લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સિંહ કેવી રીતે બન્યો માતા દુર્ગા ની સવારી જાણો આ રોચક કથા

Posted by

આ આખો સંસાર માતા દુર્ગા ને શક્તિ રૂપે માને છે. કેવળ સાધરણ મનુષ્ય નહીં દેવી દેવતા પણ દુર્ગા શક્તિ ની પૂજા કરે છે. માતા દુર્ગા ને દુષ્ટો નો નાશ કરવા વાળી માંતા માનવામાં આવે છે. તે હંમેશા દુષ્ટ પાપીઓ નો નાશ કરે છે. માં દુર્ગા ને જોડાયેલી ઘણી પ્રચલિત કહાનીઓ જોડાયેલી છે. જેમાં તેમની શક્તિ નો પ્રદશન કરેલું છે. અને પુરા સંસાર ને પાપીઓ થી બચાવેલ છે. જેમ તમે લોકો જાણો કે માતા દુર્ગાની સવારી સિંહ છે પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો કે માતા દુર્ગા ની સવારી સિંહ કેમ છે? પૈરાણીક કથાઓ અનુસાર જોઈએ તો માતા સિંહ ને સવારી કરે છે પરંતુ આ સવારી તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ ? એવું શું બન્યું કે સિંહ ને માતા દુર્ગા ની સવારી બનવું પડ્યું?આજે અમે તમને એના પાછળ ની રોચક કથા બતાવવા જઈ રહ્યા છીએ માં દુર્ગા માતા પાર્વતી નું જ રૂપ માનવામાં આવે છે.

માતા પાર્વતી એ ભગવાન ભોલેનાથ ને પતિ ના રુપ માં પામવા માટે હજારો વર્ષ તપશ્યા કરી હતી. એવુ કેહવાય છે કે તપ ના તેજ થી માતા નો રંગ સાવલો થઈ ગયો હતો.તપ ના ફળ થી જ માતા પાર્વતી નો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો અને એમના બે પૂત્ર થયાં, જેનું નામ કાર્તિકેય અને ગણેશજી, જયારે માતા પાર્વતી અને શિવજીનો વિવાહ થઈ ગયો ત્યારે શિવજીએ માતા ને કાળી કહ્યું હતું. આ વાત થી માતા ખૂબ જ નારાજ થઈ ગયા હતા શિવજી એ કહેલી આ વાત થી નારાજ થઈ માતા પાર્વતી કૈલાશ છોડી ચાલ્યા ગયા હતા.

એમને જંગલ માં તપ સાધના ચાલુ કરી દીધી હતી. માતા પાર્વતી એ સુંદર રંગ પ્રાપ્ત કરવા તપ ધર્યું હતું ત્યારે ભૂખ્યો સિંહ ત્યાં પોહચી ગયો, સિંહ એ માતા પાર્વતી ને પોતાનો આહાર બનાવાનું માની લીધું હતું. સિંહ એ જોયું કે માતા પાર્વતી તપશ્યા માં લિન છે તે તેમના સામે જ બેસી ગયો. સિંહ એ વિચાર્યું માતા તપશ્યા માંથી ઉઠે ત્યારે તેમનો આહાર હું કરીશ.

માતા પાર્વતી ને કેટલાય વર્ષો તપશ્યા કરી જ્યાં સુધી માતા પાર્વતી તપશ્યા કરી એટલા સમય સુધી શેર ત્યાંજ બેસી રહ્યો.ભગવાન ભોલેનાથ પાર્વતી ના તપ થી પ્રસન્ન થયા એમને સુંદર રૂપ નું વરદાન આપ્યું એના પછી માતા પાર્વતી ની તપશ્યા પૂર્ણ થઈ જ્યારે માતા પાર્વતી ને શિવજી ના વરદાન ની ખબર પડી તો એમણે ગંગા માં સ્નાન કર્યું સ્નાન કરવાથી એમનું રૂપ દૂધ જેવું સુંદર થઈ ગયું એટલા માટે જ માતા ને મહાગૌરી નામથી પણ લોકો જાણે છે જયારે સ્નાન કરીને જોયું તો સામે જ એક સિંહ આવીને ઉભો હતો માતા પાર્વતી ને ખબર હતી કે સિંહ તેમનો આહાર કરવા માટે આવ્યો છે.

પણ માતા પાર્વતી તપશ્યા મા લીન હતાં ત્યારે સિંહ તેમના સમક્ષ બેઠેલો હતો માતા પાર્વતી ની સાથે સિંહ એ પણ તપશ્યા કરી હતી.એના લીધે માતા પાર્વતી એ આશીર્વાદ આપ્યા અને એમણે સિંહ ને પોતાની સવારી માટે સ્વીકારી લીધો. આ રીતે માતા દુર્ગા ની સવારી સિંહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *