લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

જાણો 15 મી ઑગસ્ટ એ આપણા ભારત દેશ ને કેવી રીતે મળી હતી આઝાદી – વાચો સંપૂર્ણ ઇતિહાસ

Posted by

15 મી ઑગસ્ટ એ આપણા દેશ માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આપનો દેશ આઝાદ થયો હતો. આપણે આ દિવસ સ્વતંત્રદિવસ તરીકે પણ ઉજવીએ છીએ, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15 મી ઓગસ્ટ, 1947 ના રોજ આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણી કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આપણાં દેશ ને આઝાદ કરવામાં ઘણાં સૈનિકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે. આપણે ક્યારેય આ દેવુંથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ તે જરૂરી છે કે આપણે તેમના દ્વારા સંચાલિત આ સ્વતંત્રતા જાળવીશું.

બ્રિટિશરોએ જે કર્યું તેનાથી શીખવું છે કે અમે આપણા દેશને એટલા મજબૂત બનાવવા છે કે કોઈ બીજા અમાર પર કબ્જો કરવાની વાત દૂર પણ અમારા ભારત તરફ આંખો પણ જોઈ શકીએ નથી.

આપણાં દેશ ને આઝાદ કરવામાં આપણાં ઘણાં સૈનિકો એ જીવ ગુમાવ્યો હતો. આપણા ભારત માટે જે લોકો પોતાનું જીવનનો બલિદાન આપ્યું છે. હું તેમને નમન કરું છું અને હું શપથ લઉં છું કે જો હું મારા દેશ માટે જીવન પણ આપવું પડે તો હું પાછળ નહીં રહીશ. અને હું મારા દેશ ને મદદ કરવા પણ તૈયાર છું.

ભારત માતા કી જય, ભારત માતા કી જય, માત્ર એ જ નારો છે. ઈંકલાબ ઝિંદાબાદના માટે, હવે મરી જવું છે. તમે સૌ જાણો છો કે ભારત એક વિશાળ અને અલગ અલગ ધર્મ ધરાવતા લોકો રહે છે. ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે. ભારત દેશ માં અલગ અલગ સાંસ્કૃતિક ના લોકો પણ રહે છે, પરંતુ બધા લોકો હળીમળી ને રહે છે.ભારત ની એકતા ખુબજ સારી છે.

એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે.

જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે. આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત છે.

વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે.

દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે. દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે. જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.

સ્વંતંત્રતા દિવસથી સંકળાયેલી 6 રોચક વાત જે તમે પણ નહી જાણતા હશો.

15 ઓગસ્ટ 1947 જે દિવસે અમારા ભારત દેશને આઝાદી મળી ત્યારે આ દિવસના ઉત્સવમાં મહાત્મા ગાંધી શામેલ નહી થઈ શક્યા. કારણ ત્યારે એ દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નો આખલીમાં હતા, જ્યાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થઈ રહી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.

14 ઓગ્સ્ટની મધ્યરાત્રે જવાહર લાલ નેહરૂએ તેમનો એતિહાસિક ભાષણ ટ્રિસ્ટ વુદ ડેસ્ટની આપ્યું હતું. આ ભાષણને આખી દુનિયાએ સાંભળ્યું હતું પણ મહાત્મા ગાંધી નહી સાંભળ્યા કારણે કે તે દિવસે એ જલ્દી સૂવા ચાલ્યા ગયા હતા.

દરેક વર્ષ સ્વતંત્રતા દિવસ પર ભારતના પ્રધાનમંત્રી લાલ કિલા પર ઝંડા લહેરાવે છે પણ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આવું ન થયું હતું. લોકસભા સચિવાલયએ એક શોધ પત્ર મુજબ નેહરૂએ 16 ઓગસ્ટ 1947 એ લાલ કિલાથી ઝંડો લહેરાવ્યું હતું.

15મી ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખાનો નિર્ધારણ નથી થયું હતું. તેનો ફેસલો 17 ઓગસ્ટને ને રેડ્ક્લિફ લાઈનની જાહેરાતથી થયું જે ભારત અને પાકિસ્તાનની સીમાઓને નિર્ધારિત કરતી હતી.

આપણે સૌવ જાણીએ જ છીએ ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું હતું પણ તે સમયે તેમનો કોઈ રાષ્ટ્રગાન નહી હતું. સિવાય રવીન્દ્રનાથ ટેગોરએ જન ગણ મન 1911માં જ લખી દીધો હતો પણ આ રાષ્ટ્રગાન 1950 માં જ બની શકયો.

આપણાં ભારત દેશ સિવાય બીજા પણ દેશ 15 મી ઑગસ્ટ એ આઝાદ થયાં હતાં. 15મી ઓગસ્ટેની તારીખએ જ દક્ષિણ કોરિયા, બહરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ હોય છે. પણ આ દેશ ક્રમશ 1945, 1971 અને 1960 માં આઝાદ થયા હતા.ભારત સિવાય આ દેશો પણ 15 મી ઑગસ્ટ એ આઝાદ થયાં હતાં. અને આ દેશો પણ 15 મી ઑગસ્ટ ની ઉજવણી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *