લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

સપનામાં સેક્સ જોવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કેવી રીતે આવે છે આવા સપના

Posted by

જો તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું છે કે સપનામાં સેક્સ જોવું જરૂરી છે? દિવસભર કામકાજ કરીને થાકીને નોકરી કરતા લોકો ઘરે પહોંચે છે, તેમની સૌથી વધુ મહત્વની બાબત હોય છે તો તે છે સારી ઊંઘ આવે અને બીજું છે સારા સપના આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને જેનાથી આગામી દિવસ તાજગીભર્યો રહે.

2007 માં યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલમાં એક સ્ટડી કરવામાં આવી હતી. જેના તારણમાં સામે આવ્યું કે સ્ટડીમાં ભાગ લઈ રહેલા પુરૂષ અને મહિલાઓમાંથી લગભગ 8 ટકા એવા હતા જેમને સેક્સ સંબંધી સપના દેખાતા હતા. મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ પનવ સોનાર અનુસાર, સેક્સના સપનાથી ઊંઘની એક રેપિડ આઈ મૂવમેન્ટ (REM) એક્ટિવિટી છે જે અનૈચ્છિક છે. આ સ્થિતિ ત્યારે વધારે જોવા મળે છે જ્યારે તમે યૌન રૂપથી વંચિત રહો છો અથવા તમારા કામુક ઈચ્છાઓ દબાતી હોય.

સપનાઓ અધૂરી ઈચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરે છે. જે આપણી અવચેતનાનો ભાગ હોય છે. તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે. એવા લગ્ન કે જેમાં નીરસતા હોય અથવા ઓફિસમાં ટેન્શન હોય. સેક્સ ડ્રીમ એક રસ્તો છે જેની મદદથી તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકો છો. ડો સોનારનું માનવું છે કે જો તમે મગજમાં યૌન કલ્પનાઓના વિચાર કરશો તો તમને સપનામાં પણ તેવું જ દેખાશે. ડોક્ટર એવા કપલ્સને સેક્સ સંબંધિત સપના જોવાની સલાહ આપે છે જે લોકો ઈન્ટિમસી ઈશ્યૂઝનો સામનો કરી રહ્યા છે.

સારી ઊંઘ, હાઈઝીન અને નિયમિત એક્સરસાઈઝથી ન માત્ર બોડી ફ્રેશ રહે છે પરંતુ સાથે સાથે સેક્સ સંબંધી સપના આવવાના ચાન્સ પણ વધી જાય છે. જ્યારે રામકૃષ્ણનના અનુસાર પેટના બળે સૂવાથી પણ સેક્સ સંબંધી સપના આવે છે.

એવી પરિસ્થિતિથી દૂર રહેવું જેનાથી તમને ગુસ્સો કે ટેન્શન આવે. વધુ લાઈટને બંધ કરો અને હળવો પ્રકાશ પડે તેવી લાઈટમાં આરામ કરવો. તમારા પાર્ટનર વિશે વિચારો, પરંતુ માસ્ટરબેશન ન કરવું. નહીંતર તમારું સેક્સ ડ્રીમનું સપનું અધુરું રહી જશે.

એક ઈરોટિક અને સેંશુઅસ વાતાવરણ સેટ કરો. તમારા રૂમને એવી વસ્તુઓથી સજાવો કે જેનાથી તમને પાર્ટનરની યાદ આવતી રહે. તમારા પાર્ટનરના ફોટોને રૂમમાં લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *