ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ ઘર-ઘરમાં લીંબુ પાણી પીવાનો અને પીવડાવવાનું ચલણ પણ શરૂ થઈ ગયું છે. લીંબુ પાણી દૂષિત પદાર્થોને દૂર કરી શરીરને સાફ કરવા ઉપરાતં બીજી ઘણી રીતે ફાયદાકારક છે.લીંબુ પાણી આમ તો ગમે તે સમયે લઈ શકાય પણ સવારે ઉઠીને લીંબુ પાણી પીવાનું ઘણું ફાયદાકાર છે. આ એક એવું પીણું છે જેના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકો છો.આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સુંદર અને સ્માર્ટ દેખાય. પરંતુ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી જ નથી શકતા અને વાત કરીએ આપણા ચહેરાની તો ચહેરો આપણા શરીરનું એક એવું અંગ છે કે જેને આપણે ગોરો અને ચમકદાર બનાવવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ .
ખાસ કારીને સ્ત્રીઓ પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે ઘણા બધા અલગ અલગ કોસ્મેટીક અને ઘરેલું ઉપચારોનો ઉપયોગ કરતી રહેતી હોય છે. ઘણી વાર તેમાં સફળ પણ થઇ જાય છે. હવે એવું કરીને તમે તમારા ચહેરાને તો સાફ કરી લો છો પરંતુ શરીરના અન્ય ભાગો ગોરા અને ચમકદાર નથી હોતા. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે ચહેરા સિવાયના અન્ય ભાગો ગોરા ન હોય તો પણ આપણે મેનેજ કરી લઈએ છીએ પરંતુ ચહેરો તો ગોરો હોવો જ જોઈએ શરીરનું જે થાય તે.પરંતુ આજે લીંબુ પાણી પીવાના ફાયદા નહિ પરંતુ લીંબુ પાણીથી નહાવાના ફાયદા વિશે જણાવીશું..
લીંબુ પાણી પીધું હશે તેનાથી સ્નાન કર્યું છે?
લીંબુનું સેવન આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે. વજન ઘટાડવા સિવાય તાવની સારવારમાં પણ ગુણકારી છે. લીંબુમાંથી મળતા વિટામિન Cથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પણ શું તમને ખબર છે કે લીંબુ પાણીથી ન્હાવાના પણ અઢળક ફાયદા છે. ચાલો જાણો, કયા ફાયદા થાય છે લીંબુ પાણીથી ન્હાવાના.અત્યાર સુધી તમે લીંબુ પાણી બનાવ્યું હશે તેમજ લીંબુને ઘસીને તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કર્યો હશે પરંતુ લીંબુનો આ રીતે ઉપયોગ ન તો તમે સાંભળ્યો હોય કે ન તો તમે કર્યો હોય. પરંતુ તેનો એક ચમત્કારિક ફાયદો સાંભળીને લગભગ લોકો તેનો પ્રયોગ આ રીતે નિયમિત કરવા લાગશે.તો આ પ્રયોગ માટે તમારે સૌથી પહેલા તો ચારથી પાંચ તાજા લીંબુ લેવાના છે અને ત્યાર બાદ તે લીંબુનો રસ એ પાણીમાં ઉમેરવાનો છે જે પાણીથી તમે નહાતા હોવ. આ પ્રયોગ તમે નિયમિત રીતે કરશો તો તે તામારા ચહેરાની સાથે સાથે આખા શરીરને નિખારશે. કારણ કે લીંબુમાં એન્ટી એલર્જીક અને ટેનીંગને દુર કરવાના ગુણો રહેલા છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચાને બહારના પ્રદુષણથી બચાવી રાખે છે. તેથી તેનો નિયમિત પ્રયોગ કરવાથી ત્વચાનો રંગ ગોરો થઇ જાય છે અને ત્વચા પણ એકદમ સાફ થઇ જાય છે.આ પ્રયોગ તમારી ત્વચાને ચમકદાર પણ બનાવશે અને તે તમારી ત્વચાના ખુલા છિદ્રોને બંધ કરવામાં મદદ કરશે. ત્વચાને તરોતાજા બનાવશે તેમજ તમારા મૂડને પણ ફ્રેશ બનાવશે.
ઓઈલી સ્કીનમાં મદદરૂપ
જો તમારી સ્કીન ઓઈલી હોય તો પરેશાન થવાની જરૂર નથી. નહાતા પહેલા લીંબુના થોડા ટીંપા પાણીમાં નાખો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી પરિણામ મળશે.
તાજગી રહેશે
લીંબુનો રસ ભેળવેલા પાણીથી ન્હાયા બાદ તમને આખો દિવસ તાજગી અનુભવાશે.
દુર્ગંધથી છૂટકારો
કેટલાક લોકોના શરીરમાંથી પરસેવાની જબરદસ્ત દુર્ગંધ આવે છે. લીંબુ એસિડ છે. આમાં રહેલું એન્ટી સેપ્ટિક ગંધ દૂર કરવામાં અસરકારક છે.
કોમળ રહે છે ત્વચા
લીંબુમાં રહેલું સાઈટ્રીક એસિડ બ્લીચિંગનું કામ કરે છે. જે શરીર પરથી ડાઘ-ધબ્બા દૂર કરે છે. સ્કીન કોમળ બનીને ચમકદાર બને છે.
કરચલીઓ ઓછી થાય
લીંબુ પાણીથી નહાવાથી શરીરની કરચલીઓ ઓછી થાય છે અને તમારી વધતી ઉંમરનો અંદાજો નથી આવતો.આ એક આયુર્વેદિક ઉપચાર છે તેથી તેનાથી તમને કોઈ પણ આડઅસર નહિ થાય. મિત્રો માત્ર સાધારણ પાણી તમારા શરીરને આરામ આપી શકે છે જ્યારે તેમાં લીંબુને ઉમેરી તેનાથી નહાવાથી તે તમારા શરીરને તો આરામ આપશે પરંતુ સાથે સાથે તમારી ત્વચાને સુંદર પણ બનાવશે.