ગાંડી ગીરના પાદરમાં આવેલું ખોડીયાર માતાજીનું મંદિર આશરે 1600 વર્ષ જુનુ અને પ્રાચિન મંદિર છે જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ છે મા ખોડિયારનું ગળધરા મંદિર ધારીથી 5 કિ.મી.દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલુ છે ખોડિયાર માતાજીના ભક્તો દેશ વિદેશમાં પણ ઠેર ઠેર આવેલા છે.
જ્યાં શેત્રુંજી નદીનો ઉંડો પાણીનો ધરો વહે છે ભેખડોની વચ્ચે રાયણના વૃક્ષ નીચે ખોડિયાર માતાની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે.
ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે રાક્ષસોનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ધરામાં ગોળી નાંખ્યો.
જ્યાં માત્ર ગળાનો અંશ જ દેખાતો હતો જેથી મંદિરનું નામ પડ્યુ ગળધરા લોકવાયકાઓ મુજબ એમ કહી શકાય કે અહીં માતાજીનું મસ્તક બિરાજમાન છે સૌરાષ્ટ્રના સંતોની ભૂમિ કહેવાતા આ સ્થાને કેટલાય સંતો અને મહંતોએ અહીં માતાજીના દર્શન બાળકીના સ્વરુપમાં કર્યાં છે.
ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર સ્થિત છે આ સિવાય ગુજરાતમાં મા ખોડિયારના ઘણા મંદિરો આવેલા છે વરાણા રાજપરામાં પણ માતાજીના મંદિરો આવેલા છે ખોડિયાર ડેમ પર દિવાળી અને નવા વર્ષે માનવ મહેરામણ ઉમટે છે.
ચોમાસામાં તો આ જગ્યામાં કુદરતી દ્રશ્યો સર્જાય છે અને લોકો ફરવા પણ આવે છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મુળ નામ જાનબાઈ છ કહેવાય છે કે જુનાગઢના રાજા રાનવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા નવધણ ઈ.સ. 1025 માં ખોડીયાર માની માનતાના કારણે પુત્ર આવયો હતો.
જૂનાગઢના રાજાને વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજે છે ધારીના લોકો માતાજીના દર્શને ખુલ્લા પગે ચાલતા આવે છે અને લાપસીની માનતા પણ રાખે છે અને ભક્તોની મા આશાઓ પૂર્ણ કરે છે.
તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે.
તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ પિયત હેઠળ આવે છે અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે.
અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે ગળધરા ખોડીયાર સાથે જોડાયેલી રોચક અને રસપ્રદ વાતો મુજબ જયારે ડેમનુ નિર્માણ શરૂ કરવાનુ હતુ.
અને મંદિર ડૂબમાં જતુ હતુ ત્યારે માં નો ચમત્કાર એવો હતો કે આખો દિવસ પાયાનુ કામ ચાલે પણ સવારે કામદારો આવે એટલે ચણતર નાશ પામ્યુ હોય આજે પણ પવિત્ર ધરાથી આગળ આવા કોલમ અને ચણતરના પુરાવાઓ મોજુદ છે.
આટલુ જ નહીં પરંતુ માં નિજ મંદિરમાં એક કામદાર માંનો મુકુટ ચોરી પલાયન થયો તો ખરો પણ કહેવાય છે કે ડેમ સુધી જ પહોંચ્યો ત્યાં જ અંધ બની ગયેલ આટલુ જ નહીં હાલના નિજ મંદિરનુ રિનોવેશન કાર્ય આદરવામાં આવેલ એ સમયે માં લાકડામાં નકાસી વાળા મઢમાં બિરાજમાન હતા.
અને બાજુના ઓરડામાં માં ને બેસાડવામાં આવ્યા રાત્રે જ માતાજી દિવાલ સોંસરવા પોતાની જગા પર પુન: સ્થાપિત થઈ ગયેલા આજે પણ માતાજીના આ ચમત્કારની સાક્ષી પુરાવતો ગોખલો ગર્ભગૃહમાં રાખવામાં આવેલ છે.
સમય અંતરે માંના ચહેરા પરની આંખમાં સહેજ અમથી કરચ તુટી પડેલ ત્યારે માંની નવી આંખો બેસાડવા માટે છરી વડે જુની આંખો કાઢવા મથતા પુજારીઓ અને ભક્તો દંગ રહી ગયા હતા માંની આંખો માંથી રીતસરની રક્તની ધારાવહી વહી ગઈ હતી.
આવા અનેક ચમત્કારો અને પરચા ગળધરા વાળી માં રાજ રાજેશ્વરી ખોડીયારે પુર્યા છે લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે જુનાગઢ નાં રાજા રાનવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી.
અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું રાનવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.
કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ જાહલ ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી.
જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.