો આવતી હતી.
ત્યારે તે યુવકે માં મોગલની માનતા માની કે જો મારી આ કંપની ચાલુ થઇ જશે તો હું કબરાઉ આવીને 51000 રૂપિયા તમારા ચરણોમાં અર્પણ કરીશ. ત્યારે માં મોગલની કૃપાથી થોડા જ સમયમાં યુવકનું જે કંપની ચાલુ કરવાનું સપનું હતું તે પૂરું થઇ ગયું હતું.
જેને પગલે યુવક તરત જ અહીં આવી ગયો હતો અને તેને મણિધર બાપુને પોતાની માનતાના 51000 રૂપિયા આપ્યા.ત્યારે મણિધર બાપુ એ કહ્યું કે માં મોગલે તારી બધી માનતા સ્વીકારી લીધી છે આ રૂપિયા તું તારી દીકરીઓને સરખા ભાગે આપી દે છે. માં મોગલ ખુશ થશે.