લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માત્ર થોડા દિવસ કરી લ્યો આ લીલા ફળનું સેવન, કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાખાના ની જરૂર

Posted by

સામાન્ય રીતે લોકો માત્ર લાલ સફરજન જ ખાતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લીલા સફરજન પણ ખૂબ જ ફાયદાકારક છે. સફરજન માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સફરજન ખાવાથી ડોક્ટરથી દૂર રહી શકો છો. સફરજનનું સેવન હૃદયની તંદુરસ્તી અને પાચન સ્વાસ્થ્યને જાળવી રાખવા જેવા અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. સ્વાદમાં મીઠા અને ખાટા આ સફરજનનો સ્વાદ લાલ સફરજનથી થોડો અલગ હોય છે, પરંતુ તેમાં સ્વાસ્થ્ય લાભોની કોઈ કમી નથી.

લીલા સફરજન ખાવાના લાભો:

લીલા સફરજન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.
દરરોજ તેનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. તેમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે પ્રો-બાયોટિક તરીકે કામ કરે છે અને પેટ અને પાચનતંત્રની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન જેવા પૌષ્ટિક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને વૃદ્ધત્વથી ત્વચાને દૂર રાખે છે.
લીલા સફરજન ખાવાથી વાળના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળે છે.

દરરોજ એક વ્યક્તિ ૧-૨ મધ્યમ કદના લીલા સફરજન ખાઈ શકે છે.તે સ્વાદમાં મીઠા ન હોવાથી, તેમાં લાલ સફરજન કરતાં ઘણી ઓછી કેલરી હોય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ પણ હોય છે, જે ભૂખ ઘટાડે છે. તેથી વજન ઘટાડવા માટે પણ આ સફરજનનું સેવન કરી શકાય છે.

લીલા સફરજનમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર, આયર્ન, ઝિંક, વિટામિન-એ અને વિટામિન-કે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે.લીલું સફરજન ખાવાથી નબળા હાડકાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.આટલું જ નહીં લીલું સફરજન ત્વચા માટે પણ ઘણું સારું છે.આ સિવાય લીલા સફરજનમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે.

લીલા સફરજન આપણા શરીર માટે ક્લીન્સરનું કામ કરે છે.આપણા શરીરમાં જે પણ અપાચ્ય ખોરાક હોય છે, તે તેને બહાર કાઢે છે. તે કબજિયાતથી પણ છુટકારો અપાવે છે. આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા છે તો પણ લીલા સફરજનનો ઉપયોગ કરો. તેનો ફેસપેક બનાવીને પણ લગાવી શકાય. અમુક દિવસ માં જ ડાર્ક સર્કલ દૂર થઇ જશે.

હૃદય, મગજ, લીવર અને હોજરી માટે સફરજન એક ઉત્તમ ફળ છે. તેના સેવન દ્વારા આ બધા અંગો ને મજબૂત બનાવી શકાય છે. સફરજન ને શેકી, કચરી, પેટીશ બનાવી, રાત્રે આંખ પર બાંધવાથી નબળી આંખ વાળા માટે ફાયદો થાય છે. આંખની પીડા મટી જાય છે.

સફરજનનો રસ ખાવાના સોડા સાથે મિલાવીને દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંત ની છારી દૂર થઇ દાંત ચમકદાર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *